Tuesday, April 14News That Matters

આણંદ જિલ્લાના 3300 જેટલા પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ. ના હિસાબો 1લી એપ્રિલના રોજ આપવામાં આવ્યા

આણંદ,

આણંદ જિલ્લામાં આવેલા 08 તાલુકાઓમાં પ્રાથમિક શાળાઓ ખાતે ફરજ બજાવતા શિક્ષકો પૈકી 3300 જેટલા શિક્ષકો જી.પી. ફંડ નું એકાઉન્ટ ધરાવે છે અને શિક્ષકોને આપવામાં આવતા પગારમાંથી નિયમો અનુસાર જીપીએફની કપાત કરવામાં આવે છે. જીપીએફની કરવામાં આવેલ કપાત, વર્ષ દરમિયાન મળેલ વ્યાજ, વર્ષ દરમિયાન કરેલ ઉપાડ અને છેલ્લે જમા રહેતું બેલેન્સ આ પ્રકારની જીપીએફની સ્લીપ દર વર્ષે શિક્ષકોને આપવામાં આવે છે પરંતુ અત્યાર સુધીના ઇતિહાસમાં આણંદ જિલ્લામાં નાણાકીય વર્ષ પૂર્ણ થયાના બીજા જ દિવસે જીપીએફ નો હિસાબ અને તે પણ કોમ્પ્યુટરાઈઝ્ડ સ્લીપ શિક્ષકોના હાથમાં પહોંચી હોય તેવું પહેલી વાર બન્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 31 માર્ચના રોજ પૂર્ણ થયું તેના બીજા જ દિવસે શિક્ષકોને કોમ્પ્યુટરરાઈઝ જીપીએફની સ્લીપ પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના 3300 શિક્ષકો જીપીએફ નું એકાઉન્ટ ધરાવે છે તે દરેક શિક્ષકો તેમના જીપીએફના હિસાબો જાતે ઓનલાઇન ચેક કરી શકે અને તે પણ 1લી એપ્રિલના રોજ એકદમ અપડેટ સ્લીપ ઘેર બેઠા જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી અર્ચનાબેન પ્રજાપતિએ વધુમાં જણાવ્યું કે સામાન્ય રીતે નાણાકીય વર્ષ પૂર્ણ થયા પછી આ કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ અમે એક આગવી નવી પહેલ શરૂ કરી છે કે નાણાકીય વર્ષ પૂર્ણ થાય તેના બીજા જ દિવસે શિક્ષકોને જીપીએફ નો હિસાબ કોમ્પ્યુટરાઈઝ્ડ આપી દેવાનો રહે છે. તે મુજબ જિલ્લા પંચાયત આણંદની શિક્ષણ શાખા દ્વારા કામ કરવામાં આવ્યું છે તેનાથી શિક્ષકોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે તેમ તેમણે વધુમાં કહ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *