Monday, February 16News That Matters

ભાવનગરમાં તા. ૨૪ એપ્રિલના રોજ કલેકટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં “સ્વાગત સપ્તાહ” ની ઉજવણી કરાશે

હિન્દ ટીવી- ગુજરાતી, ભાવનગર

રાજય સરકાર ના આદેશ અનુસાર સ્વાગત કાર્યક્રમને વીસ વર્ષ પુર્ણ થતા હોઇ “સ્વાગત સપ્તાહ” ની ઉજવણી કરવાની થતી હોય આબાબતે તા. ૨૪/૦૪/૨૦૨૩ ને સોમવાર ના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી,  વિધાનગર, બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે માન.મુખ્યમંત્રી નો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નો ના નિકાલ કરવા માટે કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે.

ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારઓ પાસે થી તા. ૧૭/૦૪/૨૦૨૩ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નો ની આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ના મથાળા નીચે સીટીમામલતદાર, ભાવનગર ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમ માં ગત તાલુકા ફરિયાદ નિવારણા કાર્યક્રમમાં અનિણીત રહેલ અરજદારો તથા સંબંધીત વિભાગોએ જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે એ આ કાર્યક્રમ માં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. સામુહીક રજુઆત કરી શકાશે નહી તેમ સીટી મામલતદાર ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *