Monday, September 7News That Matters

Gujarat

જિલ્‍લા /પેટા તિજોરી કચેરીઓ સહિત એસબીઆઇની સહિતની બેન્‍કીંગ શાખાઓ  તા.૩૧ માર્ચના  સાંજે ૬.૧૦ વાગ્‍યા પછી પણ લેવડ દેવડનું કામકાજ ચાલુ રાખવાનું રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         જિલ્‍લા કલેકટર દિલીપ રાણાએ એક આદેશ દ્વારા તા.૩૧/૦૩/૨૦૨૩, શુક્રવારના રોજ જિલ્લા તિજોરી કચેરી, ભુજ અને તેને સંલગ્ન પેટા તિજોરી કચેરીઓ સરકારી લેવડ-દેવડના કામકાજ અર્થે સાંજે ૬.૧૦ સુધી અને ૬.૧૦ પછી પણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે  નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ની સમાપ્‍તિને કારણે કામગીરીના ભારણ અને તિજોરી કચેરી દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં અનુદાનોના વિનિયોગની ચૂકવણીની સરળતા તેમજ સરકારી બીલો/ચેક્સ ઇત્યાદી દ્વારા ખર્ચલક્ષી કામગીરીની સરળતા માટે જીટીઆર-૨૦૦૦ના નિયમ ૩૦૫ અને તા.૧૭/૪/૧૯૯૮ના ઠરાવ અન્‍વયે આદેશ કરવામાં આવ્યો છે.   સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની (ભુજ, માંડવી, મુંદરા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા, નલીયા, દયાપર  શાખાઓ)  અને બેંક ઓફ બરોડા રાપર સહિત સરકારી બીલ્સ/ચેક્સની લેવડ-દેવડ કરતી અનેક બેંકીંગ ટ્રેઝરી/સબ ટ્રેઝરી બીલ્સ/ચેક્સની લેવડ-દેવડ ચાલુ ર...

ગીર સોમનાથમાં સીનીયર સિટિઝન બહેનો માટે યોજાઈ જિલ્લાકક્ષાની રમતગમત સ્પર્ધા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઇ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરીવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તક જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ કચેરી દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કક્ષા સીનીયર સિટીઝન બહેનો (60 વર્ષથી ઉપર) માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા તાજેતરમાં સરસ્વતી વિદ્યાલય, વેરાવળ ખાતે યોગાસન અને ચેસ સ્પર્ધા અને સોમનાથ ડી.એલ.એસ.એસ. સ્કુલ, કોડીનાર ખાતે એથ્લેટીક્સ અને રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ખેલો ઈન્ડિયા’ અંતર્ગત યોજાયેલ રમતોત્સવમાં જિલ્લામાંથી એથ્લેટીક્સમાં ૪૨, રસ્સાખેંચમાં ૩૨, યોગાસનમાં ૨૬, અને ચેસમાં ૮ બહેનો એમ કુલ ૧૦૮ બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતા બહેનો આગામી દિવ...

ઉના તાલુકા “સ્વાગત” કાર્યક્રમમાં ૧૬ પ્રશ્નોનો નિકાલ કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     ઉના તાલુકા કક્ષાનાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉના ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.     ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું નિવારણ ન્યાયિક તેમજ અસરકારક તાલુકા મથકેથી જ કરવામાં આવે તે માટે તાલુકા કક્ષાએ " સ્વાગત ફરિયાદ" નિવારણ કાર્યક્રમ મુખ્યમંત્રી દ્વારા યોજવામાં આવે છે. જે અંતર્ગત ઉના ખાતે કાર્યક્રમમાં વિવિધ  કુલ ૧૬ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો....

ધોરણ ૬થી ૧૨ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટે યોજાશે રાજ્યસ્તરની કોમન પ્રવેશ પરીક્ષા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ  ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુસર જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શ્યિલ સ્કૂલ, જ્ઞાનસેતુ ડે સ્કૂલ તેમજ રક્ષાશક્તિ સ્કૂલ્સ તેમજ મોડેલ સ્કૂલ્સમાં ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ.૬માં પ્રવેશ માટે રાજ્યસ્તરની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું આયોજન છે.             જેમાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧થી ૫નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ ૫નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે અને તેમજ સ્વનિર્ભર/ખાનગી શાળાઓમાં ધોરણ-૫નો અભ્યાસ કરનાર ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ્સ તેમજ મોડલ સ્કૂલ્સના ધોરણ-૬ માટે પ્રવેશ પરીક્ષા આપી શકશે જેમાં મેરિટ આધારિત ધોરણ-૬માં પ્રવેશ મળશે. આ પરીક્ષા માટે ઓનલાઈ...

વેરાવળના ભીડીયામાં દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે સેમીનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ વેરાવળના ભિડીયામાં દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં આવેલ ભીડીયા વિસ્તારની સરકારી કન્યા શાળામાં દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ સેમીનારમાં સખી વન સ્ટોપ સેન્ટર અને મહિલા સહાયતા કેન્દ્રની ટીમ સહભાગી થવાની સાથે દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત મહિલાઓને સંકટ સમયમાં કઈ રીતે સલામતી અને સુરક્ષા મળી રહે તે અંગે સમજણ આપી પોતાના વિભાગ તેમજ મહિલાલક્ષી યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સેમીનારમાં નગરસેવક ચંદ્રિકાબેન સિકોતરીયા, દિપીકાબેન કોટીયા, મહિલા સહાયતા કેન્દ્રના રશીલાબેન કરગથિયા, શાળાના આચાર્ય લાલવાણી અને ૩૦૦ વધુ દિકરીઓ સહભાગી થઈ હતી...

સુરત સ્મિમેર હોસ્પિટલ અને ડાયમંડ કંપનીઓ દ્વારા શહીદ દિવસ’ નિમિત્તે શહીદોને રક્તદાનરૂપી શ્રદ્ધાંજલિ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત              માં ભોમને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની પૂણ્યતિથિએ આજે ૨૩મી માર્ચે દેશમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમની ક્રાંતિ અને ઉત્સાહ આજે પણ સૌના માટે પ્રેરણાસ્ત્રોત છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્ક તથા ડાયમંડ કંપનીઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરીને ૩૫૦ યુનિટ રકત એકત્ર કરીને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તમામ યુનિટ રક્ત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એનાયત કરાયું હતું. સુરત શહેરના વરાછા વિસ્તારની માતાવાડી સ્થિત નિલ માધવ ઈમ્પેક્ષ ખાતે સવારથી જ રત્નલાકારોએ રકત આપવા માટે લાઇનો લગાવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં રક્તની માંગને પહોંચી વળવા સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી નિલમાધવ ઈમ્પેક્ષ સહિત ઓમકાર ઈમ્પેક્ષ, સહયોગ ડાયમંડ,...

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ સાથે CSR અંગે બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત                 સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધાઓમા વધારો થાય તેમજ સીએસઆર ફંડનો જાહેર આરોગ્ય માટે યોગ્ય ઉપયોગ તે માટે ગુજરાત સીએસઆર ઓથોરિટીના ઉપક્રમે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવાસદન ખાતે આયોજિત બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, ઉદ્યોગગૃહો જાહેર આરોગ્ય સેવાને બહેતર બનાવવા સમાજસેવામાં ઉત્તરોત્તર સહયોગ આપે તે આવશ્યક છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૩થી કંપનીઓ માટે CSR-કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફરજિયાત કરવામાં આવી છે. જેમાં કંપનીઓ ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં પોતાની આવકનો, પોતાના નફાનો એક નાનકડો હિસ્સો સમાજસેવા દ્વારા પરત આપે છે. CSR હેઠળ સુરત શહેર-જિલ્લામાં પાયાની અને માળખાગત સુવિધાઓ, આરોગ્ય સગવડો ઊભી કરી કંપનીઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહી છે જે આવકાર્ય છે, ત્યારે ખાસ કરીને કંપનીઓ CSR...

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની મદદથી સુરતના પાસોદરાની જન્મથી મૂકબધિર બે વર્ષની દિકરી પંથી પોશિયાનું ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’નું સફળ ઓપરેશન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત            રસ્તા ઉપર અકસ્માતમાં ઈજાગ્રસ્તોને પોતાનો કાફલો રોકી તુરંત હોસ્પિટલ પહોંચાડવા, સરકારી શાળાઓના ગંદા બાથરૂમ-ટોઈલેટને જાતે જ સાફ કરવા કે પછી શાળાના બાળકો સ્વચ્છતાની ટેવ કેળવે એ માટે તેમના વધેલા નખ કાપવા જેવા કાર્યોથી આમ જનતામાં લોકપ્રિય બનેલા યુવા શિક્ષણ રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરિયાની સંવેદનશીલતાનો પરિચય ફરી એક વાર સામાન્ય નાગરિકોને થયો છે. મંત્રીની મદદથી સુરતના પાસોદરાની ૨ વર્ષની નાનકડી પંથી પોશિયાનું ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’નું સફળ ઓપરેશન થયું છે. કામરેજના પાસોદરામાં રહેતા મનિષભાઈ પોસિયાની ૨ વર્ષીય પુત્રી પંથી જન્મથી મૂકબધિર અને શારિરીક દિવ્યાંગતા હોવાથી તેનું ઓપરેશન કરાવવું આવશ્યક હતું. આ પરિવારે પ્રાઇવેટ હોસ્પિટલમાં તપાસ કરાવતા આશરે ૧૦ થી ૧૨ લાખ જેટલો ખર્ચ થતો હોવાનું માલૂમ પડ્યું હતું. જે મધ્યમવર્ગીય પોશિયા પરિવારને આર્...

નર્મદા જિલ્લાને ટીબી મુક્ત બનાવવા “Yes We Can End TB”ના સંકલ્પ સાથે “વિશ્વ ક્ષય દિવસ”ની કરાયેલી ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા                રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત આજરોજ જિલ્લા ક્ષય કેન્દ્ર રાજપીપલા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં "વિશ્વ ક્ષય દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી. “Yes We Can End TB”ની થીમ સાથે યોજાયેલા આ કાર્યક્રમને જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે ખુલ્લો મૂકાયા બાદ સ્વામી નારાયણ ગુરૂકૂળ નર્સિંગ કોલેજ-એકતાનગરના તાલીમાર્થીઓએ ક્ષયના રોગ, લક્ષણો અને તેના નિદાન વિશે જાણકારી આપતું અને ટીબી જેવા રોગોને લઈને લોકોમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ-અંધશ્રદ્ધાને દૂર કરવાનો સંદેશો પાઠવતું નાટક પ્રસ્તુત કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમને ખૂલ્લો મુકતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૨૫માં "ટીબી મુક્ત ભારત"ના આહવાનને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે ...

ધનંજય પેરેડાઈઝ એપાર્ટમેન્ટનાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજી તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ             રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૩/૦૩/૨૦૨૩ નાં રોજ ધનંજય પેરેડાઈઝ એપાર્ટમેન્ટ, મવડી બાય પાસ, રામધણ ગૌ શાળા પાસે, રાજકોટ ખાતે ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે. ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન ધનંજય પેરેડાઈઝ એપાર્ટમે...