Monday, February 16News That Matters

દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૫/૦૧/૨૦૨૩ થી તારીખ: ૦૯/૦૧/૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી

હિન્દ ટીવી – ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૫/૦૧/૨૦૨૩ થી ૦૯/૦૧/૨૦૨૩ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૧૯ પુષ્કરધામ મેઈન રોડ, કાન્તાવિકાસ ગૃહની સામે, ગાયત્રીનગર    પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય ૨૩ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી કેવડાવાડી, ભાવેશ મેડીકલની સામે તાર ઓફિસ, જ્યુબેલી, ગુંદાવાડી,   પરથી  જપ્ત કરવામાં આવી હતી, ૧૯૭ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જંકશન રોડ, જ્યુબેલી પરાબજાર, ઢેબર રોડ વન-વે પેલેશ રોડ  પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.૬૨,૦૦૦/-વહીવટી ચાર્જ  પુષ્કરધામ, દસ્તુરમાર્ગ  પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.૧,૦૭૫૨૫/- મંડપ ચાર્જ જે મવડી મેઈન રોડ, નાના મૌવા રોડ, પંચાયત ચોક, સાધુવાસવાણી રોડ,  હેમુ ગઢવી રોડ, સ્પિડવેલ પાર્ટી પ્લોટ, , સંતકબીર રોડ, યાજ્ઞિક રોડ, હેમુદસ્તુર માર્ગ, પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો અને ૪૮ બોર્ડ-બેનર તે મક્ક્મ ચોકથી સોરઠીયા વાડી સર્કલ  પરથી જપ્ત કરવામા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *