Sunday, February 15News That Matters

GSRTC બસ પોર્ટ અને એન.એસ.એસ.પડધરીમાં ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

        રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે બસ પોર્ટ બિલ્ડીંગમા ફરજ બજાવતા કર્મચારીઓને અને એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓને જાગૃતી માટે તા.૦૮/૦૨/૨૦૨૩ શહેરની (૧) GSRTC ના એસ.ટી.બસ સ્ટેશન, ઢેબર રોડ, રા.મ્યુ.કો.ઓફીસ પાસે, રાજકોટ ફાયર સેફટી અંગે મોકડ્રીલ (૨) કવિ દાદ સરકારી વિનયન અને વાણિજય કોલેજ, પડધરી ખાતે એન.એસ.એસ. શીબીરમા તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલનું આયોજન કરવા સ્વૈચ્છીક અરજી કરશે તેમને મોકડ્રીલમા અગ્રતા આપવામાં આવશે.

            ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન (૧) GSRTC ના એસ.ટી.બસ સ્ટેશન, ઢેબર રોડ, રા.મ્યુ.કો.ઓફીસ પાસે, રાજકોટ ફાયર સેફટી અંગે મોકડ્રીલ (૨) કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજય કોલેજ, પડધરી ખાતે એન.એસ.એસ.શિબિર બંનેમા અંદાજે ૮૦ જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલ અને તાલીમમાં જોડાયેલ. જે મોકડ્રીલ અને તાલીમમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફીસર એસ.આર.નડીયાપરા, આર.પી. જોષી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા બસ પોર્ટ બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો, અને જાળવણી કઇ રીતે કરવી, તેમજ પોતાનો તથા અન્યનો બચાવ કઇ રીતે કરવો તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *