Tuesday, February 17News That Matters

શ્રી પરવડી બ્રાન્ચ શાળા પરિવાર દ્વારા શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી શાળા ગૌરવ સન્માન થી સન્માનિત કરાયા

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

ગારિયાધાર તાલુકાની શ્રી પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષકશ્રી પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ને શાળા તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ અને સરાહનીય કામગીરી કરવા બદલ વિશ્વ વંદનીય પ.પુ.મોરારીબાપુ ના વરદહસ્તે તલગાજરડા ખાતે ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ હતા આવા ઉચ્ચ અને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થઈને પરેશકુમાર હિરાણીએ સમગ્ર શાળા પરિવાર, પરવડી ગામ, ગારિયાધાર તાલુકા અને ભાવનગર જિલ્લાનુ ગૌરવ વધારેલ છે. ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી શિક્ષક તથા ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ થી પણ પરેશકુમાર હિરાણી સન્માનિત થઈ ચુક્યા છે. ત્યારે પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક કલ્પેશભાઈ ચુડાસમા અને મનોજભાઈ લિયા તથા શાળા પરિવાર દ્વારા આજે પરેશકુમાર હિરાણી ને શાળા ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા હતા. શાળાના બાળકોએ પણ શાળાના મદદનીશ શિક્ષક ને સન્માનિત કરાતા ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *