Monday, February 16News That Matters

સૌરાષ્ટ્રીયન તમિલોનું વેરાવળ રેલ્વે સ્ટેશને ઢોલનગારા સાથે ઉત્સાહપૂર્ણ સ્વાગત

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

        સોમનાથ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને અનુલક્ષીને મદુરાઈથી સોમનાથ જતી ટ્રેનમાં આજે ૩૦૦થી વધારે તમિલ બંધુઓ-ભગિનીઓ વેરાવળ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓની સાથે ટ્રેનમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની પણ આવી પહોંચ્યા હતાં. કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલવન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરામહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવોએ તમિલ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આપણા મલકના માયાળુ માનવીમાયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન” જેવા શરણાઈના શૂરો સાથે તમિલ બંધુઓને આવકારવામાં આવ્યા હતાં. ત્યારબાદ યાત્રિકોનું ફૂલ હાર અને ઢોલ નગારાનાં તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. તમિલ યાત્રિકો પણ પણ ઢોલ નગારાના નાદે નાચી ઊઠ્યા હતા અને સમગ્ર પ્લેટફોર્મ પરઉત્સવમય વાતાવરણ સર્જાઈ ગયું હતું. 

ચેન્નઈથી આવેલા જયંતીજીએ જણાવ્યુ હતુ કેવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાશી-તમિલ સંગમના આયોજનથી કાશી અને તમિલ વચ્ચેના સંબંધો મજબૂત કર્યા તેવી જ રીતે સૌરાષ્ટ્ર તમિલ સંગમથી સૌરાષ્ટ્ર અને તમિલનાડુના લોકોને પોતાની પૈતૃક ભૂમિ સાથે જોડવાનું ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. અમારી આ સમગ્ર મુસાફરી એ.સી.કોચમાં સાથે જમવા-રહેવા સહિતની બીજી ઘણી બધી સુવિધાઓ કરવામાં આવી છે એ માટે અમે મોદી સાહેબના ખૂબ જ આભારી છીએ.

આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમાતાલાળા ધારાસભ્ય ભગવાનભાઈ બારડકોડીનાર ધારાસભ્ય પ્રદ્યુમન વાજાજિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાજિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેજિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિત પદાધિકારીઓ/ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *