રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીની સરાહનીય કામગીરી
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે સતત પ્રયાસશીલ છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં અનુસૂચિત જાતિના સર્વાંગી ઉત્કર્ષ માટે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા નાગરિકોને મદદરૂપ થવા માટે નમૂનેદાર કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક સી. એન. મિશ્રાએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિના લોકોએ સરકારી લાભો મેળવવા માટે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક છે. વર્ષ ૨૦૨૨-'૨૩માં રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિના ૧૩૯૭ લોકોને બારકોડેડ જાતિ પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર મેળવવા ઈચ્છુકે કચેરીમાં રૂબરૂ અથવા ઓનલાઈન અરજી કરવાની રહે છે. ઉલ્લેખનીય છે કે અનુસુચિત જાતિના અરજદારોએ જાતિ પ્રમાણપત્ર માટેની અરજી સાથે અરજદારનું છેલ્લી શાળા છોડયાનું પ્રમાણપત્ર તથા ...
