Monday, September 7News That Matters

Gujarat

જળ એ અમૃત છે જેથી પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો જોઇએ : ધારાસભ્ય કાળુભાઇ ડાભી

Gujarat
"સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩" હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભીના હસ્તે બોટાદ જિલ્લામાં “સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩”નો છઠ્ઠા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્યએ બરવાળા તાલુકાના કુંડળ ગામે સાળંગપુર રોડનું તળાવ ઉડું કરવાના કામનું ખાતમુહુર્ત કરી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઇ ડાભીએ અધ્યક્ષપદેથી ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, “દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રબળ નેતૃત્વમાં ખેડૂતોને સિંચાઇની સુવિધાનો મહત્તમ લાભ મળી રહે તે માટે ખેત તલાવડી સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેનાં લાભો છેવાડાના ખેડૂતોને પણ મળી રહ્યાં છે.” ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતુ કે, સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે જળસંચયના કામો ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ થકી હાથ ધરવામાં આવી રહ્ય...

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના યુવાનોને રોજગારીની સુવર્ણ તક

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ૧૮ થી ૨૫ વર્ષની વયમર્યાદા ધરાવનાર ફક્ત પુરૂષ ઉમેદવારો માટે ઈનોવ સોર્સ પ્રા.લી.ના કરાર પર અદાણી સોલાર પીવી લીમીટેડ- મુંદ્રા, કચ્છ ખાતેના એકમ માટે એસોસીએટ ટ્રેઈની તથા ડીપ્લોમા ટ્રેઈનીની જગ્યા માટે આઈ.ટી.આઈ ટ્રેડ પાસ ઇન ઈલેક્ટ્રીશીયન અથવા વાયરમેન અને ડીપ્લોમા ઇન મીકેનીકલ અથવા ઈલેક્ટ્રીકલ પાસની લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા ઔધોગિક તાલીમ સંસ્થા, ઢાંકણીયા રોડ, બોટાદ ખાતે તા.૨૩/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. ઉક્ત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરવી.અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંકhttps://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. રોજગાર ઇચ્છુકોએ રીઝયુ...

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગળ ધપતું ગુજરાત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  બોટાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રરમાં જાહેર કરેલી છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના ૧૮ જેટલા એમ.ઓ.યુ સોમવારે તા.ર૦મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં સંપન્ન કરવામાં આવ્યા છે. આ ૧૮ જેટલા બહુવિધ MoU ને પરિણામે રાજ્યમાં ૯૮પર કરોડનું સંભવિત રોકાણ તેમજ ૧૦,૮પ૧ સૂચિત રોજગારીની વ્યાપક તક ઊભી થશે. રૂ. ૯૮પરના જે ૧૮ MoU થયા છે તે પૈકી રૂ. પ૭૩૩ કરોડના MoU વિદેશી રોકાણકારોની સહભાગીતાથી થયા છે. તદ્અનુસાર, સુરતના પલસાણ...

તળાજા ખાતે તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આઈ. ટી. આઈ. - તળાજા, જી. ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૫ એકમ (કંપની) માં ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર, ડાઇરેક્ટ સેલ્સ એક્સિકયુટિવ, માર્કેટિંગ મેનેજર, ટ્રેની, ઓપરેટર જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈ . ટી . આઈ, ૧૨ પાસ તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા. ૨૨/૦૨/૨૦૨૩ (બુધવાર), સમયઃ સવારે ૧૧:૦૦ કલાકે, આઈ. ટી. આઈ- તળાજા, મું. તળાજા, જી. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝયુમની ૫ ( પાંચ ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે. ગુજરાત બ્યુરો ચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)...

ગારીયાધાર તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકો માટે અરજીઓ મંગાવાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગારીયાધાર તાલુકાના ખાલી પડેલ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો ઉપર સંચાલકની જગ્યા ભરવા માટે જેમાં સ્થાનિક, વિધવા, ત્યક્તા, સ્ત્રી ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવાની થાય છે. શૈક્ષણિક લાયકાત એસ. એસ. સી. પાસ ઉમર ૨૦ વર્ષ પૂરા ખાલી કેન્દ્રો (૧) ગારીયાધાર કેન્દ્ર નં.-૧, (૨) નાની વાવડી કેન્દ્ર નં.-૧૦, (૩) ફાચરીયા કેન્દ્ર નં.-૧૧, (૪) ગણેશગઢ કેન્દ્ર નં.-૨૦, (૫) શક્તિનગર કેન્દ્ર નં.-૫૫, (૬) પરવડી પ્લોટ કેન્દ્ર નં.-૫૯ માટે નિયત નમૂનામાં અરજી ફોર્મ જાહેર રજાના દિવસો સિવાય મામલતદાર કચેરી ગારીયાધાર (મ.ભો.યો. શાખા) માંથી કચેરી સામે દરમ્યાન જાહેર રજા સિવાય દિવસોમાં મેળવી વિગતો ભરી પ્રમાનપત્રોની નકલો સાથે તા.૦૩/૦૩/૨૦૨૩ સુધીમાં (રજા સિવાય) કચેરી સામે દરમ્યાન પરત કરવાના રહેશે મામલતદાર, ગારીયાધારની યાદીમાં જણાવાયું છે. ગુજરાત બ્યુરો ચીફ: ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)...

બીલીમોરા-બહુચરાજી નવીન બસને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બીલીમોરા          બીલીમોરા-બહુચરાજી નવીન બસને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી વલસાડ વિભાગના બીલીમોરા ડેપો ખાતે આજરોજ નવીન ૨×૨ બસ બીલીમોરા-બહુચરાજી સર્વિસને ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલના વરદ હસ્તે સવારે ૮-૩૦ કલાકે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. આ નવીન ૨×૨ બસ બીલીમોરા-બહુચરાજી બીલીમોરા ડેપોથી સવારે ૮-૦૦ કલાકે નીકળી સાંજે ૧૮-૨૫ કલાકે બહુચરાજી ખાતે પહોંચશે અને બહુચરાજી થી સવારે ૭-૨૫ કલાકે નીકળી બીલીમોરા ખાતે સાંજે ૧૭-૪૦ કલાકે આવશે. બસ સર્વિસ માટે રૂા.૨૪૮/- ભાડુ રખવામાં આવ્યું છે. બસ સર્વિસનું ઓનલાઇન બુકીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ નવિન બસ સેવાનો નવસારી જિલ્લાના લોકોને લાભ લેવા વલસાડ એસ.ટી.ના વિભાગીય નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ...

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આહવાના સેવાધામ ખાતે યોજાયો ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ         વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રસ્ટીવંત નેતૃત્વે ગુજરાતને ‘વનબંધુ કલ્યાણ’ જેવી આદિવાસી સમાજ ઉત્કર્ષની યોજનાની ભેટ આપી, ગુજરાતનાં આદિવાસી બાંધવોને મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ કર્યું છે તેમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આહવા ખાતે જણાવ્યુ હતું. ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભાઈ પટેલ આહવાના સેવાધામ ખાતે ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમમાં ઉદબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી કલાઇમેટ ચેન્જની સ્થિતિ વચ્ચે જળ, જમીન, અને જંગલના જતન સંવર્ધનના કાર્યોમાં સમગ્ર સરકાર તેમની સાથે છે તેમ જણાવી, વિસરાતા ધનધાન્ય ને વધુ લોકભોગ્ય બનાવવા ઉપરાંત સમાજને સ્વાસ્થ્યપ્રદ અન્ન, પાણી મળી રહે તે માટે વડાપ્રધાનએ ‘મિલેટ વર્ષ’ ની ઉજવણી થકી પ્ર...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના “MMY”નું સફળ અમલીકરણ, કુલ ૫૦૪૧ લાભાર્થીઓને પ્રાપ્ત થતા લાભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા બાળકો અને સ્ત્રીઓના “સ્વસ્થ માતા સ્વસ્થ બાળક” જેવા નવતર અભિગમને કૃતાર્થ કરવા માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના “MMY” અંતર્ગત સમગ્ર ગુજરાતમાં યોજનાકીય લાભો આપવાની એપ્રિલ – ૨૨થી શરૂઆત કરવામાં આવેલ હતી. “પોષણ ૧૦૦૦ સોનેરી દીવસ” અંતર્ગત રાજયના ૦ થી ૨ વર્ષના બાળકો ધરાવતી માતાઓ તથા બાળકોનું પોષણસ્તર વધે તેવા ઉમદા હેતુથી અને કુપોષણ મુક્ત ગુજરાતના સ્થાને સુપોષણ યુક્ત ગુજરાત કાર્યક્રમની ફલશ્રૂતીરૂપે રાજકોટ મહાનગરપાલિકા ખાતે પણ સરકારની ગાઈડલાઈન અનુસાર MMY યોજનાના લાભાર્થીઓને નિયમીત લાભો આપવાની શરૂઆત કરવામાં આવેલ હતી. સરકાર દ્વારા નિયમીત પૌષ્ટિક આહારમાં ચણા, તુવેરદાળ અને તેલ જેવી અગત્યની ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવેલ છે અને આ તમામ ખાદ્યસામગ્રી સરકાર દ્વારા નિયમિત ફાળવવામાં આવેલ છે અને આ તમામ પૌષ્ટિક ખાદ્યસામગ્રી પાત્રતા ધરાવતા લ...

નહેરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા તિલકવાડાના વોરા ખાતે ડેરીની વિવિધ રાજ્યોના આદિવાસી યુવાનોની એક્સપલોઝર વિઝિટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા            ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા તિલકવાડા તાલુકાના વોરા ગામે ૧૪ માં ટ્રાઇબલ યુથ એકચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વોરા દૂધ ડેરીની એક્સપલોઝર વિઝિટ કરાઈ હતી. જેમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના અંતરિયાળ તથા 'નક્સલ પ્રભાવિત' વિસ્તારમાંથી આવેલા આદિવાસી યુવાનોએ સ્ટેજ પર તેમના રાજ્યોની સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે વડોદરા નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના ડેપ્યુટી ડિરેકટર સુબ્રતા ઘોષે જણાવ્યું કે, વિવિધ રાજ્યોના અંતરિયાળ તથા 'નક્સલવાદી' વિસ્તારના આદિવાસી યુવાનો અસામાજિક પ્રવૃત્તિમાં ન જોડાય તથા દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપે તેવા આશય સાથે સંગઠન ભારત સરકારના સહયોગથી યુવાનોમાં સકારાત્મક ઉર્જાનું સિંચન કરે છે. એક્સપલોઝર વિઝિટ દરમિયાન વિતેલા દાયકાઓમ...

સુરત સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત               ભારતમાં બ્લૂ ઈકોનોમીને વેગ આપવા અને માછીમારોને ઘરઆંગણે યોજનાકીય લાભો આપવા માટે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, ડેરી, પશુપાલન મંત્રાલય દ્વારા તા.૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન આયોજિત ‘સાગર પરિક્રમા’ કાર્યક્રમના ત્રીજા તબક્કાનો પ્રારંભ સુરતના હજીરા પોર્ટથી કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ કરાવ્યો હતો. આ સંદર્ભે સુરત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ‘સાગર પરિક્રમા’ અંતર્ગત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો, માછીમાર સમુદાયોને સરકાર દ્વારા અમલી કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમોથી જાગૃત્ત કરવામાં આવે છે, સાથોસાથ પ્રગતિશીલ મત્સ્ય કિસાન લાભાર્થીઓને કિ...