વેરાવળની કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી દ્વારા એક્રેડીટેશન મળ્યું
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર-સોમનાથ
ગુજરાત રાજ્યની કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર હેઠળની કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, વેરાવળ ખાતે ચાલતા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (આઈ.સી.એ.આર.), નવી દિલ્હીના તેમજ યુનિવર્સિટીના નિયમો મુજબ ચલાવવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા તથા મહાવિદ્યાલયની અભ્યાસની તમામ પ્રવૃત્તિઓનું અવલોકન કરવા માટેભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ICAR, નવી દિલ્હીનીટીમ તારીખ ૨૩ થી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમ્યાન એક્રેડીટેશન માટે કોલેજ ની મુલાકાતે આવેલ હતી. જે અંતર્ગત ફિશરીઝ કોલેજ, વેરાવળને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હીનું આગામી પાંચ વર્ષો માટે એક્રેડીટેશન મળ્યું છે.
આ એક્રેડીટેશન મળવાથી ફિશરીઝ કોલેજ, વેરાવળ એ ભારતની અગ્રગણ્ય નામાંકિત કોલેજોની હરોળમાં સ્થાન પામેલ છે અને આઈ.સી.એ.આર., નવી દિલ્હીદ્વારા આ કોલેજને દર વર્ષે નિયમિતરૂપે ડેવલપમેન્ટ ગ્રાન...
