Monday, September 7News That Matters

Gujarat

ભાવનગરઘોઘા તાલુકા હેલ્થ કચેરી દ્વારા લોક પ્રતિનિધિ નો આરોગ્ય સેવાની જાણકારી અંગે વર્કશોપ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર ઘોઘા તાલુકા હેલ્થ કચેરી દ્વારા લોક પ્રતિનિધિનો આરોગ્ય સેવાની જાણકારી આપવા અંગેનો વર્કશોપ યોજાયો હતો. ભાવનગર મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી પ્રસાદની સુચનાથી આરોગ્ય સેવામાં લોકભાગીદારી વધે અને છેવાડાના માનવી સૂધી સારી આરોગ્ય સેવાના સંકલન માટે સર્કિટહાઉસ ભાવનગર ખાતે તા ૨૧ માર્ચના રોજ વર્કશોપ યોજાયો હતો. જેમાં લોક પ્રતિનિધિ તાલુકા પંચાયત પ્રમુખ પેથાભાઈ ડાંગરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજુભાઈ ફાલકી, અજય ભાઇ, વર્ષાબેન ડાભી, રામજીભાઇ પટેલીયા, મનજીભાઇ મકવાણા, ઝરીનાબેન ઘોઘા, વાલીબેન પરમાર જાગૃતિ બેન, લાડુબેન બાંભણીયા, એસ પી ગલચર, વિષ્ણુભાઈ પાળીયાદ, કિરીટ સિહ ગોહિલ, વિપુલભાઇ વગેરેની ઉપસ્થિતિમાં એપેડેમીક અધિકારી ડો સુનિલભાઇ પટેલ, તાલુકા હેલ્થ ઓફીસર ડો. સુફિયાન ભાઇ લાખાણી, તાલુકા હેલ્થ સુપરવાઝર અનિલ ભાઇ પંડીત, ભારતી બેન ત્રિવેદી,દિપાલી...

રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ પર વિશેષ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં નારી ગામ પાસે સ્થિત રીજીયોનલ સાયન્સ સેન્ટર(આર.એસ.સી) દ્વારા તા. ૨૧ માર્ચ ૨૦૨૩ ના રોજ ‘વિશ્વ કવિતા દિવસ ’ ની ઉજવણી કરવામાં હતી. આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ કવિતા ના માધ્યમથી લોકો માં વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા લાવવાનો હતો. યુનેસ્કો દ્વારા દર વર્ષે ૨૧ માર્ચ ના રોજ ‘વિશ્વ કવિતા દિવસ’ ઉજવવામાં આવે છે. ભાવનગર ના યુવાનો માં વૈજ્ઞાનિક અભિગમ ની અભિવ્યક્તિ કવિતાના માધ્યમ થી કરવાના હેતુ થી આરએસસી ભાવનગર દ્વારા STEM (Science, Technology, Engineering, Mathematics) એટલે કે વિજ્ઞાન વિષયો ઉપર કવિતા ના પાઠ કરવામાં આવ્યા હતા. જેમાં યુવા કવિઓ એ વિવિધ ભાષા માં પોતાની કૃતિ/કવિતા રજુ કરી હતી. આ કાર્યક્રમ માં ૨૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ નિમિતે શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજ ભાવનગર ના વિદ્યાર્થીઓ, સ્વામીનારાયણ મંદિર ના વિદ્યાર્થીઓ, સામ...

શિહોર તાલુકાના સણોસરા પી.એચ.સી. ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર શિહોર તાલુકાના સણોસરા પી.એચ.સી. કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ૧૪ ગામોના ૬૬ માતાઓની તપાસ કરવામાં આવી હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી, આર. સી. એચ. ઓ. ડો. કોકિલાબેન સોલંકી તથા ટી.એચ.ઓ ડો.કણઝરિયા ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર સણોસરા (તાલુકા શિહોર ) ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.એચ.સી. સણોસરા નીચે આવતા ૧૪ ગામોના ૬૬ એ. એન. સી. ની તપાસ કરવામાં આવી હતી. આ પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.એ.આર.હુનાણી તથા ડો.પ્રકાશ ભટ્ટ દ્વારા તમામની તપાસ કરવામાં આવી હતી. તમામને પૌષ્ટિક નાસ્તો, પોષણ કીટમાં મગ, પ્રોટીન પાવડરના ડબા પણ આપવામાં આવ્યા હતા. જેમાં હાઇરિસ્ક એ. એન. સી. ને જરૂરી આરોગ્યલક્ષી માહિતી ડો.એ. આર. હુનાણી દ્વારા આપવામાં આવી હતી....

તાલાલામાં લોહાણા મહાજન વાડી ખાતે યોજાયો આયુષ મેળો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ  આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર  ગીર સોમનાથ આયુર્વેદ શાખા દ્વારા આરોગ્ય સમિતિના ચેરમેન નાથાભાઈ વાજાની અધ્યક્ષતામાં લોહાણા મહાજન વાડી તાલાલા ખાતે આયુષ મેળાનું આયોજન કરાયુ હતુ. જેમા ૫૨૦૦થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ તકે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ વિજયસિંહ ગોહિલ દ્વારા મહેમાનોનું શાબ્દીક સ્વાગત સાથે આયુષમેળા અંગેનું પ્રાયોજન અને કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી તેમજ સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદનું મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ નાથાભાઈ વાજાએ આર્યુવેદનુ મહત્વ સમજાવી અને યોગ અને આર્યુવેદ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. મહાનુભાવોઓએ ૧૫ સ્ટોલોની મુલાકાત દરમિયાન માર્ગદર્શન અને આર્યુવેદની સમજ આપવામાં આવી હતી અને ધનવંતરી વંદના આયુષ અધીકારી બહેનો દ્વારા કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમનુ સંચાલન ડો. ...

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે બે દિવસ દરમિયાન યોજાશે આંતરરાષ્ટ્રીય સંમેલન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા ૨૩-૨૪ માર્ચ, ૨૦૨૩ એમ બે દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન થશે. આ સેમિનારનો મુખ્ય વિષય “વૈશ્વિક સમસ્યાઓનું સંસ્કૃત સાહિત્યમાં સમાધાન” રાખવામાં આવ્યો છે. આ વર્ષે ભારતને જી-૨૦ની અધ્યક્ષતા મળી છે અને તેના મુખ્ય વાક્ય "વસુધૈવ કુટુંબકમ્"ને ધ્યાનમાં રાખીને આ વિષય પર સેમિનાર કરવામાં આવશે. આ સેમિનારમાં વિદેશી વિદ્વાનો સાથે ભારતભરના પ્રખ્યાત વિદ્વાનો ભાગ લેશે અને વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે સંસ્કૃત શાસ્ત્રોની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવશે. આ સંમેલનનું ઉદ્ઘાટન ૨૩-૦૩-૨૦૨૩ના રોજ સવારે ૧૦:3૦ કલાકે પતંજલિ યોગ ભવનના સભાગૃહમાં રાખેલ છે. જેમાં આશીર્વચન આપવા BAPS સંશોધન સંસ્થાન, નવી દિલ્હીના નિર્દેશક મહામહોપાધ્યાય પ્રો. સાધુ ભદ્રેશદાસ સ્વામી, મુખ્યાતિથિ તરીકે ગુજરાત સહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જ...

RTE એક્ટ હેઠળ છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાની ૬૧૪ શાળાઓમાં ૩૮૫૮ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કચ્છ ગુજરાતમાં શિક્ષણને વધુને વધુ પ્રાધાન્ય આપવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં સૌથી વધુ રકમ શિક્ષણ માટે ફાળવવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું હાલ બીજું સત્ર ચાલી રહ્યું છે ત્યારે RTE એક્ટ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી હતી. જે મુજબ કચ્છ જિલ્લાની ૬૧૪ શાળાઓમાં છેલ્લા બે વર્ષમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ-૨૦૦૯ હેઠળ ૩૮૫૮ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૧૦ શાળાઓમાં ૧૯૬૩ વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૦૪ શાળાઓમાં ૧૮૯૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. રાજ્યનો છેવાડાનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે કે જે બાળકોને RTE હેઠળ પ્રવેશ આપ્યો હોય તેવા બાળકોના વાલીના ખાતામાં બાળકના ...

ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં. ૧૮નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

Gujarat
“વન વીક, વન રોડ” ઝુંબેશ હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ               રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૨૧-૦૩-૨૦૨૩ના રોજ ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૮માં કૈલાશપતિ સોસાયટીથી રિદ્ધિસિદ્ધિ નાલા સુધીના રોડ પર રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ ...

કચ્છ જિલ્લા પંચાયત ખાતે પોષણ પખવાડાનો શુભારંભ કરાયો

Gujarat
રાષ્ટ્રીય પોષણ પખવાડા હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૦૮ માર્ચ ૨૦૧૮ના રાષ્ટ્રીય પોષણ મિશનની એક મિશન મોડથી શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસ અને માર્ચ મહિનામાં પોષણ પખવાડા તરીકે ઉજવવામાં આવે છે અને સંલગ્ન વિભાગો સાથે રહીને વિવિધ પ્રવૃતિઓ આ સમય દરમિયાન કરવામાં આવે છે. આ કાર્યક્રમના ભાગરૂપે રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત એક દિવસીય રાજકોટ ઝોનલ કક્ષાના વર્કશોપનું કચ્છ જિલ્લા પંચાયત મધ્યે આયોજન કરાયું હતું. જેમાં પોષણ પખવાડાનો શુભારંભ તેમજ ગ્રોથ મોનીટરીંગ ડિવાઈસના ઉપયોગ અને મિલેટ (શ્રી અન્ન) આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, પ્રોગામ ઓફીસર ICDS દશરથભાઈ પંડ્યા અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રાજકોટ ઝોનથી આવેલા ...

માંડવી ખાતે ૨૫મીના આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળો યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજય નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સહકારથી કચ્છ જિલ્લાનો પાંચમો આયુષ મેળો તા. ૨૫-૦૩-૨૦૨૩ના રોજ જૈનપુરી ડો. નાનાલાલ વોરા માર્ગ, માંડવી કચ્છ ખાતે ૧૦.૦૦ થી ૩.૦૦ દરમિયાન યોજનાર છે. જેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારૂલબેન રમેશભાઇ કારા, ઉદ્ઘાટક તરીક માંડવી ધારાસભ્ય અનિરુધ્ધ ભાઇ દવે રહેશે. અતિથી વિશેષ તરીકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, જિલ્લા પંચાયત જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન કરશનજી જાડેજા, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ નીલેશભાઇ મહેશ્વરી, માંડવી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન સોનેજી રહેશે....

સંભવિત હીટ વેવના આગોતરા આયોજન અંગે કલેકટર ડી.કે.પારેખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સંભવિત હીટ વેવના આગોતરા આયોજન અંગે કલેકટર ડી.કે પારેખની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કલેકટર કચેરી આયોજન હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧૦ વર્ષના સૌથી લઘુતમ, સામાન્ય અને મહત્તમ તાપમાનની, હિટવેવનો ક્રાઇટ એરીયા, ગરમ રણ પ્રદેશ, દરિયાઈ વિસ્તાર વગેરેના હીટ વેવ તથા તેમાં સાવચેતી રાખવા વિશે પી.પી.ટી.ના માધ્યમથી જાણકારી અપાઈ હતી. કલેકટર ડી કે પારેખે જણાવ્યું હતું કે ઉનાળામાં માનવ આરોગ્યને અસર કરતું એક મુખ્ય પરિબળ હિટવેવ છે તેમ જણાવી હીટ વેવમાં શ્રમિકો, મજૂરો,ખેડૂતો અને વૃધ્ધોને બચાવવા અંગે જિલ્લા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી વિષે માર્ગદર્શન આપ્યું હતું. સંભવીત હિટવેવની આગાહી IMD કરશે. હિટવેવથી બાળકો, વૃધ્ધો, શ્રમિકોના મૃત્યો ન થાય કે લોકો કે પશુઓ આરોગ્યને અસર ન થાય તે માટે વિવિધ પગલાંઓ લેવા કલેકટરએ જણાવ્યું હતું. પાણી, આરોગ્ય સહિત...