સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત પેમ્પલેટસ અને પોસ્ટર્સ છાપકામ અને પ્રસિધ્ધિ બાબતે દાહોદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશનું જાહેરનામું
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા રાજ્યની મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની પર ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, દાહોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં તા.૦૧/૦૪/૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. સદરહું ચૂંટણીઓ અન્વયે તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન અને મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ યોજનાર છે તેમજ ચૂંટણી પ્રક્રિયા તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પૂર્ણ થનાર છે.ઉમેદવારો તથા તેમના ટેકેદારો તરફથી ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવશે.
પ્રચાર ઝુંબેશ અનુસંધાને ઉમેદવારો અગર તેમના કાર્યકરો દ્વારા જાહેર તથા ખાનગી મિલકત માલિકોની લેખિત પૂર્વ પરવાનગી લીધા વગર ચૂંટણી લક્ષી પ્રચારપત્રો ચોંટાડીને, સૂત્રો લખીને, નિશાનીઓ કે આકૃતિઓ, પક્ષના પ્રતિકો કે ઉમેદવારોને ફાળવેલા પ્રતિકો ચીતરીને વગેરે દ્વ...


