Wednesday, February 18News That Matters

ભાવનગરનાં ભૂભલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નવા રતનપર શાળામાં વિશ્વ ટીબી દીવસની ઉજવણી કરાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૫ મા ટીબી મુક્ત ભારત અભિયાન અન્વયે ૨૪ માર્ચ વિશ્વ ટીબી દીવસ ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ભાવનગર તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભૂભલીનાં નવા રતનપર શાળામાં વિશ્વ ટીબી દીવસની ઉજવણી કરવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી પ્રસાદ, ટીબી અધિકારી ડો. પી વી રેવર ની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુફિયાનભાઇ લાખાણીના માર્ગદર્શન મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફીસર ડો. મૃગાબેન બધેકા, તાલુકા સુપર વાઈઝર અનિલભાઇ પંડીત દ્વારા બાળકોને ટીબી થી બચવાના ઉપાયો અને ટીબી રોગ વિષે માહિતી અપાઈ હતી.

આ કાર્યક્રમ ને સફળ બનાવવાં માટે શાળાના આચાર્ય સંજયભાઇ મકવાણા તથા સ્ટાફનો સુદર સહયોગ મળ્યો હતો.

ગુજરાત બ્યુરોચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *