આયુર્વેદ પરંપરા એ વિશ્વને ભારતીય વૈદિક સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે – પારૂલબેન કારા, જિલ્લા પંચાયત પ્રમુખ
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ
આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ભુજ દ્વારા શહેરમાં આયુષ મેળો યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ આરોગ્યલક્ષી કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આયુર્વેદ પરંપરાએ વિશ્વને ભારતીય વૈદિક સંસ્કૃતિએ આપેલી અમૂલ્ય ભેટ છે. જેને દરેક ભારતીય લોકો જાણે અને નિયમિત જીવન શૈલીમાં અપનાવે તે જરૂરી છે. બિમારીમાં સપડાઇએ તે પહેલા જ આયુર્વેદને અપનાવીને સ્વસ્થ જીવન બનાવીએ. તેમણે વધુમાં ૨૦૨૩ મિલેટ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે ત્યારે તેમણે લોકોને રોગોથી બચવા મિલેટ એટલે કે, ગ્લુટેન ફ્રી એવા બાજરો, રાગી, મકાઇ, જુવાર જેવા ધાનનો રોજીંદા જીવનમાં...
