Saturday, September 5News That Matters

Gujarat

કચ્છમાં અંજાર ખાતે વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખી ‘નો-ફ્લાય ઝોન’નું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

કચ્છમાં અંજાર ખાતે વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખી ‘નો-ફ્લાય ઝોન’નું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ આગામી તા.૨૮/૧૧/૨૦૨૨ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અંજાર ખાતે જાહેરસભા કાર્યક્રમમાં પધારનાર છે. વડાપ્રધાનની સલામતીની વ્યવસ્થાના ભાગરૂપે કાર્યક્રમ સ્થળ વિસ્તારને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મિતેશ પંડ્યા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છની દરખાસ્તના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ તેમને હોદાના રૂએ મળેલી સત્તાની મુજબ ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩(૧૯૭૪નો બીજો)ની કલમ-૧૪૪ હેઠળ કચ્છ રે.સ.નં.૧૦૦૪/પૈકી ૧,૨ અને ૩ આશાબા વે બ્રિજ સામે, અંજાર આદિપુર રોડ, અંજાર ખાતે આવેલા સભાસ્થળ સહિત આસપાસના ૫૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારને તા.૨૮/૧૧/૨૦૨૨ના રોજ દિન-૧ માટે ‘નો ફ્લાય ઝોન’ જાહેર કર્યો છે. જેથી કોઈપણ પ્રકારના ડ્રોન(યુએવી), ઈલેક્ટ્રોનિક કે અન્ય હવામાં ઊડી શકે તેવા સાધનોને આ વિસ્તારમાં ઉડ્ડયન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં ...
પ્રચાર માધ્યમો માટે ‘એક્ઝિટ પોલ’ અને ઓપિનિયન પોલ સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ :  ‘એક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ

પ્રચાર માધ્યમો માટે ‘એક્ઝિટ પોલ’ અને ઓપિનિયન પોલ સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ :  ‘એક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ‘‘એક્ઝિટ પોલ’’ અને ‘‘ઑપિનિયન પોલ’’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા અંતર્ગત તા.12.11.2022ને શનિવારે સવારે 8:00 વાગ્યાથી તા.5.12.2022ને સોમવારે સાંજે 5:30 વાગ્યા સુધી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓના સંદર્ભે પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘એક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે તેમ ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.10.11.2022ના જાહેરનામાંથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે ભારતીય ચૂંટણી આયોગ દિલ્હીએ તા.19/11/2022ના રોજ આ સમયગાળામાં સુધારો કરીને નવું જાહેરનામું બહાર પાડ્યું છે.  જે મુજબ તા.12.11.2022ને શનિવારે સવારે 8:00 વાગ્યાથી તા.5....
વેરાવળમાં રૂ. ૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે ઓવરબ્રિજનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

વેરાવળમાં રૂ. ૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે ઓવરબ્રિજનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ગીર સોમનાથ        મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ ના ફાટકમુક્ત અભિયાન અંતર્ગત વેરાવળ શહેરમાં બે ઓવરબ્રિજનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. રૂ. ૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે  ઓવરબ્રિજનુ ભૂમિપૂજન સાંસદ  રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી  ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ  માનસિંગભાઈ પરમાર અને નગરપાલિકાના પ્રમુખ  પિયુષભાઇ ફોફંડી દ્વારા કરવામાં આવ્યું હતું.       આ પ્રસંગે મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વેરાવળ શહેરમા રેલ્વે ઓવરબ્રીજ બનતા લોકોના જાહેર જીવન પર ખુબજ સકારત્મક અસર થશે. જેમાં અવાર નવાર ટ્રેન આવતા જે કલાક કલાક ફાટક બંધ થતા હોવાની સમસ્યા રહેતી હતી તે સમસ્યાથી લોકોને મુકતી મળશે. દર્દી ઝડપથી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોચી શકે જેથી લોકોના અમુલ્ય જીવનો બચાવ થશે. શહેરના વિકાસમાં એક નવી દિશા ખુલશે. શહેરના લોકોને ભોતિક સુખાકારીની સગવડોમા પણ વ...
ગીર સોમનાથમાં મહિલા પોલિંગ સ્ટાફને આપવામાં આવી ચૂંટણીલક્ષી તાલિમ

ગીર સોમનાથમાં મહિલા પોલિંગ સ્ટાફને આપવામાં આવી ચૂંટણીલક્ષી તાલિમ

Gujarat
હિન્દ ટીવી -  ગુજરાતી, ગીર સોમનાથ       વિધાનસભા ચૂંટણી અંતર્ગત ગીર સોમનાથમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. વિધાનસભાના મહાપર્વમાં ભાગીદાર બનવા ૯૦-સોમનાથ વિધાનસભા  મતવિસ્તારનાં ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ટ્રેનર્સ દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલાં તમામ મહિલા પોલિંગ સ્ટાફને વિસ્તૃત માર્ગદર્શન સહિત તાલીમ વર્ગ યોજાયા હતા.      જેમાં રાજેન્દ્ર ભુવન રોડ પર આવેલી મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે યોજાયેલા તાલીમ વર્ગમાં આશરે  ૫૪૦ કરતા પણ વધુ મહિલા પોલિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી અને જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં વિવિધ સરકારી વિભાગના પોલિંગ ઓફિસરોને ઈવીએમ-વીવીપેટનાં થીયરી તથા પ્રેકટીકલ બાબતો તેમજ જરૂરી વૈધાનિક ફોર્મ ભરવા જેવી બાબતો સહિતની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં....
માન.વડાપ્રધાનનાં કાર્યક્રમ અન્વયે કોન્વોય રૂટના રસ્તાઓ પૈકી કાળીયાબીડ પાણીની ટાંકીથી આર.ટી.ઓ. સર્કલ તથા આર.ટી.ઓ. સર્કલથી નારી ચોકડી સુધી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

માન.વડાપ્રધાનનાં કાર્યક્રમ અન્વયે કોન્વોય રૂટના રસ્તાઓ પૈકી કાળીયાબીડ પાણીની ટાંકીથી આર.ટી.ઓ. સર્કલ તથા આર.ટી.ઓ. સર્કલથી નારી ચોકડી સુધી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી , ભાવનગર    ભારતના માન.વડાપ્રધાનના ભાવનગર ખાતેના તા.૨૩/૧૧/૨૦૨૨ ના પ્રવાસ કાર્યક્રમ અન્વયે કોન્વોય રૂટના રસ્તાઓ પૈકી કાળીયાબીડ પાણીની ટાંકીથી આર.ટી.ઓ. સર્કલ તથા આર.ટી.ઓ. સર્કલ થી નારી ચોકડી સુધી ભારે વાહનોનીભાવનગર અવર-જવરથી ટ્રાફિક નિયમન ખોરવાય તેમ હોય, તેથી મહાનુભાવોની સુરક્ષાને ધ્યાને લઇ ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે ભાવનગર શહેરનાં આ રસ્તાઓ પર ભારે વાહનો (સરકારી ફરજ તથા મેડિકલ ઈમરજન્સી સિવાયના)ની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ કરવા જરૂરી જણાતા તા.૨૩-૧૧-૨૦૨૨ ના ૧૨ કલાકથી ૨૨ કલાક સુધી ભારે વાહન પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે પોલીસ અધિક્ષક, ભાવનગર દ્વારા દરખાસ્ત રજૂ થતા ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર પાણીની ટાંકીથી આર.ટી.ઓ. સર્કલ તેમજ આર.ટી.ઓ. સર્કલ થી ના...
 સૌથી વધુ 1,500 શતાયુ મતદાતાઓ અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા પાંચ જિલ્લાઓમાં ડાંગ, તાપી, નર્મદા, પોરબંદર અને પાટણ

 સૌથી વધુ 1,500 શતાયુ મતદાતાઓ અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા પાંચ જિલ્લાઓમાં ડાંગ, તાપી, નર્મદા, પોરબંદર અને પાટણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  ભુજ  ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં બન્ને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો પૈકી 10,357 શતાયુ મતદાતા એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયની આયુ ધરાવતા મતદાતાઓ લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં કુલ 10,357 શતાયુ મતદાતાઓ પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 5,115 જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ મતદાન કરશે, એમ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 10,357 શતાયુ મતદાતા નોંધાયા છે. જેમાં સૌથી વધુ શતાયુ મતદાતા ધરાવતા પ્રથમ પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 1,500, વડોદરામાં 716, ભાવનગરમાં 628, રાજકોટમાં 547 અને દાહોદ જિલ્લામાં 531 મતદાતાઓ છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા પાંચ જિલ્લામાં ડાંગમાં 08, તાપીમાં 67, નર્મદા માં 69, પોરબંદરમાં 109 તેમજ પાટણ જિલ્લામ...
ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર અખબાર અને ટીવી બન્ને માધ્યમમાં પ્રકાશિત કરવાની રહેશે વિગતો

ચૂંટણીપંચની માર્ગદર્શિકા અનુસાર અખબાર અને ટીવી બન્ને માધ્યમમાં પ્રકાશિત કરવાની રહેશે વિગતો

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી,  ગીર સોમનાથ      ગીર સોમનાથમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને પ્રથમ તબક્કા માટે નામાંકન ફાઈનલ થઈ ગયા છે. આ સાથે કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોએ પોતાના ગુનાહિત પૂર્વ ઇતિહાસની વિગતોને અખબાર અને ટીવી ચેનલ પર પ્રસિદ્ધ કરવાનો તબક્કો શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોએ પણ પોતાના પક્ષના ઉમેદવારોના ગુના અને કેસો અંગેની વિગતો સી-૨ ફોર્મમાં પ્રસિદ્ધ કરવી પડશે.     ચૂંટણીમાં મતદારો ઉમેદવારોને મત આપતા હોય છે અને તેઓને પોતે જેમને ચૂંટવા જઈ રહ્યા છે, તે ઉમેદવારો વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાનો હક્ક છે. ઉમેદવારો પોતાની સામેના ગુના અને કેસોની વિગતો ઉમેદવારી ફોર્મમાં ચૂંટણી અધિકારી સમક્ષ તો રજૂ કરતા જ હોય છે, પણ મતદારો પણ આ વિગતો જાણી શકે તે હેતુથી આ વખતે, ઉમેદવારો માટે પોતાની સામે નોંધાયેલા ગુના અને કેસોની વિગતો અખબાર અને ટીવી ચેનલોના માધ્ય...
અવસર રથ દ્વારા અંજાર મતવિસ્તારના મતદારોને સક્રિય બની મતદાન કરવા અપીલ કરાઈ

અવસર રથ દ્વારા અંજાર મતવિસ્તારના મતદારોને સક્રિય બની મતદાન કરવા અપીલ કરાઈ

Gujarat
હિન્દ ટીવી -  ગુજરાતી,  ભુજ વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદારોમાં જાગૃતિ આવે તે માટે મિશન-૨૦૨૨ હેઠળ ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારમાં અવસર રથ ફરી રહ્યો છે. જે હેઠળ કચ્છમાં અંજાર વિધાનસભા મતવિસ્તારના ઓછું મતદાન થયેલું છે તેવા મતદાન મથકોમાં આજરોજ અવસર રથ મારફતે મતદારોને સક્રિયતાપૂર્વક મતદાન કરીને પોતાની ફરજ બજાવવા અપીલ કરવામાં આવી હતી. ૧૫૮-મેઘપર બોરીચી-૪, ૧૫૦-વરસામેડી-૪, મીંદીયાળાના ત્રણ મતદાન મથક ૨૬૭, ૨૬૮ તથા ૨૬૯માં અવસર રથના માધ્યમથી મતદારોમાં જાગૃતિ ફેલાવી હતી. આ સાથે ૧૩૭ -ભાદ્રોઇ, ૧૧૬-ટપ્પર-૨, ૧૦૩-જુની દૂધઇ-૪ (ખરવાડ), ૧૦૦-જુની દુધઇ-૧(ખરવાડ), ૬૧- હરૂડી તથા ૬૫-કેરા-૪માં અવસર રથના માધ્યમથી ચૂંટણીના આ મહાપર્વમાં મતદારોને સક્રિય ભાગીદારી નોંધાવવા અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે અવસર રથ પર લોકોએ "હું વોટ કરીશ" નો સંકલ્પ લઇને મતદાન કરવાના શપથ લીધા હતા....
ભુજ શ્રી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલમાં ૧૦૫૦ સંકલ્પપત્રોનું બાળકોને વિતરણ કરાયું

ભુજ શ્રી ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલમાં ૧૦૫૦ સંકલ્પપત્રોનું બાળકોને વિતરણ કરાયું

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ભુજ         મજબુત લોહશાહી માટે મતદાતાઓ મતદાનનું મહત્વ સમજે તેમજ ચુંટણી-૨૦૨૨ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે SVEEP (સિસ્ટેમેટિક વોર્ટસ એજ્યુકેશન એન્ડ ઇલેકટોરલ પાર્ટિસિપેશન પ્રોગામ) અંતર્ગત મતદાન જાગૃતિ સંકલ્પપત્ર વિતરણ અને સંકલ્પ ગ્રહણ કાર્યક્રમ ભુજ શ્રી ઇન્દ્રાબાઇ  ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં ૧૦૫૦ બાળકોને તેમના વાલીઓ જાગૃતતા દાખવીને મતદાન કરે તે માટે સંકલ્પપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોએ પણ પોતાના વાલીઓને મજબુત લોકશાહીના નિમાર્ણ માટે મતદાન કરવાની ફરજ તેઓ નિભાવે તે માટે માહિતગાર કરશે તેવો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે આચાર્ય બેલાબેન મહેતાની ઉપસ્થિતિમાં શિક્ષકોએ પણ સંકલ્પ ગ્રહણ કર્યા હતા. ...
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     ચૂંટણીના કારણે સમગ્ર જિલ્લામાં આચારસંહિતા લાગુ છે તેના અનુસંધાને તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ ચૂસ્તપણે પાલન કરવાનું રહે છે. આચારસંહિતામાં સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા આવા સ્થળે પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.      આ જાહેરનામા અનુસાર જિલ્લામાં સમવિષ્ટ સરકારી, અર્ધ સરકારી, સહકારી, તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તેમજ જાહેરસ્થળોએ હોય તેવા આરામગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરોક્ત તમામ સ્થળો પર સત્તાધારી પક્ષના સભ્યો કે ઉમેદવારો એકહથ્થુ અધિક...