ગીર સોમનાથ જિલ્લાના બોરના માલીકોને જરૂરી તકેદારીના પગલા લેવા સુચના
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ
રાજયમાં ભૂગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો દ્વારા પાણીના બોર બનાવવામાં આવે છે અને આવા બોર નકામા બનતા તે બોર પ્રત્યે બોરના માલીક દ્વારા પુરતી કાળજી નહી લેવામાં આવતા અને બોર ખુલ્લાં મુકી દેવાના કારણે નાના બાળકો તેમાં પડી જતા મૃત્યુ પામવાના બનાવો બને છે. આથી આવી ગંભીર ઘટનાઓ નિવારવા તેમજ તકેદારીના પગલા લઈ શકાય તે માટે ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
આ જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સબંધિત વિભાગની મંજુરી મેળવી તે અંગેની ખાતરી જમીન માલીક, બોરવેલ માલીક તથા બોર બનાવનાર એજન્સીએ સબંધિત પોલીસ અધિકારીને કરાવવાની રહેશે.તેમજ બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાનિ થાય નહી અથવા બોરવેલમાં કોઈ બાળક, અન્ય વ્યકિત કે જાનવર પડીન જાય તેમજ કોઈપણ પ્રકારનો અકસ્માત ન સર્જાય તે...
