Monday, September 7News That Matters

Gujarat

શાંતિ નિકેતન સ્કૂલ જસદણ દ્વારા વિજ્ઞાન મેળો નું આયોજન કરવામાં આવેલું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જસદણ        જસદણની શાંતિ નિકેતન સ્કૂલ દ્વારા વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં ધોરણ ચાર થી આઠ ના વિદ્યાર્થીઓ તેમજ તેમના વિષય શિક્ષકો દ્વારા ગણિત,વિજ્ઞાન, પર્યાવરણને લગતા વિવિધ મોડેલો તૈયાર કરવામાં આવેલ છે આ સાયન્સ ફેર માં કુલ 50 જેટલા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ છે તમામ પ્રોજેક્ટ વિસ્તૃત માહિતી સાથે વિદ્યાર્થીઓ સમજાવી રહ્યા છે, આ પ્રોજેક્ટ જોવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉત્સાહભેર જોડાયા છે.       આ સાયન્સ ફેર માં વિદ્યાર્થીઓ વાલીઓ અને નિર્ણાયકો દ્વારા પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આપી વિદ્યાર્થી અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ મા શાળાના તમામ કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવજવામાં આવેલ અને સંસ્થાના ડિરેક્ટર ડો. કમલેશ હિરપરા દ્વારા વિદ્યાર્થી અને કર્મચારીને બીરદાવેલ છે....

જસદણમાં બ્રહ્માકુમારીઝ દ્વારા શિવ અવતરણ સંદેશ ફરી વળ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જસદણ જસદણમાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે સર્વને પરમાત્મા શિવ અવતરણનો સંદેશ દેવા શિવશંકર ની ઝાંખી સાથે 51 કળશ લઈ આજે બુધવારે જસદણ શહેરમાં રેલી કાઢવામાં આવી હતી જે શહેરના વિવિઘ વિસ્તારોમાં ફરી હતી આ તબક્કે શહેર શિવમય બન્યું હતું

સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળના હસ્તે ભાવનગર જિલ્લામાં પીથલપુર ખાતેથી ‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ

Gujarat
સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ ભાવનગર સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ તા.૧૭ ફેબ્રુઆરીથી કરવામાં આવ્યો છે, ત્યારે ભાવનગર જિલ્લામાં પીથલપુર ખાતે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળના હસ્તે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીની શરૂઆત કરાવી જનશક્તિના સહયોગથી જળશક્તિ માટેના 'સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૩' નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ તકે ઉપસ્થિત સાંસદ શ્રીમતિ ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે જલ એ જ જીવન છે ની વિભાવનાથી કામ કરતી રાજ્ય સરકાર છે જળ સંચયના આગોતરા આયોજન માટે ૨૦૧૮ માં સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના થક...

શ્રી સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન

Gujarat
શ્રી સોમનાથ ટ્રસ્ટ - પ્રભાસ પાટણ-મહાશિવરાત્રિ મહોત્સવ-૨૦૨૩ હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ પ્રતિવર્ષે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવે  છે. આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ 2023 અંતર્ગત તા.૧૭ ફેબ્રુઆરી થી તા.૧૯ ફેબ્રુઆરી -૨૦૨૩ દરમ્યાન ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવેલ છે. તા.૧૮-૦૨-૨૦૨૩, શનિવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ૪-૦૦ વાગ્યાથી થી લઇ સતત ૪૨ કલાકે ભક્તજનો માટે ખુલ્લુ રહેશે, ચાર પ્રહરની વિશેષ પૂજા- આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખીયાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાઘ પૂજન- શોભાયાત્રા, સહિતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનશે, સોમનાથના માર્ગો શિવભક્તોનાં “જય સોમનાથ”ના નાદથી ગુંજી ઉઠશે. ભક્તોની વિશેષ સુલભતા માટે વિશેષ ક્લોકરૂમ જુતાધરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મહાશિવરાત્રિ મહોત્સવ-૨૦૨૩ને લક્ષ્યમાં લઇ સોમનાથ આ...

જળસંચય અને જળબચાવના કાર્યોમાં લોકસહયોગ કચ્છ માટે વરદાનરૂપ બની રહેશે – વિનોદભાઇ ચાવડા, સાંસદ

Gujarat
સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ સમગ્ર રાજય સાથે આજરોજ કચ્છ જિલ્લામાં લાખોંદ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. લાખોંદના રાગેરાઇ તળાવના ખાણેત્રા કામનો પ્રારંભ કરાવતા સાંસદએ સમગ્ર કચ્છવાસીઓને સરકારની આ યોજના હેઠળ થનારા જળસંચય અને જળબચાવના કામોમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. લાખોંદના રાગેરાઇ તળાવને ૨૦ હજાર ઘનમીટર ઊંડુ કરાશે જેનાથી તેમાં ૨ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે. આ પાણીના સંગ્રહથી ૫૦૦ જેટલા પશુધનને ફાયદો થશે તે ઉપરાંત પીવા, સિંચાઇ માટે પણ પાણી ઉપલબ્ધ બનશે તેવું વિગતો આપતા સાંસદ વિનોદભાઇ ચાવડા ઉમેર્યું હતું કે, સરકારના આ અભિયાનનો મુખ્ય હેતુ જળસંગ્રહ વધારવા સાથે પાણીના સ્ત્રોતની જાળવણી કરવી, સાફ- સફાઇ કરવી સાથે જળસ્ત્રોતનું સમારકામ કરવું વગેરે છે. જો પાણીનો સંચય થશે તો છેવાડાના ગામથી લઇને દરેક ગામને સ્થ...

અખિલ કોટક પ્રોડકશન – પુષ્પરાજ ગુંજન એન્ટરટેઈન્મેન્ટ ધ્વારા નિર્મિત સસ્પેન્સ ફિલ્મ ‘ગુમ’ નું ખાતમુર્હુત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ             શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સહ સંયોજક વિજયભાઈ કારીયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તાજેતરમાં અખિલ કોટક પ્રોડકશન અને પુષ્પરાજ ગુંજન એન્ટરટેઈન્મેન્ટ ધ્વારા નિર્મિત સસ્પેન્સ, થ્રીલર ગુજરાતી ફિલ્મ 'ગુમ' નું ખાતમુર્હુત શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, શહેર ભાજપ મીડીયા સેલ ઈન્ચાર્જ રાજન ઠકકર અને શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સંયોજક વિજયભાઈ કારીયા, અભિષેક કારીયાના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ તકે હરેશભાઈ જોષી, રાજન ઠકકર અને વિજયભાઈ કારીયાએ જણાવેલ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફીલ્મ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવતુ જાય છે. ગત વર્ષે અનેક ગુજરાતી ફિલ્મોએ રૂપેરૂ પડદે નોંધપાત્ર પ્રદર્શન કર્યુ હતુ ત્યારે ગુજરાતી ફીલ્મ નિર્માણ, અભિનય, લેખન અને સંગીત ક્ષેત્રે અનેક યુવા પ્રતિભાઓ પોતાની કલા નીખારતી જાય છે અને દર્શકોના ટેસ્ટ મુજબ રોમેન્ટીક, સસ્પેન્સ, થ્ર...

G-૨૦: ‘વસુધૈવ કુટુંબકમ’ : લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-૨૦ અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ઘટના

Gujarat
વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે: આદિકાળથી ભારત 'વસુધૈવ કુટુંબકમ-સમગ્ર વિશ્વ જ એક પર   હિન્દ ટીવી - ગુજરાતી, સુરત ભારતને તા. ૧ ડિસેમ્બર,૨૦૨૨ થી ૩૦ નવેમ્બર-૨૦૨૩ સુધી G-૨૦ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-૨૦ અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ઘટના છે. વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે. ભારત વિશ્વની પ્રમુખ સમસ્યાઓના વ્યવહારૂ ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. આ અભિગમમાં જ 'વસુધૈવ કુટુંબકમ'- સમગ્ર વિશ્વ જ એક પરિવાર છે’ એવી ભાવના મૂર્તિમંત થાય છે. તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ ભારતે ઈન્ડોનેશિયા પાસેથી G-૨૦ નું પ્રમુખપદ સંભાળ્યું અને ૨૦૨૩માં દેશમાં પ્રથમ વખત G-૨૦ નેતાઓની સમિટની યજમાની કરી રહ્યું છે. દર વર્ષે સભ્ય દેશો ક્રમશ: અધ્યક્ષપદ સંભાળે છે. ભારત માટે ‘આઝાદીના અમૃત મહો...

તળાજા, પાલિતાણા અને મહુવા ખાતે વાહન ફિટનેશ કેમ્પનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર આર.ટી.ઓ. દ્વારા વાહનોના ફિટનેસ માટે વિવિધ તાલુકા મથકે કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં તળાજા ખાતે તા.૨૨-૦૨-૨૦૨૩, પાલિતાણા ખાતે તા.૨૩-૦૨-૨૦૨૩ તથા મહુવા ખાતે તા.૨૪-૦૨-૨૦૨૩ નાં રોજ આ કેમ્પ રાખવામાં આવેલ છે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

વોર્ડ નં. ૦૭માં મ્યુનિ. કમિશનર અમિત અરોરાની વોર્ડ ઓફિસે રીવ્યુ મીટિંગ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ તા. ૧૪-૦૨-૨૦૨૩ના રોજ વોર્ડ નં. ૦૭ વોર્ડ ઓફિસ ખાતે વિવિધ કામગીરી અંગે રીવ્યુ મીટિંગ કરી હતી તેમજ બાંધકામ, આરોગ્ય, ફરિયાદોના નિરાકરણ, આંગણવાડી, કોર્પોરેશનની શાળા, સ્વચ્છતા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ટેક્સ સહિતની બાબતો અંગે પ્રેઝેન્ટેશન થકી રીવ્યુ મીટિંગ કરવામાં આવી હતી. આજની મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાની વિઝિટ દરમ્યાન સિટી એન્જી. એચ. એમ. કોટક, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, પી.એ. (ટેક.)ટુ હિમાંશુ દવે, આસી. મેનેજર એન. એમ. આરદેશણા, આસી. મેનેજર આર. એમ. ગામેતી, નાયબ પર્યાવર...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથી૫ગા રોગ નિમુર્લન કાર્યક્રમ અન્વયે નાઇટ બ્લડ સર્વેની કામગીરીમાં કૂલ ૧૮ સાઇટમાંથી ૯૧૦ લોહીના નમુના લેવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ હાથીપગો મચ્છર કરડવાથી થતો એક રોગ છે.હાથી૫ગાને આ૫ણે ‘’ફાઇલેરિયા’’નામે ૫ણ ઓળખીએ છીએ.  જે વુચેરીયાબેનક્રોફટી નામના કૃમિથી થાય છે.આરોગથી સમાન્યત: દર્દીનુ મૃત્યુ થતુ નથી પરંતુ દર્દી કાયમી માટે અપંગ બની જાય છે અને દર્દીનીજીવનભરની ખુશાલી છિનવાય જાય છે. હાથી૫ગાની સારવાર માટે (ડી.ઇ.સી.) નામની દવા આ૫વામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષ – ૨૦૦૭ થી ૨૦૧૨ હાઉસ-ટુ-હાઉસ એમ.ડી.એ (માસ ડ્રગ એડમીનીસ્ટ્રેસન) કાર્યક્રમ હાથ ઘરી ઘરે ઘરે લોકોને ડી.ઇ.સી. ટેબલેટગળાવવાની કામગીરી હાથ ઘરેલ હતી. છેલ્લો એમ.ડી.એ. રાઉન્ડ વર્ષ ૨૦૧૨ માં સફળતા પૂર્વક પૂર્ણ કર્યા બાદ હાથી૫ગા નિમુર્લન કાર્યક્રમ અંતર્ગત ટ્રાન્સમીશનએસેસમેન્ટ સર્વે – ૧, ર તથા ૩ સફળતા પુર્વક પાસ કરેલ છે. હાલ રાજકોટ શહેરમાં હાથી૫ગા (ફાઇલેરીયાસીસ) નાજુના ૧૩ દર્દી છે. આ તમામ દર્દીઓ અગાઉ નોંઘાયેલ છે. છેલ્લા વર્ષ ૨૦૦૭ થી ...