Sunday, September 6News That Matters

Gujarat

ભાવનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ લોક અદાલત યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં આદેશથી ભાવનગર જીલ્લા કાનૂની સેવ સત્તા મંડળ દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સીનીયર તથા જુનીયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા. ૧૧/૦૨/૨૩ ના રોજ “રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. આ અદાલતમાં સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. તેમજ ટ્રાફીકને લગતા ઈ-મેમોને લગતા કેસો પણ પ્રિ-લિટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ અદાલત યોજાય તે પહેલા પ્રિ-લિટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે. આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ. , નેગોશીએબલ એકટ (ચેક રીટર્ન), બેન્કને લગતા કેસો, મોટર અકસ્મા...

વર્ષ ૨૦૨૨-૨૩ માં ખરીફ/રવિ પાક તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી અંગે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ વર્ષ ૨૦૨૨-૨૩ માં ખરીફ/રવિ પાક તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગે ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ખરીફ/રવિ પાકમાં તુવેર પાક માટે રૂ. ૬૬૦૦/- અને ચણા પાક માટે રૂ.૫૩૩૫/- ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલ છે.  જેની ખરીદી આગામી તા.૧૦-૦૩-૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે. આ ખરીદી અન્વયે તા.૦૧-૦૨-૨૦૨૩ થી તા.૨૮-૦૨-૨૦૨૩ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણીના ફેડ ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ટેકાના ભાવે ખેતપેદાશનું વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતે જરૂરી જમીન ધારકતા માટે ગામ નમુના નંબર ૭ અને ૮-અ, ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ તેમજ પાક વાવણી અંગેના પુરાવા માટે ગામના નંબર ૭-૧૨ અથવા તલાટીનો વાવેતર અંગેનો દાખલો, બેંક ખાતાની વિગતો નોંધણી સમયે પોતાની સાથે લઇ જવાની રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી ગીર સોમનાથની એક યા...

ગીર સોમનાથ જિલ્લા મથકે તેમજ તાલુકા મથકે યોજાશે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ પ્રજાજનોને તેમના પ્રશ્નોનો તથા ફરિયાદનો સ્થાનિક કક્ષાએ ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉકેલ માટે ‘સ્વાગત ઓનલાઈન’ ફરિયાદ નિવારણ જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેને અનુલક્ષી ગીર સોમનાથમાં ફેબ્રુઆરી મહિનામાં તા.૨૩/૦૨/૨૦૨૩ના રોજ ગુરૂવારે સવારે ૧૧.૦૦ કલાકે જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તેમજ ૨૨/૦૦૨/૨૦૨૩ના રોજ બુધવારે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરેક તાલુકા મથકે યોજાશે. તાલુકા મથકે કે જિલ્લા મથકે લોકોને આવવું ન પડે તે માટે જે-તે ગામના તલાટીને દર મહિનાની એકથી દસ તારીખ સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજૂ કરી શકશે. ઉપરાંત જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર પડતર પ્રશ્નો કલેક્ટર કચેરી, ગીર સોમનાથ, ઈણાજ તેમજ તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરીને સીધા પણ રજૂ કરી શકશે....

 વેરાવળ ખાતે SNC અંતર્ગત પ્રાઇવેટ ડોક્ટર્સ તેમજ કેમિસ્ટ્સની મિટિંગ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ  જિલ્લાના તાલુકા મથક વેરાવળ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોયના માર્ગદર્શન હેઠળ પ્રાઇવેટ ડોક્ટર્સ તેમજ કેમિસ્ટ્સની મિટિંગનું જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દિપક પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૧૫થી લઈ ૨૦૨૨ સુધીમાં ટીબીનો ઘટાડો જોવા મળ્યો છે કે નહીં તે અંતર્ગત ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગમાં વેરાવળના પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરઓ અને કેમિસ્ટ્સ ઉપરાંત જૂનાગઢ મેડિકલ કોલેજના પ્રોફેસર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ મિટિંગમાં જૂનાગઢ મેડિકલ કોલેજના પીએસએમ પ્રોફેસર ડો કપિલ ગૌયાની અને ડો.મયૂર વાળા અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ STDC ખાતેથી ડોક્ટર કશ્યપ, WHO ડોક્ટર ઓઝા તેમજ ચેન્નઈથી આઈસીએમઆરના વૈજ્ઞાનિક ડો. મુનીયાડા તેમજ  ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ નિલેશ ઝાલા, ડીએસબીસીસી તોસીફ ભાઈ શેખ તેમજ મેણસી...

સોમનાથ મહાદેવના સાનિધ્યે સુંદરકાંડ પાઠ

Gujarat
ભક્તો સુંદરકાંડના દિવ્યપાઠ શ્રવણ કરી ધન્ય બન્યા હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ શ્રી સોમનાથ મંદિર ખાતે પૂર્ણિમાં નુ વિશેષ માહાત્મય રહેલુ છે, કાર્તિકી પૂર્ણિમાં એ ભગવાન શિવ એ ચંદ્રને મસ્તક પર ધારણ કરેલ. ત્યાર થી પૂર્ણિમાં એ સોમનાથ મહાદેવના દર્શન વિશેષ ફળદાયી માનવામાં આવે છે, ભક્તો પુનમ ભરવાની બાધા રાખી પૂર્ણિમાં પર્વે સોમનાથ મહાદેવના દર્શનાર્થે શ્રદ્ધાભેર આવતા હોય છે. સોમનાથ મંદિર પટાંગણમાં પૌરાણીક હનુમાનજી મંદિર છે, સોમનાથ આવતા ભક્તો પુર્ણિમાં એ સુંદરકાંડ પાઠનું શ્રવણ કરી દિવ્ય અનુભુતી કરી શકે તેવા શુભહેતુ સાથે દરમાસની પુર્ણિમાં એ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવે છે. આ પૂર્ણિમાં એ જય સિયારામ સુંદરકાંડ મંડળ સુત્રાપાડા તરફથી સુંદરકાંડના પાઠ સોમનાથ મહાદેવ તથા હનુમાનજી અને ઉપસ્થીત યાત્રીઓને શ્રવણ કરાવવામાં આવેલ, આ પાઠમાં શ્રી સોમાનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇ સહિત ભક્તો પણ જો...

એક જ જન્મમાં, એક સાથે, એક જ જગ્યાએ ૫૧ શક્તિપીઠના દર્શન કરવાનો અમૂલ્ય અવસર એટલે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બનાસકાંઠા વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠો પૈકી માઁ નું હૃદય અવલ્લીની ગિરિમાળામાં ધબકે છે. ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજ્યો જેવા કે, પશ્ચિમ બંગાળ, બિહાર, ત્રિપૂરા, મેઘાલય, તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, હિમાચલપ્રદેશ, હરિયાણા, પંજાબ, ઓરિસ્સા, રાજસ્થાન, કાશ્મીર જેવા રાજ્યોમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું અંબાજી ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં નિર્માણ કરવામાં આવેલું છે. અંબાજીની પાવન ભૂમિમાં આ અનેરો અવસર ઉજવાશે ત્યારે અરવલ્લીના ડુંગરાઓમાં ભક્તિનો અનેરો સંગમ સર્જાશે. વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે. શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત...

બરવાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ બરવાળા તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ ફેબ્રુઆરીના રોજ સવારના ૧૨:૦૦ કલાકે મામલતદાર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે યોજાનાર છે. આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્નો/ રજુઆત અંગેની અરજીઓ જરૂરી તમામ આધાર પુરાવાઓ સાથે અત્રેની મામલતદાર કચેરીમાં તા.૧૨/૦૨/૨૦૨૩ સુધી સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના તમામ પ્રકારના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે તેવું મામલતદાર, બરવાળાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે....

૨૫૧૬ કરોડના ખર્ચે થશે ૬૩ હજાર મંડળીઓનું કોમ્પ્યુટીકરણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ કેન્દ્રીય બજેટ પ્રસ્તુતીને આવકારતા રાષ્ટ્રીય સહકારી આગેવાન, એન.સી.યુ.આઈ.ના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ–સહકાર મંત્રી અમીતભાઈ શાહ અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, કૃષિ અને સહકાર ક્ષેત્રે લાંબાગાળાના આયોજન, વિકાસ અને આધુનિકરણને કેન્દ્વ સરકારે બજેટમાં સ્થાન આપતા ગ્રામીણ અર્થતંત્ર, બેંકીંગ સવલત, ગ્રામીણ વિકાસ અને માળખાકીય સવલત ખૂબ જ લાભકારક બની રહેશે. સાથોસાથ સંઘાણીએ ઉમેર્યું હતું કે, રૂ.૨૫૧૬ કરોડના ખર્ચે દેશની લગભગ ૬૩ હજારથી પણ વધુ કૃષિ–સહકારી મંડળીઓનું કોમ્પ્યુટીકરણ સાથે ડેટાબેઝથી દેશવ્યાપી જોડાણ કરશે જે સમગ્ર દેશમાં પ્રથમવાર આ પ્રકારની આધુનિકતા, ઋણ, વિમા, જમીનની તંદુરસ્તી, સ્વસ્થ ઉત્પાદન, પોષણક્ષમ વળતર, આવક બમણી કરવા, સિંચાઈ માટે, પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના, ડેરી યોજનાઓ, મત્સ્યોદ્યોગ, ખાંડ ઉદ્...

બોટાદમાં બહેનોની સુરક્ષા માટે સતત તૈનાત ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા ૩,૩૭૨ બહેનોને સ્થળ પર જઇને મદદ કરવામાં આવી

Gujarat
મહિલાઓની પડખે ઉભેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ મહિલાઓ અને બાળકોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી રાજ્ય સરકારની મહિલા અને બાળ અધિકારીની કચેરી મહિલાઓની સતત પડખે રહી તેમને પૂરતી મદદ કરવા હંમેશા તત્પર છે. આ કચેરી મહિલાઓનાં સામાજિક અને આર્થિક ઉત્થાન માટે સરકારશ્રી દ્વારા અમલી અનેકવિધ યોજનાઓનો લાભ પ્રત્યેક જરૂરિયાતમંદ મહિલાઓ સુધી પહોંચાડવાની કામગીરી કરી રહી છે. બોટાદ જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી વિશે વાત કરીયે તો આ કચેરી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ૧૪,૯૦૯ લાભાર્થીઓને DBTના માધ્યમથી સહાય ચૂકવવામાં આવી રહી છે તેમજ ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના હેઠળ ૦૨ લાભાર્થીઓએ ઓનલાઇન અરજી કરી છે. ઉપરાંત જિલ્લામાં વ્હાલી દીકરી યોજના હેઠળ ૩,૩૬૮ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. આ તમામ દીકરીઓને આગામી સમયમાં સહ...

તા.૧૧ મી ફેબ્રુઆરીએ બોટાદ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ તાલુકાકક્ષાની અદાલતોમાં “નેશનલ લોક અદાલત” યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા ન્યાયાલય બોટાદ ખાતે તથા તાલુકાકક્ષાએ બોટાદ જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં આગામી તા.૧૧/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ ક્લાકથી “રાષ્ટ્રીય લોક અદાલત” નું આયોજન કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનપત્ર ફોજદારી કેસો, વાહન અકસ્માત વળતરના કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ ના ચેક રિટર્નના કેસો, ટ્રાફીક ચલણને લગતા ઇ-મેમોના કેસો, ભરણપોષણના કેસો, કૌટુંબિક તકરારના કેસો, જમીન વળતરના કેસો, મહેસૂલી તકરારના કેસો, વીજ તથા પાણી બિલ (ચોરી સિવાય) ના કેસો, ભાડાને લગતા કેસો, બેન્ક વસૂલાત, સુખાધિકાર હક્ક મનાઈ હુકમ, દેવા...