Wednesday, February 18News That Matters

માંડવી ખાતે ૨૫મીના આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળો યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજય નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સહકારથી કચ્છ જિલ્લાનો પાંચમો આયુષ મેળો તા. ૨૫-૦૩-૨૦૨૩ના રોજ જૈનપુરી ડો. નાનાલાલ વોરા માર્ગ, માંડવી કચ્છ ખાતે ૧૦.૦૦ થી ૩.૦૦ દરમિયાન યોજનાર છે. જેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારૂલબેન રમેશભાઇ કારા, ઉદ્ઘાટક તરીક માંડવી ધારાસભ્ય અનિરુધ્ધ ભાઇ દવે રહેશે.

અતિથી વિશેષ તરીકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી, જિલ્લા પંચાયત જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન કરશનજી જાડેજા, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ નીલેશભાઇ મહેશ્વરી, માંડવી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન સોનેજી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *