Tuesday, September 8News That Matters

Gujarat

કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે દર્શન-પૂજન કરી ધજા ચડાવી સોમનાથ મહાદેવના આશિષ પ્રાપ્ત કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિઓના મિલનરૂપી સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં સહભાગી થવા કેન્દ્રિય સંસદીય બાબતો અને સંસ્કૃતિ મંત્રી અર્જુનરામ મેઘવાલ આજે ગીર સોમનાથ જિલ્લાના મહેમાન બન્યા છે. કેન્દ્રિય મંત્રીએ સૌપ્રથમ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ તેમણે વિધિવત ભગવાનની સોમેશ્વર મહાપૂજા તથા ધ્વજ પૂજા કરી સોમનાથ મહાદેવના આશિષ મેળવ્યા હતા. તેમની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ પ્રવાસનમંત્રી શ્રીમુળુભાઈ બેરા તથા સાંસદ રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પણ પૂજન વિધિમાં સામેલ થયા હતા. મહાપુજા બાદ મહાનુભાવોએ ધજા ચડાવીને શિખર પર ધજાને વંદન કર્યા હતા....

સૌરાષ્ટ્રીયન તમિલોનું વેરાવળ રેલ્વે સ્ટેશને ઢોલનગારા સાથે ઉત્સાહપૂર્ણ સ્વાગત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને અનુલક્ષીને મદુરાઈથી સોમનાથ જતી ટ્રેનમાં આજે ૩૦૦થી વધારે તમિલ બંધુઓ-ભગિનીઓ વેરાવળ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓની સાથે ટ્રેનમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની પણ આવી પહોંચ્યા હતાં. કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવોએ તમિલ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. "આપણા મલકના માયાળુ માનવી, માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન" જેવા શરણાઈના શૂરો સાથે તમિલ બંધુઓને આવકારવામાં આવ્યા હતાં. ત્યારબાદ યાત્રિકોનું ફૂલ હાર અને ઢોલ નગારાનાં તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિલ યાત્રિકો પણ પણ ઢોલ નગારાના નાદે નાચી ઊઠ્યા હતા અને સમગ્ર પ્લેટફોર્મ પરઉત્સવમય વાતાવર...

કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ, મંત્રી ઋષિકેશભાઇ પટેલ, મંત્રી મુળુભાઈ બેરા, મંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં તમિલ લોકો સાથે વાર્તાલાપ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત આજે ખાસ તમિલનાડુથી આવેલ લોકો માટે પથિકા મેદાન ઓડિટોરિયમ ખાતે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં કેન્દ્રીય સંસદીય બાબતો અને સંસ્કૃતિ મંત્રી અર્જુન રામ મેઘવાલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વણક્કમ કહી કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે ઉપસ્થિત તમિલ બાંધવો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, અહીં પધારેલા દરેક તમિલ બાંધવો અમારા માટે વીઆઈપી છે. તમે અમારી સમક્ષ રામનાથપુરી જિલ્લામાં પરમકુડી ખાતે યુનિવર્સિટીના નિર્માણ માટે માગણી કરી એનો મતલબ એ થયો કે તમને ભણતરમાં રસ છે, જે પ્રશંસનીય બાબત છે. મેં શિવગંગા સહિત આસપાસના વિસ્તારની મુલાકાત લીધી છે જેથી હું આપની આ લાગણી સમજુ છું અને કેન્દ્ર સરકારન...

સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની પ્રદર્શનીમાં પ્રાચીન લખાણ અંગે રસપ્રદ વિગતો મેળવી રહ્યા છે પ્રવાસીઓ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ             ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો કઈ રીતે લખાયા હશે? ઝાડની છાલ માંથી ભોજપત્ર કઈ રીતે બનતા હતા? એવી કઈ શાહી વપરાતી હતી કે 1000 વર્ષ સુધી લખાણ નષ્ટ થતું ન હતું? આ બધી રસપ્રદ માહિતી સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત સોમનાથ મંદિર નજીક બનાવાયેલા પ્રદર્શનની ડોમ કાર્યક્રમના સ્થળે પ્રવાસીઓ મેળવી રહ્યા છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત વિવિધ યુનિવર્સિટી ની પ્રદર્શની આયોજિત કરવામાં આવી છે. ગઈકાલે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ યુનિવર્સિટીના વિવિધ સ્ટોલ ની મુલાકાત લીધી હતી.  જેમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાચીન સાહિત્યના લખાણ અને કઈ રીતે પ્રાચીન સમયમાં સાહિત્ય લખાતું હતું તેમજ યજ્ઞ ની વિવિધ ચીજ વસ્તુઓ કઈ રીતે બનાવવાતી હતી તે તમામ ચીજ વસ્તુઓના તમિલ- અંગ્રેજી- હ...
બોડેલી અને છોટાઉદેપુરમાં બાળમજુરી કરાવતા લોકોને ત્યાં ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા રેડ કરવામાં આવી

બોડેલી અને છોટાઉદેપુરમાં બાળમજુરી કરાવતા લોકોને ત્યાં ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા રેડ કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર છોટાઉદેપુર જીલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા તા.૧૮-૦૪-૨૦૨૩ના રોજ બોડેલી અને છોટાઉદેપુર ખાતે રેડનું આયોજન કરવામાં આવેલ હતું. આવી તપાસ-રેડ દરમ્યાન ૧ બાળ મજુરને મુક્ત કરાવવામાં આવ્યું છે. બોડેલી તાલુકા ખાતે રેડ કરતાં જલારામ નાસ્તા હાઉસ નામની દુકાનમાં ૧ બાળ શ્રમિક પાસે કામ કરાવી રહી હતી. જે અનુસંધાને ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પૂછપરછ કરતાં તથા બાળકના ઉંમર વિષયક પુરાવા ધ્યાને લેતા, તે શ્રમિક બાળ મજૂર હોવાનું જણાઈ આવેલ હતું. આથી તે બાળકને બાળ મજુરીમાંથી મુક્ત કરી બાળ સંરક્ષણ ગૃહ છોટાઉદેપુર ખાતે સોપવામાં આવેલ છે, આ સમગ્ર કામગીરીમાં છોટાઉદેપુર જિલ્લાના સરકારી શ્રમ અધિકારીશ્રી મહેન્દ્રસિંહ એ. જાડેજા, નગરપાલિકા છોટાઉદેપુર તરફથી વિજયભાઈ એન નાયકા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરફથી ...

બાંધકામ સાઇટના શ્રમિકોનું હેલ્થ ચેકઅપ અને કાયદાકીય માહિતી આપતો સેમીનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત સંયુકત નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, રાજકોટ રીજીયન દ્વારા અંબિકા ટાઉનશીપમાં આવેલ "હરિદ્વાર હેબિટેટ"ની બાંધકામ સાઇટ ખાતે સેફ્ટી એન્ડ હેલ્થ વિષયક સેમિનાર યોજાયો હતો. જેમાં સલામતી અંગેની વિવિધ કાયદાકીય જોગવાઇઓની સમજ આપવામાં આવી હતી અને બાંધકામ સ્થળે સુરક્ષિત રીતે કામગીરી કરવા સંબધિત કાર્યપ્રણાલીની માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ મેનેજર વિપુલભાઈ જાની દ્વારા બાંધકામ શ્રમયોગીઓને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. તેમજ ધનવંતરી રથ દ્વારા બાંધકામ શ્રમયોગીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ તકે બાંધકામ નિરીક્ષક જી.એ.મકવાણા તથા બાંધકામ સાઈટના બિલ્ડર કોન્ટ્રાક્ટર ઉપસ્થિત રહ્યા હતા, તેમ શ...

પાલીતાણા શહેરમાં અખાત્રીજ મેળાને અનુલક્ષીને પ્લાસ્ટીકની કોથળીઓ તથા ગુટકાનાં વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર પાલીતાણા શહેરમાં આગામી તા.૨૨/૦૪/૨૦૨૩ તથા તા.૨૩/૦૪/૨૦૨૩ નાં રોજ અખાત્રીજનો જૈન સમાજનો મેળો યોજાનાર છે અને તેમાં પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર વગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોવાથી કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજોનું વેચાણ થાય છે. જેમાં પ્લાસ્ટીકની કોથળીઓ, પાણીના પાઉંચ, બોટલો, તમાકુ, પાન મસાલા ગુટકા જેવી ઘણી ચીજવસ્તુઓનું વેચાણ તથા ઉપયોગ થાય છે. જેનાથી જાહેર આરોગ્ય ઉપર વિપરીત અસર થતી હોય તેનું નિયમન કરવું જરૂરી જણાતાં ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૩૩(૧)(બી) અન્વયે સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા આ અખાત્રીજનો જૈન સમાજના મેળા ગીરીરાજ ડુંગર ઉપરના વિસ્તારમાં તા.૨૨/૦૪/૨૦૨૩ તથા તા.૨૩/૦૪/૨૦૨૩ દિન-ર દરમ્યાન કોઈએ કચરો નાંખવો નહી, પાણીનાં પાઉચ, દુધના પાઉચ, બોટલો, ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની ખાલી કોથળીઓ ...

અખાત્રીજ મેળાને અનુલક્ષીને પાલીતાણા ટાઉનનાં રસ્તાઓને એક માર્ગીય જાહેર કરતું જાહેરનામું બહાર પડાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર પાલીતાણા શહેરમાં આગામી તા.૨૨/૦૪/૨૦૨૩ તથા તા.૨૩/૦૪/૨૦૨૩ નાં રોજ અખાત્રીજનો જૈન સમાજનો મેળો યોજાનાર હોય, જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ અકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન કરવાનું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧)(બી) અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા શહેરમાં રસ્તાઓને તા.૨૨/૦૪/૨૦૨૩ તથા તા.૨૩/૦૪/૨૦૨૩ સુધી એકમાર્ગીય રસ્તો જાહેર કરેલ છે. જેમાં ભાવનગર થી પાલીતાણા, ગારીયાધાર, ઘેટી, આદપુર તરફ જતા ભારે વાહનોને ભાવનગર રોડ રેલ્વે કોસીંગથી જમણી બાજુ જતાં બાય પાસ રોડ થઈ સરદારનગર ચોકડી થઈ ગારીયાધાર રોડ, ત્રણ રસ્તા થઈ સિંધી કેમ્પ મહાવીર પેટ્રોલ પંપ થઈને છેલ્લા ચકલા પાલીતાણા હાઈસ્કુલ પાકીંગ મેદાન સુધી, પાલીતાણા શહેરમાં પ્રવેશતા વાહનો માટે પાલીતાણા ભૈરવનાથ ચોકથી મહાવીર પેટ્રોલપંપ મા...

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજીત પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર          રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II) ૨૦૨૨-૨૩ ભાવનગર જિલ્લામાં આગામી તા.૨૩/૦૪/૨૦૨૩ નાં રોજ બપોરના ૦૩:૦૦ થી ૦૫:૦૦ કલાક સુધી લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટ...
ભાવનગરમાં તા. ૨૪ એપ્રિલના રોજ કલેકટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં “સ્વાગત સપ્તાહ” ની ઉજવણી કરાશે

ભાવનગરમાં તા. ૨૪ એપ્રિલના રોજ કલેકટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં “સ્વાગત સપ્તાહ” ની ઉજવણી કરાશે

Gujarat
હિન્દ ટીવી- ગુજરાતી, ભાવનગર રાજય સરકાર ના આદેશ અનુસાર સ્વાગત કાર્યક્રમને વીસ વર્ષ પુર્ણ થતા હોઇ “સ્વાગત સપ્તાહ" ની ઉજવણી કરવાની થતી હોય આબાબતે તા. ૨૪/૦૪/૨૦૨૩ ને સોમવાર ના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી,  વિધાનગર, બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે માન.મુખ્યમંત્રી નો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નો ના નિકાલ કરવા માટે કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે. ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારઓ પાસે થી તા. ૧૭/૦૪/૨૦૨૩ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નો ની આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ના મથાળા નીચે સીટીમામલતદાર, ભાવનગર ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમ માં ગત તાલુકા ફરિયાદ નિવારણા કાર્યક્રમમાં અનિણીત રહેલ અરજદારો તથા સંબંધીત વિભ...