Monday, September 7News That Matters

Gujarat

એલએમવી વાહનના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓકશન કરાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ          પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ - કચ્છની અખબાર યાદી મુજબ એલએમવીના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝ  GJ-12-FC, GJ-12-DM, GJ-12-DS, GJ-12-EE, GJ-12-FA, GJ-12-FBનું  Re-Auction  શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૬/૦૨/૨૦૨૩, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે . ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૮/૦૨/૨૦૨૩, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓકશનની શરૂઆત તારીખ ૧૮/૦૨/૨૦૨૩, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૦/૦૨/૨૦૨૩, સમય સાંજે ૪ કલાક સુધી થશે.         સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર રૂ.૧૫૦૦૦ તથા અન્ય નંબરોના ફીના દર રૂ.૮૦૦૦ રહેશે. જાહેર કરેલા નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે નંબર મેળવી શકાશે.  પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવા http://parivahan.gov.in/fancy પર નોંધણી...

કોડિનાર “તાલુકા સ્વાગત” કાર્યક્રમમાં ૧૦ પ્રશ્નોનું હકારાત્મક નિકાલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ કોડિનાર તાલુકા કક્ષાનાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કોડિનાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.     ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું નિવારણ ન્યાયિક તેમજ અસરકારક તાલુકા મથકેથી જ કરવામાં આવે તે માટે તાલુકા કક્ષાએ " સ્વાગત ફરિયાદ" નિવારણ કાર્યક્રમ મુખ્યમંત્રી દ્વારા યોજવામાં આવે છે. જે અંતર્ગત કોડિનાર ખાતે કાર્યક્રમમાં વિવિધ  કુલ ૧૦ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.  ...

માધવપુરના મેળામાં ગીર સોમનાથ વાસીઓ થશે સહભાગી

Gujarat
યાત્રીકોના પરિવહનની  માટે જિલ્લા વહીવટી તંત્રએ કરી વ્યવસ્થા હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ આગામી તા.૩૦/૦૩/૨૦૨૩ થી તા.૦૩/૦૪/૨૦૨૩ દરમ્યાન માધવપુર ઘેડ ખાતે માધવપુરના મેળાનુ ભવ્ય આયોજન થનાર છે. જેમાં ખાસ કરીને ઉત્તર પૂર્વના લોકો અને મહાનુભાવો સામેલ થનાર છે. આ માધવપુર ઘેડ મહોત્સવ-૨૦૨૩ નિહાળવા માટે ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાંથી યાત્રિકોને લઈ જવા માટે ૭૦ બસની ફાળવણી કરવામાં આવી છે. આ મેળામાં ગીર સોમનાથ વાસીઓ પણ સહભાગી થનાર છે ત્યારે તેમના માટે પરિવહનની વ્યવસ્થા માટે વહીવટ તંત્રએ ૭૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમા વેરાવળ શહેરમાં -૧૫ બસ, વેરાવળ ગ્રામ્યમાથી ૧૫ બસ,કોડીનારથી- ૧૦ બસ,સુત્રાપાડાથી- ૧૦ બસ, તાલાલાથી -૧૦ બસ, ઉનાથી -૫ બસ, ગીર ગઢડામાંથી- ૫ બસની વ્યવસ્થા કરવામાં આવી છે....

માધવપુર મેળાની ઉજવણી દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાના મંદિરોને શણગારી અને ઉજવણી કરવામાં આવશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પોરબંદર જિલ્લાના માધવપુર (ઘેડ) ખાતે આગામી તા. ૩૦ માર્ચથી તા. ૦૩ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન યોજનાર મેળાની ઉજવણી દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાનાં આવેલા મંદિરો ને પણ શણગારી અને રોશની કરવામાં આવશે.           જેમા જિલ્લામાં ભાલકા તીર્થ અને ગોલોકધામ મંદિર-પ્રભાસ પાટણ,મુળદ્રારકા મંદિર- મુળદ્વારકા ,માધવરાયજી મંદિર-પ્રાંચી  અને તુલસીશ્યામ મંદિર-ગીરગઢડા આ મંદિરોને રંગીન રોશનીથી  સુશોભિત કરવામાં આવશે તેમજ  સ્થળે LED સ્કીન અને સાઉન્ડ સિસ્ટમ લગાવી  કાર્યક્રમનું જીવંત પ્રસારણ લોકો નિહાળી શકેશે....

