આધાર નોંધણીની કામગીરી માટે સુપરવાઈઝર અને ઓપરેટરની જગ્યા માટે ૧૧-માસના કરાર ધોરણે (માનદ વેતનથી) તા. ૨૪-૦૩-૨૦૨૩ને શુક્રવારનાં રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની આધાર નોંધણીની કામગીરી ચૂંટણી શાખા હસ્તક કરવામાં આવે છે. આધાર કેન્દ્રો ખાતે આધાર નોંધણીની કામગીરી માટે સુપરવાઈઝર અને ઓપરેટરની જગ્યા માટે ૧૧-માસના કરાર ધોરણે (માનદ વેતનથી) તા. ૨૪-૦૩-૨૦૨૩ને શુક્રવારનાં રોજ મીટિંગ હોલ, સેન્ટ્રલ ઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના આધાર કેન્દ્રો માટે કેન્દ્ર સરકારની સૂચના મુજબ નીચે મુજબની જગ્યા માટે ૧૧-માસના કરાર ધોરણે (માનદ વેતનથી) આધાર નોંધણીની કામગીરીનો અનુભવ ધરાવનાર તથા નીચે મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે વોક-ઇન-ઈન્ટરવ્યુ તા૨૪/૦૩/૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મીટીંગ હોલ, પ્રથમ માળ, સેન્ટ્રલ ઝોન કચેરી, ડૉ.આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
આ વોક-ઇન-ઈન્ટરવ્યુમાં આવનાર ઉમેદવારોન...
