Monday, September 7News That Matters

Gujarat

રાજ્યકક્ષાના કલામહાકુંભમાં મોડેલ સ્કૂલ ઈણાજની વિદ્યાર્થીની લોકવાર્તા સ્પર્ધામાં પ્રથમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા અમરેલી ખાતે કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલયમાં રાજ્યકક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩નું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી ૧૫-૨૦ વર્ષના ગ્રુપમાં મોડેલ સ્કૂલ ઈણાજની વિદ્યાર્થીની મકવાણા પ્રિયા સંજયભાઈએ લોકવાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ગીર સોમનાથનું નામ રોશન કર્યુ છે. મોડેલ સ્કૂલ ઈણાજમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી તાંતીવેલા ગામના સામાન્ય મજૂરી કરતા પિતાની દીકરીની સફળતા પર શાળાના આચાર્ય અલ્પાબહેન તારપરાએ વિદ્યાર્થી તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ અજીતભાઈ ડોડિયા, વાછાણી સીમાબહેન તેમજ પરમાર ક્રિષ્નાબહેનને અભિનંદન પાઠવી ભવિષ્યમાં હજુ પણ આ શાળા...

પાલિતાણાના હણોલ ગામમાં થયેલા વિકાસલક્ષી કામો ની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાત, ભાવનગર કેન્દ્રિય મંત્રી. ડો. મનસુખભાઈ માંડવિયાએ નુતનવર્ષ નિમિતે પોતાના વતન હણોલમાં કરોડોના ખર્ચે અનેક વિકાસ લક્ષી કામોનું ખાતમુર્હુત કર્યું હતું. આ લોકાર્પણ કરેલ વિકાસલક્ષી કામોની પ્રગતિની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા. હણોલ ખાતે મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી ત્યારબાદ ખાત મુર્હૂત કરેલા વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ગામની સાફ સફાઈ સહિતની જીણવટ ભરી બાબતો અંગે નિરીક્ષણ કર્યું હતું જેમાં ગ્રામજનો પણ સહભાગી થયા હતા. ગામનાં આધુનિકીકરણ અને હણોલને સ્માર્ટ વિલેજ બનાવવા ગામમાં અમૃત સરોવર, પાદર ડેવલોપમેન્ટ, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, ટ્રેક અને રમત-ગમત સંકુલ, બહુલક્ષી હોલ, નાગબાઈ માતાનું નવીનીકરણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ચેકડેમ રીપેરીંગ જેવા અનેક વિકાસ કર્યોની પ્રગતિ અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ તકે ધારાસભ્ય સર્વે ...

તૃણધાન્ય પાકોથી વધ્યો કાજરડીના ખેડૂતનો વૈભવ, મેળવે છે માર્કેટ કરતાં પણ વધુ ભાવ

Gujarat
આંતરરાષ્ટ્રીય મિલેટ યર-૨૦૨૩ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ                પ્રકૃતિની સંભાળ સાથે જ ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી આજના યુગની માંગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર દેશભરના ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત પ્રયાસરત છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે રાસાયણિક કૃષિના દુષ્પ્રભાવમાંથી ઉગારવા પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો છે ત્યારે ગીર સોમનાથના ઉના તાલુકાના કાજરડી ગામના ચારણીયા ભાયાભાઈ રામભાઈ નામના ખેડૂત વિવિધ સરકારી સહાય દ્વારા પ્રાકૃતિક ખેતી થકી તૃણધાન્ય પાકોનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરી ઉત્તમ નફો મેળવી રહ્યાં છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનતાં જીવામૃત અને ઘનજીવામૃતની ઉપયોગીતા ઉપરાંત બીજામૃત, આચ્છાદન અને વાપ્સાનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. આ તમામ પાસાઓની બારીકાઈથી જાણકારી મેળવી ભાયા...

પાલિતાણાના હણોલ ગામમાં થયેલા વિકાસલક્ષી કામો ની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર કેન્દ્રિય મંત્રી. ડો. મનસુખભાઈ માંડવિયાએ નુતનવર્ષ નિમિતે પોતાના વતન હણોલમાં કરોડોના ખર્ચે અનેક વિકાસ લક્ષી કામોનું ખાતમુર્હુત કર્યું હતું. આ લોકાર્પણ કરેલ વિકાસલક્ષી કામોની પ્રગતિની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા. હણોલ ખાતે મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી ત્યારબાદ ખાત મુર્હૂત કરેલા વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ગામની સાફ સફાઈ સહિતની જીણવટ ભરી બાબતો અંગે નિરીક્ષણ કર્યું હતું જેમાં ગ્રામજનો પણ સહભાગી થયા હતા. ગામનાં આધુનિકીકરણ અને હણોલને સ્માર્ટ વિલેજ બનાવવા ગામમાં અમૃત સરોવર, પાદર ડેવલોપમેન્ટ, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, ટ્રેક અને રમત-ગમત સંકુલ, બહુલક્ષી હોલ, નાગબાઈ માતાનું નવીનીકરણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ચેકડેમ રીપેરીંગ જેવા અનેક વિકાસ કર્યોની પ્રગતિ અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ તકે ધારાસભ્ય સર્વે...

પાલીતાણાના ખાખરીયાને સાંસદ આદર્શ ગામ તરીકે દત્તક લેતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર પાલીતાણા તાલુકાના ખાખરીયા સાંસદ આદર્શ ગ્રામ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ દતક લીધું છે આ તકે યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાત મુહુર્ત સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ રૂ. 13.47 લાખના વિવિધ વિકાસના કામોના ખાત મુર્હૂત, રૂ. 14.77 લાખના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા એ જણાવ્યું હતું કે ભૌતિક સુવિધા ની સાથે ગામમાં નાગરિકોનો વ્યવહાર આદર્શ બને તે ગામ ખરા અર્થમાં આદર્શ ગામ બને છે. નીતિ, રીતે અને વ્યવહાર હજુ ગામડામાં રહેલા છે. આવનારો સમય ગામડાનો આવી રહ્યો છે. આદર્શ ગામની વ્યાખ્યામાં આદર્શ જીવન રહેલું છે. આ કાર્યક્રમ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, મહેન્દ્રભાઈ સરવૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી જયશ્રીબેન જરૂ, તાલુકા વિક...

પીપીપી ૧૪ હીંગલાજનગર, પ્રધાનમંત્રી આવાસ યોજના અને આદિત્ય હાઈટસ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૦૯/૦૩/૨૦૨૩ ના રોજ પીપીપી ૧૪ હીંગલાજનગર, પ્રધાનમંત્રી આવાસ યોજના, અમીન માર્ગ, રાજકોટ અને (૨) આદિત્ય હાઈટસ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે. ઉપર...

ટાઉન પ્લાનીંગ શાખા તથા એ.એન.સી.ડી. વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વોર્ડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરેલ:

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા તથા એન.એન.સી.ડી. વિભાગ દ્વારા આજ તા.૧૦/૦૩/૨૦૨૩ ના રોજ ડીમોલીશન કરવામાં આવેલ છે. શહેરના વેસ્ટ, સેન્ટ્રલ તેમજ ઇસ્ટ ઝોનના વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની, રસ્તા પૈકી તેમજ વોંકળા પૈકીની જમીનમાં ગેરકાયદેસર દબાણ/પેશકદમી કરવામાં આવતાં અત્રેથી તા.૧૭/૨/૨૦૨૩ ના રોજ પત્ર પાઠવી સદરહુ ગેરકાયદેસર દબાણ દુર કરી,  જમીન ખુલ્લી કરવા જણાવવામાં આવેલ, તેમ છતાં આસામીઓ દ્વારા આ દબાણ દુર કરવામાં ન આવતાં આજ તા.૧૦/૩/૨૦૨૩ના રોજ નીચેની વિગતેના કુલ ૬ સ્થળોએ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરી, રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની, રસ્તા પૈકી તેમજ વોંકળા પૈકીની કુલ ૨૬૫ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે. જેની અંદાજીત કિંમત રૂ. ૧.૩૦ કરોડ થાય છે. ક્રમ વોર્ડ નં. ગેરકાયદેસર દબાણનું સ્થળ દબાણ ગ્રસ્ત જમીનની વિગત ૧ ૧ એરપો...

સરકારની મદદથી મારા પરિવારને પાકી છત મળતા અમારી તમામ સમસ્યા હલ થઇ ગઇ – હિરજીભાઇ સુમારભાઇ, પાન્ધ્રો- ડો.આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         મારો ૮ જણનો પરીવાર વર્ષોથી કાચા મકાનમાં રહેતો હતો. જે અત્યંત જર્જરીત હોવાથી ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ હતી. પરંતુ સરકાર દ્વારા ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવતા અમને પાકી છત નસીબ થઇ છે. જેનો આનંદ આખા પરીવારમાં છે તેવું પાન્ધ્રોમાં રહેતા આવાસ યોજનાના લાભાર્થી હિરજીભાઇ સુમારભાઇએ જણાવ્યું હતું .         હિરજીભાઇ જણાવે છે કે, મારા પરીવારમાં મારી બિમાર પત્ની સહિત ૫ દિકરી અને એક દિકરો છે. તેના ભરણ-પોષણની જવાબદારી તથા દિકરીઓને પરણાવવાની ચિંતા વચ્ચે પાકું મકાન બનાવવું મારા માટે અશકય હતું. જેના કારણે કાચા મકાનમાં ટાઢ, તાપ અને વરસાદ સહન કરીને પણ અમે રહેતા હતા. પરંતુ સરકારે આવાસ યોજનામાં અમને લાભ આપતા હાલે અમે પાકું મકાન બનાવ્યું છે. જાણે અમારા તમામ સપના સાકાર થયા હોય તેવી અનુભૂતિ થઇ રહી છે.  હવે કોઇપણ ચિંતા વિના હું મારા પરીવારની સારસંભાળમાં મારું ધ...

કચ્છના ખમીરવંતા અને આત્મનિર્ભર નારી ગોમતીબેન આહિર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત            કચ્છી ભરતકામે દેશવિદેશમાં આગવી ઓળખ મેળવી છે. કચ્છની હસ્તકલા, ભરતકામથી હજારો મહિલાઓને પગભર બની છે, ત્યારે વાત કરવી છે એવી એક ખમીરવંત અને આત્મનિર્ભર કચ્છી નારીની કે જેમણે કચ્છી એમ્બ્રોઈડરીની વિવિધ વસ્તુની બનાવટનો બિઝનેસ શરૂ કરી ૪૦૦ મહિલાને રોજગારી આપી પગભર બનાવી છે. બે ધોરણ સુધી ભણેલા ગોમતીબેને કોઠાસૂઝથી સ્વરોજગાર શરૂ કર્યો અને આજે તેમની કચ્છી એમ્બ્રોઈડરી કલાના વિદેશમાં પણ ચાહકો છે. તેમના દ્વારા હાથવણાટથી બનાવેલા કુર્તો, ચણિયા ચોલી, વોલપીસ, કુશન કવર, રજાઈ, પર્સ, પીલો કવર સહિતની ચીજોના દેશ-વિદેશમાંથી ઓર્ડરો મળી રહ્યા છે.                સુરત શહેરના અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ, SMC પાર્ટીપ્લોટ ખાતે આયોજિત સરસ મેળામાં કચ્છી એમ્બ્રોઈડરી વર્કથી બનેલી વસ્તુઓના વેચાણ માટે સુરત આવેલા ગોમતીબેન આહિર હસ્તકલાથી શિક્ષિત કે નોકરિયાત વર્ગ કરતા પણ વધુ કમાણી કરે છે.   ...

૧૩મીના કચ્છમાં છુટા છવાયા વરસાદની આગાહી

Gujarat
ખેતપેદાશોને સલામત સ્થળે ખસેડી લેવા અનુરોધ હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી તા. ૦૯/૦૩/૨૦૨૩ ના રોજ મળેલ સંદેશ આધારે અને તા. ૦૯/૦૩/૨૦૨૩ ની હવામાન વિભાગ ની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી છે. વાદળછાયું વાતાવરણ વચ્ચે આગામી તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ દિન-૧ દરમિયાન છુટા છવાયા વરસાદની આગાહી હોઈ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત એ.પી.એમ.સી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત-જણસોના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત-જણસોના જથ્થાને કોઈ નુકશાન ન થાય તે માટે સાવચેતીના પગલા લેવા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે.તેવું નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે....