Tuesday, February 17News That Matters

ફરિયાદકા ખાતે યોજાયેલ આયુષ મેળામાં આરોગ્યતંત્રની કામગીરીને બિરદાવતા જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

ભાવનગર જિલ્લાના ફરીયાદકા ખાતે તા ૧૮ માર્ચ ના રોજ આયુષ મેળો યોજાયો હતો. આ આયુષ મેળામાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલે સમગ્ર આરોગ્યતંત્ર દ્વારા કોરોના કાળમાં કરેલ કામગીરીને બિરદાવી હતી. તેમને આર્યુવેદિક વિભાગ, તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, દરેક સબ સેન્ટર નાં તમામ કર્મચારી એ જીવના જોખમે કાર્ય કર્યું તેની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે આરોગ્ય સમિતિ ચેરમેન વિક્રમ ભાઇ ડાભી દ્વારા યોગ આર્યુવેદના ફાયદાની સમજણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *