હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૯/૦૨/૨૦૨૩ થી ૧૨/૦૨/૨૦૨૩ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ ૧૪ રેકડી તે રૈયા રામાપીર ચોકડી પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી અન્ય ૨૫ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી જે ગરૂડ ગરબી ચોક,રામનાથ પરા પુલ,પરા બજાર રૈયા નાકા, નાના મૌવા,રૈયા ચોકડી,પારેવેડી ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૦૫ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તે નંદનવન(રાણી ચોક),મોચીબજાર પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.૪૧,૫૦૦/-વહીવટી કેસરી પુલ,વાણીયાવાડી મેઈન રોડ,ગોંડલ રોડ,કુંડલીયા કોલેજ રોડ,પંચાયત ચોક,કુવાડવા મેઈન રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, અને ૮૯ બોર્ડ-બેનર તે પેડક રોડ,સંતકબીર રોડ પરથી જપ્ત કરવામા આવ્યા હતા.
