હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૧/૦૨/૨૦૨૩ ના રોજ (૧) સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ફોર્ચ્યુન સુલેસટિયા અને તા.૦૨/૦૨/૨૦૨૩ ના રોજ (૨) કીંગ લેન્ડ એપાર્ટમેન્ટ, અમિન માર્ગ શહેરની રેસીડેન્સીયલ બિલ્ડીંગ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટ ને વધુ વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.

ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન તા.૦૧/૦૨/૨૦૨૩ના રોજ (૧) સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ફોર્ચ્યુન સુલેસટિયા અને તા.૦૨/૦૨/૨૦૨૩ના રોજ (૨) કીંગ લેન્ડ એપાર્ટમેન્ટ, અમિન માર્ગ શહેરની રેસીડેન્સીયલ બિલ્ડીંગ ખાતે બંને બિલ્ડીંગના અંદાજે કુલ ૧૪૦ જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફીસર આર.એ.વિગોરા, અને એ.એસ.બારીયા તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.
