Tuesday, September 8News That Matters

Gujarat

દસમી ચિંતન શિબર-૨૦૨૩ એકતાનગરઃ દ્વિતીય દિવસ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,ભાવનગર એકતાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાઈ રહેલી દસમી ચિંતન શિબિરના બીજા દિવસે બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ એ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી, મંત્રીગણ અને મુખ્ય સચિવ, સચિવઓ અહીં આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી તરફથી મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મંત્રીગણ, સચિવઓ અને અધિકારીઓએ સરદાર સાહેબના જીવન-કવનની ઝાંખી કરાવતા તસ્વીરી પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું તેમજ સરદાર સાહેબના હૃદય સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરીથી લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો...

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આયોજીત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આયોજિત તા.૨૨/૦૫/૨૦૨૩ ના રોજ Graduate Pharmacy Aptitude Test (GPAT)-2023 તથા તા.૨૧/૦૫/૨૦૨૩ થી તા.૦૨/૦૬/૨૦૨૩ તથા ૦૫-૦૬/૦૬/૨૦૨૩ (7 and 8 June will be buffer days) દરમ્યાન CUET (UG) – 2023 ની પરીક્ષાઓ લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનાં સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર મશીનન...

ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા દરખાસ્ત થતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ના કાયદાની કલમ ૧૪૪ હેઠળ ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ...

લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે કોઈ પણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર તાજેતરમાં ભાવનગર જિલ્લાનાં શહેરી વિસ્તાર તથા વિકસીત વિસ્તારનાં લોકોનાં રોજબરોજનાં જીવનમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે અને ભાવનગર જિલ્લાનાં અલંગ ખાતે આવેલ શીપ યાર્ડમાંથી નીકળતા વાયરમાંથી તાંબુ - પીત્તળ જેવી ધાતુઓ છુટી પાડવા માટે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવામાં આવે છે. આમ, ઘન કચરો પ્લાસ્ટીક તથા અલંગ યાર્ડમાંથી નીકળતા વાયરોનાં પ્લાસ્ટીક કોટેડ વાયરો સળગાવવા/ બાળવાનાં કારણે તેના ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છે જે લોકોનાં સ્વાથ્ય માટે હાનીકારક નીવડે છે. જે અંગે ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજો) ની કલમ -૧૪૪ થી મળેલ અધિકારની રૂઈએ હુકમ કરવામાં આવેલ છે કે, લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર...

સામુહીક આરોગ્ય કેન્દ્ર વિંછીયાની લેબોરેટરીમાં લેબ ટેસ્ટની અદ્યતન સુવિધામાં વધારો કરતાં રાજકોટ કલેકટર પ્રભવ જોશી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ વિંછીયા તાલુકાનાં નાગરિકોને હવે ઘર આંગણે જ અદ્યતન લેબોરેટરીની સુવિધા મળશે. રાજકોટનાં વિંછીયા તાલુકાનાં સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે તાજેતરમાં જ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ રૂબરૂ મુલાકાત કરી લેબોરેટરીની સુવિધાઓની ચકાસણી અને સમીક્ષા કરી હતી. સમીક્ષા દરમિયાન બ્લડ રીપોર્ટ લેબોરેટરી માટે બાયોકેમેસ્ટ્રી ઓટો એનેલાઇઝર મશીનની જરૂરીયાત જણાતા તેઓએ તાત્કાલિક આ મશીન ઉપલબ્ધ કરાવ્યું હતું. વિંછીયા સામુહિક આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડો. સાગર બેલડીયાએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બાયોકેમેસ્ટ્રી ઓટો એનેલાઇઝર મશીન ઉપલબ્ધ થતાં હવે અત્રે “મુખ્યમંત્રી નિદાન યોજના” અન્વયે સીરમ ક્રીયેટીનીન, ટોટલ કોલેસ્ટ્રોલ, સીરમ યુરીયા, ટોટલ સીરમ બીલીરૂબીન, એસ.જી.પી.ટી. જેવા લીવર ફંકશન, કિડની ફંકશન તથા હૃદયને લગતા જુદાજુદા ૨૯ પ્રકારનાં અતિ ખર્ચાળ લેબોરેટરી ટેસ્ટ ઘરઆંગણે જ ...

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની ૧ મહાનગરપાલિકા અને ૩ નગરપાલિકાઓને કુલ પ.૬૦ કરોડ રૂપિયા જન સુવિધા-સુખાકારી કામો માટે અપાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર             મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો વ્યાપક લાભ મહાનગરો-નગરોમાં નાગરિક સુવિધા-સુખાકારી વૃદ્ધિના કામો માટે આપવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રીએ રાજ્યના ભાવનગર મહાનગર તેમજ નડિયાદ, કાલાવડ અને હળવદ નગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના વિવિધ કામો માટે કુલ રૂ. પાંચ કરોડ ૬૦ લાખ ર૧ હજાર ૯૧૪ ની રકમના ખર્ચ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. શહેરી વિકાસ વિભાગે આ કામોની દરખાસ્તો રજુ કરી હતી તેને તેમણે અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટક અન્વયે પ૬ કામો માટે ૧ કરોડ ૬૪ લાખ ૦૬ હજાર રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નડિયાદ નગરના ૯૭૧ જેટલા પરિવારોને આ કામોથી વધુ સુવિધા મળતી થશે. આ ઉપ...

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પોતાનું પાકુ ઘર મળ્યું છત મળી – લાભાર્થી હિરાભાઇ ગોહિલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષિય હિરાભાઇ ગોહિલને પ્રધાનમંત્રી આવાસ(શહેરી) યોજનાના લાભ થકી પોતાનું પાકું મકાન બનાવી આજે ત્યાં રહેતા ખૂબ જ હર્ષ અનુભવતા સરકારનો આભાર માની રહ્યા છે હિરાભાઇ જણાવે છે કે, ઝુંપડા જેવા કાચા ઘરમાં પોતાના બાળકો સાથે રહેતા હતા. મોચી કામ કરી મજુરી કરી પોતાનું અને બાળકોનુ ગુજરાન ચલાવતા હતા. કાચા ઝુંપડામાં દરેક સીઝનમાં ખુબ તકલીફ પડતી હતી. ચોમાસામાં વરસાદમાં અનાજ બગડી જયા રાત્રે વરસાદ પડે ત્યારે પલળતા દેસી રહેવું પડે. શીયાળામાં ઠંડીમાં પેરવા ઓઢવા ઓછુ હોય ત્યારે રાત્રે ખુબ તકલીફ પડતી શરીર ઠુઠવાઇ જાય. અને ઉનાળામાં દિવસે ગરમીમાં કેવી રીતે પતરાની છત નીચે રહેવું તે કેવું દોહલું જીવન જીવવુ પડતું. આ સ્થિતિમાં શહેરી વિસ્તારમાં અમારા માટે પાકા મકાનનો વિચાર ક્યાંથી આવે? મોચી કામથી દિવસના ૧૦૦ થી ૧૫૦ રૂ. મજૂરી...

શું તમારી દિકરીને પણ વાળ ખાવાની ટેવ છે ? આ કિસ્સો જરૂરથી વાંચજો…..

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ  ૮ વર્ષની ભૂમિ ચૌહાણના પેટમાંથી વાળનો વિશાળ ગુચ્છ નીકળ્યો ! સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોનું માનવું છે કે ‘ઘણી બાળકીઓ. કિશોરીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની અથવા વાળ ગળી જવાની ટેવ હોય છે ’ જે પેટમાં જઇને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બની મહાકાય સ્વરૂપ ઘારણ કરે છે જેને તબીબી ભાષામાં ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાયકોબેઝારની તકલીફ સાથે ગાંધીનગરથી આવેલી 8 વર્ષની ભૂમિને સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ કંઇ રીતે સંપૂર્ણપણે પીડામુક્ત કરી આવો જાણીએ આ રસપ્રદ કિસ્સો .. ગાંધીનગરના ભોયણ ગામમાં વતની અને અમદાવાદની અરવિંદ મીલમાં પેટીયું રળી રહેલા કમલેશસિંગ ચૌહાણની દિકરી ભૂમિ ચૌહાણને છેલ્લા કેટલાક સમયથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. આ તકલીફ વધુ ગંભીર બનતા તેઓ ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા. ત્યાના તબીબોને સમસ્યા વધુ ગંભીર જણાઇ આવતા દિકરીને અમ...

આરોગ્યમંત્રી ઋષિકેશપટેલની ગરિમામય ઉપસ્થિતિમાં રાજ્યમાં સૌ પ્રથમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન ઇન મહેસાણા અંતર્ગત અટલ વર્કશોપનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ            પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી હસ્તે અટલ બિહારી બાજપાઈના નામ પર અટલ ટીંકરીંગ લેબના નામ સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇનું એક સ્વપન રહ્યું છે કે, રાષ્ટ્રના વિદ્યાર્થીઓ આગામી સમયમાં એજ્યુકેશનની સાથે સાયન્સ અને ટેકનોલોજીમાં પોતાનું કૌશલ્યને ઉજાગર કરે અને દેશ ટેકેનોલોજીનું એક ઉદ્દભૂત હબ બને તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા ગણપત વિશ્વવિધાલય ખાતે આયોજીત અટલ વર્કશોપમાં જણાવ્યું હતું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, કે, વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ સમાજ કલ્યાણ અને રાષ્ટ્રના વિકાસ માટે થાય તે જરૂરી છે,જે માટે આ ટીંકરીંગ લેબ નાના બાળકોની જિજ્ઞાસાઓને સંતોષવાનું કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે યુવાનોના દિમાગમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપી ડિઝાઇન માઇન્ડસેટ, કોમ્પ્યુટેશનલ થિંકિંગ, એડપ્...

ભાવનગરની સમરસ કુમાર છાત્રાલય ખાતે “ઇન્ટરવ્યૂ ટેક્નીકસ” અંગે સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં સમરસ કુમાર છાત્રાલય મિટિંગ હૉલ ખાતે “એક્સપર્ટ ટોક ઓન ઇન્ટરવ્યૂ ટેક્નીકસ” અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમરસ કન્યા છાત્રાલય ભાવનગરની કન્યાઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો. આ સેમિનારમાં વિધાર્થીઓએ સ્નાતક થયા પછી જોબ ફેરમાં ભાગ લેવામાં ઘણી સમસ્યાઑ ઉદભવતી હોય છે. તેમાથી મોટાભાગે Placement, Resume અને Interview પૂછાતા પ્રશ્નો, તકનીકી પ્રશ્નો વગેરેમાં કેવી રીતે તૈયારી કરવી તે અંગેના આ સેમિનાર માં મુખ્ય વક્તા તરીકે જ્ઞાનમંજરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલૉજી (GMIT)ના હેડ પ્રો.મૃગેશ મકવાણા દ્વારા ઇન્ટરવ્યુ ની તકનીકો પર માર્ગદર્શન આપેલ, જેમાં સમરસ છાત્રાલયના કુમાર અને કન્યાઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ માહિતી તેઓને કારકિર્દી માં ખૂબ જ ઉપયોગી નીવડે તેવી શુભેરછા સમરસ કુમાર અને કન્યાના છાત્રાલયના અધિકારી એમ.કે.રાઠોડ, વી.સી.વસાણી દ્વારા પાઠવેલ ...