રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ તેમજ સ્નાનાગારમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા.૩૧/૦૩/૨૦૨૩નાં રોજથી શરૂ
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, રેસકોર્ષ જીમ, નાના મવા મલ્ટિ એક્ટીવિટી સેન્ટર લેડિઝ જીમ, શેઠ હાઇસ્કુલ જીમ, હૈદરી ચોક સ્થિત જીમ તથા શ્રી સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડ, શ્રી લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્ષ, શ્રી સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા સ્નાનાગાર શિખાઉ તથા જાણકાર સભ્યોનાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા.૩૧/૦૩/૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી શરૂ કરવામાં આવનાર છે.
ઉપરોક્ત તમામ રમતગમત તથા સ્નાનાગારની સુવિધાઓનુ માસિક, ત્રીમાસિક, છ માસિક તથા વાર્ષિક મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન તા.૩૧/૦૩/૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી www.rmc.gov.in પરથી ઓનલાઇન તથા રાજકોટ મહાનગ...