ગીર-સોમનાથ જિલ્લાનું શિક્ષણક્ષેત્રે  ગૌરવ વધ્યુ

Gujarat
સરકારી મોડેલ સ્કુલ ઈણાજ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે દ્વિતિય સ્થાને વિજેતા થતા રૂ. ૩ લાખનું પ્રોત્સાહક ઇનામ મેળવ્યુ હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ  રાજ્યના પ્રત્યેક નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવવા અને સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો મૂળ આધાર શિક્ષણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યા છે. તેમજ વિકાસના માર્ગે રાહ ચિંધી છે તે સરાહનીય છે. રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની સ્પર્ધામાં રાજ્ય પસંદગી સમિતિની બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩માં શ્રી મોડેલ સ્કુલ, ઇણાજની રાજ્ય કક્ષાએ બીજા ક્રમે પસંદગી પામતા ગીર-સોમનાથ જિલ્લાનું ગૌરવ વધ્યુ છે.             રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાની સ્પર્ધામાં પ્રથમ જિલ્લા કક્ષાએ જિલ્લાની ત્રણ શાળાઓને પસંદ કરવામાં આવી છે અને શાળા દીઠ રૂ. ૧ લાખ  પુરષ્કાર પેટે આપવામાં આવે છે  અને  પછી જિલ્લામાં પ્રથમ નંબર...

વોર્ડ નં.૦૬માં માંડાડુંગરમાં સોમનાથ સોસાયટીમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો: આશરે ૬૧ લાભાર્થીઓએ લાભ લીધો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમા કામ કરતા તમામ કામદારો/શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટેનું રજિસ્ટ્રેશન કરાવી રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનું વિમા કવચ મેળવી શકે છે. આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા. ૨૩-૦૩-૨૦૨૩ના રોજ વોર્ડ નં.૦૬માં માંડાડુંગર વિસ્તારમાં સોમનાથ સોસાયટી વિસ્તારમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આશરે ૬૧થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાનું આયોજન ઈસ્ટ ઝોનમાં સીટી એન્જીનીયર પી. ડી. અઢીયાના માર્ગદર્શન દર્શન હેઠળ રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના સ્ટાફ તથા કોર્પોરેટરના સંકલનથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કોર્પોરેટરઓ તથા વોર્ડનાં અધિક મદદનીશ ઇજનેર એ...

તળાજાના પીઠલપુર માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાં અંતર્ગત કુદરતી મૃત્યુમાં પરિવાર ને રૂપિયા બે લાખ અર્પણ કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર તળાજાના પીથલપુર ગામે પ્રધાનમંત્રી શ્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ માં પરિવારને બેંક દ્વારા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તળાજાના પીથલપુર ગામે નગર પ્લોટ વિસ્તાર માં રહેતા ભરવાડ ભોપાભાઈ ચકુરભાઈ નું કુદરતી મૃત્યુ થયુ હતું. જેમાં ભોપાભાઇ ને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. બેંક મિત્ર મહેશભાઈ ઢાપા પાસે તેમને પ્રધાનમંત્રીને જીવન જ્યોતિ વીમો કરાવેલ હતો આથી ભરવાડ ભોપાભાઈ ચકુરભાઈને કુદરતી મૃત્યુના કિસ્સામાં બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ભોપાભાઈએ પ્રીમિયમ 342 PMJJY પ્રધાન મંત્રી જીવન જ્યોતિ યોજના નું ભરેલ હતું આ પ્રીમિયમ આખા વર્ષ નું પ્રીમિયમ 436 છે તેમના પત્ની વારસદાર ભરવાડ હકુબેન ભોપાભાઇ ના એકાઉન્ટ માં વીમા ની રકમ જમાં થઈ ગઈ છે એસ બી આઇ બેંક પીથલપુરના બ્રાન્ચ મેનેજર સિધ્ધાર્થ સાગર અને જતીનભાઈ દવે દ્વારા લોકોને અનુરોધ કરવામ...

ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડીઓમાં શ્રી ધાન્ય નું વાવેતર કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા માં તા. ૨૧ માર્ચના રોજ ભાવનગર જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા જિલ્લાની આંગણવાડીઓમાં શ્રી ધાન્ય નું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોને તથા તેમના વાલીઓને શ્રી ધાન્ય અંગેના ફાયદા સમજાવીને (શ્રી ધાન્ય) મિલેટથી બનતી વાનગીઓ અંગે માતાઓને સમજ આપવામાં આવી હતી. પોષણ પખવાડિયા ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લાની આંગણવાડી કેન્દ્ર મા બાળકો દ્વારા તેમજ આંગણવાડી વર્કર હેલ્પર દ્વારા આંગણવાડી કેન્દ્ર મા શ્રી ધાન્ય નુ વાવેતર કરવામાં આવ્યું અને શ્રી ધાન્ય આપણા રોજિંદા આહારમાં લેવા જોઈએ અને જાડા ધાન્ય માથી શુ શુ બનાવી શકાય એ માહીતી લાભાર્થી વાલીઓ ને આપવામા આવી હતી. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી...

તા. ૨૨-૦૩-૨૦૨૩ ના રોજ કમોસમી વરસાદના લીધે શહેરમાં કુલ ૩ જગ્યાએ વૃક્ષ પડી ગયેલ

Gujarat
ગાર્ડન શાખા દ્વારા પડી ગયેલ વૃક્ષનો તાત્કાલિક ધોરણે નિકાલ કરેલ હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ કુદરતી રીતે ભારે પવન તથા જમીનની ગરમીના કારણે વૃક્ષના મૂળ સુકાઇ જવાથી આકસ્મિક રીતે વૃક્ષ પડી જવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તા. ૨૨-૦૩-૨૦૨૩ ના રોજ કમોસમી વરસાદના લીધે શહેરમાં કુલ ૩ જગ્યાએ વૃક્ષ પડી જવાની ઘટના બની હતી જેની રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા તુરંત જ પડી ગયેલ વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આકસ્મિક રીતે (કુદરતી કારણસર) પડેલ વૃક્ષની વિગત ક્રમ સ્થળની વિગત વૃક્ષની જાત ૦૧ રામેશ્વર પાર્ક, રામેશ્વર હોલની બાજુમાં ગુલમહોરનું વૃક્ષ કુદરતી રીતે ધરાશાયી થયેલ. સદનસીબે કોઇ જાનહાનિ થયેલ નથી. અને બગીચા શાખાએ આ વૃક્ષ તુરંત દૂર કરેલ છે. (વોર્ડ નં ૧) ગુલમહોરનું વૃક્ષ ૦૨ જનતા જનાર્દન સોસાયટી, રેસકોર્સ રીંગ રોડ પર વૃક્ષ કુદરતી રીતે ધરાશાયી થયેલ. બગીચા શા...

ભરૂચ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલની ઉપસ્થિતમાં નારી સંમેલન યોજાયુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ               ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા આઈ. સી. ડી. એસ દ્વારા રોટરી ક્લબ હોલ ખાતે નારી સંમેલન-૨૦૨૩ યોજવામા આવ્યું હતું. મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવા માટે નારી સંમેલન કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો. આ પ્રંસગે કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી અલ્પાબેન પટેલે જણાવ્યુ હતુ કે, ભરૂચ જિલ્લાની મહિલાઓ પ્રધાનમંત્રી નરેનદ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણની જે સંકલ્પના સેવી છે તેને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે મહિલાઓ માટે કેન્દ્ર તથારાજ્ય સરકારે જે નારી સશક્તિકરણ માટે જે યોજનાઓ બહાર પાડી છે તેનો લાભ લેવાની હિમાયત કરી હતી. વધુમાં તેમણે ગ્રામ્ય કક્ષાની બહેનોમાં જાગૃતી ફેલાવા માટે પણ આહવાન કર્યું હતુ. તેમણે વ્હાલી દીકરી યોજના અંગેની સમજ આપી આ યોજનાનો લાભ લેવા જણાવ્યુ હ...