Monday, February 16News That Matters

૯મીના ભુજમાં કુપોષણ નિવારણ તથા સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ

હિન્દટીવી – ગુજરાતી, ભુજ

        સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૦૯/૦૧/૨૦૨૩ના સોમવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે “સુવર્ણપ્રાશન કેમ્પ” કરવામાં આવશે . જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિ:શુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે . તથા “કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે જેમાં કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

સુવર્ણપ્રાશનના ફાયદાઓ: સુવર્ણપ્રાશન મેઘા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ્ય(શરીરના વર્ણને ઉજળો કરનાર ) કરનાર છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસમાં સૃતધર (સાંભળેલી વાતને યાદ રાખવાવાળું) બને છે. અર્થાત તેની સ્મરણશક્તિ ખૂબ જ વધે છે તેવું વૈદ્ય પંચકર્મની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *