Monday, September 7News That Matters

Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર તા. ર૩ માર્ચે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવાર, તા.ર૩મી માર્ચે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે. આ ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવે છે. તદઅનુસાર, આ ગુરૂવાર તા.ર૩મી માર્ચે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ-ર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાઓ સાંભળશે અને સંબંધિત સચિવો, અધિકારીઓ, વિભાગોના વડાઓને તેના સુચારૂ નિવારણ માટે માર્ગદર્શન આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન આ ‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’ સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરાવી છે....

ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા નો પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા નો તા. 20 માર્ચના રોજથી પ્રારંભ કરવામાં આવ્યો છે પોષણ પખવાડિયું તા. 20 માર્ચથી 3 એપ્રિલ સુધી રહેશે આ પોષણ પખવાડિયા દરમિયાન ભાવનગર જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. આઇસીડીએસ વિભાગ દ્વારા તા. 20 ના પોષણ પખવાડિયા નો પ્રારંભ પોષણ શપથ તેમજ અવનવી વાનગીઓનું વાનગી પ્રદર્શન, તા. 21 માર્ચના મિલેટ આધારિત અન્નપ્રસન્ન દિવસ, તા. 22 માર્ચના પોષણ પખવાડિયા અંતર્ગત આંગણવાડીમાં કિચન ગાર્ડન મિલેટના વાવેતર ની સમજણ અને ગૃહ મુલાકાત, તા. 23 માર્ચના મીલેટ માંથી મળતા વિટામીન અને પોષણ જાગૃતિ લાવવા અંગે કિશોરી મીટીંગ, તા. 24 માર્ચના મિલેટ સંબંધિત પ્રશ્નોત્તરી રાખી વિવિધ સ્પર્ધાઓનું આયોજન, તા. 25 માર્ચના સગર્ભા માતા તેમજ ધાત્રી માતા સાથે મીટીંગ કરી મિલેટ ના ફાયદા સમજાવવામાં આવશે, તા. 26 મા...

સોમનાથ ખાતે માસિક શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ સોમનાથ ખાતે અર્વાચીન પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ વદ તેરસ એટલે કે માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ મંદિરમાં રાત્રિના 10:00 કલાકે જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, ટેમ્પલ ઓફિસર નિમેષભાઈ શાહ સહિતના અધિકારીઓ,કર્મચારીઓ, અને ભક્તજનો જોડાયા હતા. પરંતુ આ પૂજા સવિશેષ એટલા માટે બની રહી હતી કારણકે 42 વર્ષ સુધી સોમનાથની સેવા કરનાર અને આ માસિક શિવરાત્રી બાદ નિવૃત્ત થઈ રહેલ પ્રક્ષાલન પૂજારી અરવિંદગિરિને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ અને ટ્રસ્ટ દ્વારા પૂજાના મુખ્ય યજમાન બનાવી અને અદકેરું વિદાયમાન આપવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના પૂજારીશ્રી દ્વારા શાસ્ત્રોકત વિધિ-વિધાન સાથે જ્યોત પૂજન અને જ્યોત પ્રાગટ્ય કરાવવામાં આવ્યું હતું. માસિક શિવર...

કચ્છના ધોરડો ખાતે પ્રવાસીઓ માટે છેલ્લા બે વર્ષમાં રૂ. ૧,૭૪૯ લાખથી વધુના ખર્ચે વૈશ્વિક કક્ષાની સુવિધાઓ વિકસાવાઈ 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ            ભારતમાં સફેદ રણ, વિશાળ સમુદ્ર તટ અને પર્વત ધરાવતો એકમાત્ર પ્રદેશ એટલે ગુજરાતમાં આવેલો ‘કચ્છ’ જિલ્લો. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિશેષ પ્રયત્નો થકી કચ્છ આજે પ્રવાસન ક્ષેત્રે પોતાની આગવી વૈશ્વિક ઓળખ ધરાવે છે.  કચ્છમાં સરહદી સીમા નજીક ધોરડો ખાતે એશિયાનું એકમાત્ર સફેદ રણ આવેલું છે દર વર્ષે અંદાજે નવેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન આ સ્થળે ભવ્ય ‘રણોત્સવ’ આયોજન કરવામાં આવે છે જેમાં ગુજરાત સહિત દેશ- વિદેશના સહલાણીઓ સહભાગી થાય છે. આ વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળે વધુને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા તા. ૩૧ ડિસેમ્બર-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. ૧,૭૪૯.૦૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ આજે વિધાનસભા ગૃહમાં તારાકીત પ્રશ્નોત્તરીમાં જણાવાયું હતું. વધુમાં જણાવ...

ગીર-સોમનાથમાં સભા સરઘસ બંધી અંગે બહાર પડાયું જાહેરનામુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસપાટણ, કોડીનાર તથા ઉના કોમી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય નાના સરખા બનાવથી અફવાઓના કારણે  ઘર્ષણ થવા સંભાવના રહે છે તેમજ વિવિધ સમુદાયના લોકોના ધાર્મિક તહેવાર આવનાર હોય લોકો ટોળાના રૂપમાં એકઠા ન થાય તે  તેમજ અફવાઓના કારણે લોકો એકઠા થવાના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તકેદારી  રાખવી ખુબ જ આવશ્યક છે તેથી ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા/સરઘસ વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લિંબાસિયા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. આ જાહેરનામા અનુસાર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ સભા કે સરઘસ માટે મનાઈ હુકમ ફરમાવવામાં આવી છે. આ મનાઈ હુકમ  જેઓ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષણ મંડળીઓને, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય ત...

ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં તા. ૨૦.૦૩.૨૦૨૩ થી તા. ૨૩.૦૩.૨૦૨૩ દરમિયાન કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તા. ૨૦.૦૩.૨૦૨૩ થી તા.૨૩.૦૩.૨૦૨૩ના સમયગાળા દરમિયાન ગીર  સોમનાથ જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. જિલ્લાનાં ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ  જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો,એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે. એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચ...

નેચરલ ગેસ પર તૈયાર થશે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ  યશસ્વી વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ વિશ્વભરમાં આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરી રહ્યું છે અને વડાપ્રધાનની દૂરદ્રષ્ટિ સાથે સોમનાથ આદ્યાત્મ અને આધુનિકીકરણનું અદભુત સમન્વય બન્યું છે. આ જ આધુનિકીકરણમાં ઉમેરો કરતા હવે સોમનાથ મંદિરનો પ્રસાદ નેચરલ ગેસ પર તૈયાર થશે. જે હેતુસર આઈઆરએમ એનર્જી દ્વારા બે પ્રસાદ રસોડા અને નિ:શુલ્ક ભોજનાલયમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈ અને આઈઆરએમ એનર્જીના સીઈઓ કરન કૌશલ દ્વારા શ્રદ્ધાળુઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.   આઈઆરએમ ગેસ વિતરણ કંપનીએ ટ્રસ્ટના રસોડામાં પાઇપ્ડ નેચરલ ગેસ સપ્લાય કરવાનું શરૂ કર્યુ છે. જેમાં બે પ્રસાદ બનાવવાના રસોડા અને જ્યાં યાત્રાળુઓને નિ:શુલ્ક ભોજન ઉપલબ્ધ થાય છ...

તાલાલામાં લોહાણા મહાજન વાડી ખાતે ૨૧ માર્ચના યોજાશે આયુષ મેળો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ         નિયામક આયુષ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધીકારી, ગીર સોમનાથ દ્રારા તા.૨૧/૦૩/૨૦૨૩ના  લોહાણા મહાજન વાડી તાલાલા ખાતે સવારે ૯.૩૦ થી બપોરના ૩.૦૦ સુધી આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ આયુષ મેળામાં જુદા-જુદા ૧૪ જેટલા આયુર્વેદ- હોમીયોપેથી નિષ્ણાંત તબીબો દ્વારા દરેક રોગોનુ વિનામુલ્યે નિદાન તથા સારવાર આપવામાં આવશે તેમજ ગેસ- અપચો- કબજીયાત, સાંધા-કમર-ગોઠણના દુખાવા, સ્ત્રીઓમાં માસિકની તકલીફ, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર જેવા લાઇફ સ્ટાઇલ જન્ય રોગો, શીળસ, ખરજવું, સોરાયસીસ જેવા ચામડીના રોગો વગેરેનું સચોટ નિદાન તથા વિના મુલ્યે સારવાર કરાશે. આ ઉપરાંત આયુર્વેદ ડોકટર દ્રારા જે-તે વ્યકિતની પ્રકૃતી(વાત-પિત્ત-કફ)ની તપાસ કરી આપવામાં આવશે. ઉપરાંત નિષ્ણાંત યોગ શિક્ષકો દ્વારા યોગાસન, પ્રાણાયમ અંગેનુ માર્ગદર્શન તેમજ  રસોડાની ઔષધીઓ દ્રારા ઘરગથ્થુ ઉપચાર અં...

માંડવી તાલુકાના ગરીબી રેખા ઉપરના APL રેશનકાર્ડ ધારકો જોગ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ માંડવી તાલુકાના ગરીબી રેખા ઉપરના APL રેશનકાર્ડ ધારકોને જણાવવામાં આવે છે કે, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩,તા.૦૧/૦૪/૨૦૧૬થી અમલમાં મુકવામાં આવ્યો છે. જે અન્વયે ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ૭૪.૬ ટકા અને શહેરી વિસ્તારમાં ૪૮.૨ ટકા કુંટુંબોને આવરી લઈને આ કાયદા હેઠળ સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને ગુજરાત સરકાર ધ્વારા આ અગાઉ જે "કુટુંબના કોઈ પણ એક સભ્યની માસિક આવક રૂ.૧૦૦૦૦/–( અંકે રૂપિયા દશ હજાર પુરા )" સુધીની હતી. જે આવક મર્યાદા વધારીને રૂ.૧પ૦૦૦/- (અંકે રૂપિયા પંદર હજાર ) અને વાર્ષિક રૂ.૧.૮૦ લાખ (અંકે રૂપિયા એક લાખ એસી હજાર ) સુધી ( ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર) જ વધારવામાં આવેલ છે. તેમજ ત્રણ પૈડા વાળા યાંત્રિક વાહન ધરાવતા (ઓટો રિક્ષા/ છકડો/મીની ટેમ્પો)વાહન ચાલકો જો માસિક રૂપિયા ૧૫૦૦૦/–( અંકે રૂપિયા પંદર હજાર ) કરતાં ઓછી આવક ધરા...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે  સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરઓએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ્સ કાર્યરત કરી દેવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા કહયુ કે, આ સર્વેમાં કોઇને અન્યાય ન થાય ...