Saturday, September 5News That Matters

Gujarat

પાણીએ પારસમણી છે તેનો કચ્છીઓ સમજપૂર્વક ઉપયોગ કરે- વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય

પાણીએ પારસમણી છે તેનો કચ્છીઓ સમજપૂર્વક ઉપયોગ કરે- વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ પાણી એ પારસમણી છે તેનો કચ્છી જનોએ ખૂબ જ સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કચ્છમાં નર્મદાના નીર આવ્યા બાદ સરહદી ગામો સુધી પીવાનું પાણી પહોંચ્યું છે જ્યારે હવે નર્મદાના વધારાના નીરની ફાળવણી બાદ સિંચાઈનો પ્રશ્ન પણ હલ થઈ જશે. ત્યારે પાણીનો સદુપયોગ થાય તે જોવાની સૌ જિલ્લા વાસીઓની ફરજ છે. તેવું નારણપર (રાવરી) ખાતે ગંગાજીના ઉજવણી કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું.  વિધાનસભા અધ્યક્ષએ સાંખ્ય યોગી બહેનો અને સંતોના આશીર્વાદ લઈને જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છની ખુબ ચિંતા કરે છે, તેમણે કચ્છને પાણીદાર બનાવવા માટે નર્મદાના પાણી આ સુકી ભૂમિ સુધી પહોંચાડ્યા છે .ત્યારે હવે આ પાણીની કિંમત સમજવાની જવાબદારી આપણા સૌની છે. તેમણે ઉમેર્યું હતું કે, નર્મદાના વધારાના પાણી મળવાથી કચ્છના ડેમ અને જળાશયો પણ તેનાથી ભરવામાં આવશે ત્યારે ખેડૂતો...
કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક – ૨ ભુજ ખાતે  નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત  વિવિધ વિષયોના કોર્નરનું ઉદ્ઘાટન કરવામાં  આવ્યું

કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક – ૨ ભુજ ખાતે  નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત  વિવિધ વિષયોના કોર્નરનું ઉદ્ઘાટન કરવામાં  આવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ           આજ રોજ કેન્દ્રીય  વિદ્યાલય ક્રમાંક-૨ ભુજમાં પ્રાથમિક વિભાગના બાળકો માટે નવી રાષ્ટ્રીય  શિક્ષણ નીતિ અંતર્ગત  વિવિધ વિષયોના કોર્નરનું  ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમનું  ઉદ્ઘાટન કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક-૨ ભુજના આચાર્ય રાજેશ ત્રિવેદી, બ્રિન્દાવનલાલ કશ્યપ તેમજ  પ્રાથમિક વિભાગના વરિષ્ઠ શિક્ષિકા છાયાબેન અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.            આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત બાળકોને શિક્ષણ શીખવવાની સામગ્રી હેઠળ, વિદ્યાર્થીઓને ચિત્રો, ગ્લોબ્સ, ચાર્ટ્સ, મોડેલ્સ વગેરે દ્વારા વિષય સમજાવવાનું કાર્ય કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ શીખવાની પ્રક્રિયામાં ઝડપી સક્રિય ભૂમિકા ભજવી શકે. ટીચિંગ લર્નિગ મટીરીયલ્સને TLM  તરીકે પણ ઓળખવામાં આવે છે. શિક્ષણને અસરકારક બનાવવા માટે ટીચિંગ લર્નિગ મટીરીયલ્સ એક ઉત્તમ સાધન છે. અભ્યાસક્ર...
વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ              રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા. ૦૬-૦૯-૨૦૨૨ ના રોજ શહેરની વિવિધ હોસ્પિટલો જેવી કે (૧) સોમનાથ હોસ્પિટલ કૃષ્ણનગર મેઇન રોડ, સ્વામિનારાયણ ચોક પાસે, મવડી, (૨) સૌરાષ્ટ્ર ડાયાબીટીઝ સેન્ટર, રૈયા સર્કલ, ૧૫૦ ફુટ રીંગ રોડ (૩) બી. એ. ડાંગર હોમીયોપેથી & જનરલ હોસ્પિટલ, રેલનગર (૪) સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ, સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ રોડ (૫) ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડ (૬) ક્રાઇસ્ટ હોસ્પિટલ, જામનર રોડ, (૭)  સમર્પણ હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ, (૮) ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ માં ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.             ઉપરોક્ત મોકડ્રીલ દરમ્યાન વિવિધ ૮ (આઠ) હોસ્પિટલોમાં ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર આઇ.વી. ખેર, ડે. ચીફ ફાયર ઓફિસરના સુપરવિઝન હેઠળ સ્ટેશન ઓ...
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનની વ્યવસ્થા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનની વ્યવસ્થા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ     ગણેશ વિસર્જન માટે રાજકોટ શહેરના અલગ અલગ સ્થળે રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા ફા.ઇ.સ સ્ટાફ તેમજ પોલીસ બન્દોબસ્ત ગણેશ વિસર્જનની વ્યવસ્થા માટે તા.૦૪/૦૯/૨૦૨૨ અને તા.૦૬/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાજે ૦૫:૦૦ વાગ્યા સુધી નીચે મુજબ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ક્રમ  નક્કી કરવામાં આવેલ ગણેશ વિસર્જન સ્થળ ૧ આજી ઓવર ફ્લો ૨ ન્યારાના પાટીયા પાસે ન્યારા રોડ ખાણમાં ૩ પાળ ગામ જખરાપીરની દર્ગા પાસે ૪ વાગુદળ ગામના પાટીયા પછી પૂલ નીચે ઉપરોક્ત સ્થળ પર બે દિવસ માટે ફાયર રેસ્ક્યુ ટીમ પોલીસ સ્ટાફ સાથે હાજર રહેશે. આ ઉપરાંત તા.૦૯/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૦૭:૦૦ કલાક થી રાત્રીના ૦૮:૦૦ વાગ્યા સુધી નીચે મુજબના સ્થળે ગણેશ વિસર્જન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.  ક્રમ  નક્કી કરવામાં આવેલ ગણેશ વિસર્જન સ્થળ ૧ આજી ઓવર ફ્લો પાસે ખાણ નબર એક ૨ આજી...
રાજયની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સીનિયર સીટીઝનોને અલાયદી સુવિધાઓ અપાશે

રાજયની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સીનિયર સીટીઝનોને અલાયદી સુવિધાઓ અપાશે

Gujarat
રાજય સરકારનો મહત્વનો નિર્ણય ગુજરાત ટીવી - ગુજરાતી, ભુજ  રાજયના વયોવૃધ્ધ-સીનિયર સીટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો,જીલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયોવૃધ્ધો-સિનિયર સિટિઝન એટલે કે ૬૦ વર્ષથી ઉપરની વય વ્યક્તિઓ માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યાનુસાર વયોવૃધ્ધ વ્યક્તિઓ એટલે કે,૬૦ વર્ષ કે તેથી ઉપરની વયનાં લોકો માટે રાજ્યની તમામ જીલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, પેટા જીલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેંદ્રો તથા કોર્પોરેશન હસ્તકનાં અર્બન હેલ્થ સેંટરો તેમજ હોસ્પિટલો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે જે સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે જેમાં તમામ સરકારી હોસ્પિટલો તથા આરોગ્ય કેંદ્રો પર ઓ.પી.ડી., કેસબારી, ફિઝિયોથેરાપી સેંટર...
ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર પ્રસૂતિમાં માતા અને બાળક બંનેનું રક્ષણ થયું

ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર પ્રસૂતિમાં માતા અને બાળક બંનેનું રક્ષણ થયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ                  સમય સૂચકતા અને આવડતથી ગંભીર પરિસ્થિતિમાંથી સફળતાપૂર્વક પ્રસૂતિ કેવી રીતે કરાય તેનું નોંધનીય ઉદાહરણ તાજેતરમાં  ભુજ તાલુકાના ખાવડા ગામે ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક પ્રસૂતિના કિસ્સામાં જોવા મળ્યું. મોડી રાતે ૯;૩૦ વાગ્યાની  આસપાસ કંચનબેન નામના પ્રસૂતાને તેમના પરિજનો આરોગ્ય કેન્દ્રમાં લઈને આવ્યા હતા. પ્રસુતાને અત્યંત દુખાવો થવાથી  તેમને તાત્કાલિક લેબરરૂમમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સામૂહિક કેન્દ્રમાં ઉપસ્થિત મીડ વાઈફ સુનીતાબેન ભાદરકાએ સમય સૂચકતા દાખવીને કંચનબેનની સલામત પ્રસૂતિ કરાવી હતી. નવજાત બાળકના ગળા અને પગના ભાગમાં ગર્ભ નાળ વિંટળાએલી હતી. મીડ વાઈફ સુનીતાબેને તેને વ્યવસ્થિત કરીને સાવચેતી અને  સાવધાની પૂર્વક બાળકનો સલામત  જન્મ કરાવ્યો હતો.                   રાજ્ય સરકાર દ્વારા અપાયેલી તાલીમ અને કામન...
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર  ખાતે પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત માસિક શિવરાત્રી

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર  ખાતે પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત માસિક શિવરાત્રી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ  પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર  ખાતે પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત માસિક શિવરાત્રી નિમિત્તે રાત્રીના જ્યોત પૂજન, મહાપુજા અને મહાઆરતી કરી ભક્તો ધન્ય બન્યા.         પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે  માસિક  શિવરાત્રી નિમિતે  શ્રી સોમનાથ મંદિરે  રાત્રિના જ્યોત પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગન્દ્રભાઈ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, કથાકાર ડો.મહાદેવ પ્રસાદ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી દ્વારા કરવામાં આવેલ હતુ, આ પૂજનમાં ટ્રસ્ટના અધિકારી/કર્મચારીઓ, તીર્થ પુરોહિતો, દર્શનાર્થીઓ જોડાયા હતા. રાત્રે મહાપુજન અને મધ્યરાત્રીના 12-00 કલાકે મહાઆરતી કરવામાં આવેલ હતી. મહાશિવરાત્રિ પર્વે શિવ કૃપા પ્રાપ્ત કરી ભક્તો ધન્ય બન્યા હતા  ...
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કચ્છની સંભવિત મુલાકાત સંદર્ભે પ્રભારી મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કચ્છની સંભવિત મુલાકાત સંદર્ભે પ્રભારી મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત અને લોકાપર્ણને લઈને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કચ્છના સંભવિત કાર્યક્રમ અન્વયે આજે ભુજ કલેકટર કચેરી ખાતે શિક્ષણ રાજ્યમંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી કિર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપનને લઇને સંબંધિત વિભાગના અધિકારીઓ ચર્ચા કરીને પ્રભારીમંત્રીએ જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કાર્યક્રમનું સૂચારુ આયોજન થાય તે બાબતે અધિકારીઓની પાસેથી માહિતી મેળવીને સૂચનાઓ આપી હતી.         સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત થાય તે માટે યોગ્ય સંકલન કરીને કામગીરી કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. કચ્છ ભુજ સાંસદ વિનોદભાઈ ચાવડાએ સમગ્ર કાર્યક્રમના યોગ્ય સ્થળ નક્કી કરવા, પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા વગેરે વિશે અધિકારીઓને સૂચના આપીને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.         કલેક્ટ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર • ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું છે કે શહીદ થનારા જવાનોના કુટુંબિજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવઓની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે • પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-૧ અને ૨ માટે ૧ ટકા, વર્ગ-૩ માટે ૧૦ ટકા અને વર્ગ-૪ માટે ૨૦ ટકા અપાય છે. • જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે ૧૬ એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે તેની વિગતો પણ ગૃહ રાજય મંત્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ જાહેર કરેલા સહાય વધારાની વિગતો આ સાથે સામેલ છે...
આજથી સાપુતારા ખાતે મિનિ બસોને પ્રવેશ અપાશે

આજથી સાપુતારા ખાતે મિનિ બસોને પ્રવેશ અપાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ ગિરિમથક સાપુતારાના ઘાટમાર્ગમા ગતદિવસો દરમિયાન થયેલા ભારે ભૂસ્ખલન બાદ, આ માર્ગેથી મોટી બસો અને ભારે વાહનોની અવરજવર બંધ કરવામા આવી છે. તેમા સ્થાનિક સ્થિતિની સમીક્ષા બાદ થોડી છૂટછાટ મળતા હવે આજથી, પ્રવાસીઓની મિનિ બસોને સાપુતારા ખાતે પ્રવેશ આપવાનુ નક્કી થયુ છે. જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાના જણાવ્યા અનુસાર સવારના પાંચ થી રાત્રિના દસ વાગ્યા દરમિયાન શામગહાન થી સાપુતારા તરફ જતી મિનિ ખાનગી અને સરકારી બસોને પ્રવેશવાની છૂટ અપાઈ છે. જેના કારણે પ્રવાસીઓ તથા સ્થાનિક ગ્રામજનો અને વિધ્યાર્થીઓની મુશ્કેલી હળવી થશે. ઘાટમાર્ગેથી આવાગમનની સંપૂર્ણ સ્થિતિ સુધાર્યા બાદ ટૂંક સમયમા જ આ માર્ગેથી મોટી બસો, સહિતના ભારે વાહનોને પણ પરવાનગી અપાશે તેમ જણાવતા કલેક્ટર ભાવિન પંડયાએ, મિનિ બસોના સંચાલકો, ડ્રાયવરોને ખૂબ જ સાવચેતી સાથે, સલામત રીતે મુસાફરો/પ્રવાસીઓને સેવા પૂરી પાડવાની અપીલ કરી છે....