Tuesday, September 8News That Matters

Gujarat

વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ટી.વાય બી.એસસીનું ૧૦૦% ઝળહળતું પરિણામ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ સંલગ્ન સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના ટી.વાય.બી.એસસીનાં વિધાર્થીઓનું યુનિવર્સિટી દ્વારા તા.૨૦/૦૫/૨૦૨૩ નાં રોજ પરિણામ જાહેર થયેલ છે. જેમાં રસાયણ શાસ્ત્ર વિષયનાં કુલ ૪૩ વિધાર્થીઓ તથા પ્રાણીશાસ્ત્ર વિષયના કુલ ૨૧ વિધાર્થીઓ એમ તમામ વિધાર્થીઓ ઉત્તિર્ણ થતા વિજ્ઞાન કોલેજનાં ટી.વાય.બી.એસસીનુ ૧૦૦% ઝળહળતું પરિણામ  આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ટી.વાય.બી.એસ.સી કુલ પરિક્ષાર્થીઓ પૈકી ચાર વિધાર્થીઓએ પ્રથમ વર્ગ મેળવેલ છે જ્યારે અન્ય તમામ વિધાર્થીઓએ ડીસ્ટીકશન પ્રાપ્ત કરેલ છે.જેમાં રસાયણશાસ્ત્રમાં પ્રથમ ક્રમાંકે દોડેજા શાલીનીદેવી(૯૫%), દ્વિતીય ક્રમાંકે વાણવી શિવાલી (૯૪%) અને તૃતીય ક્રમાંકે મકવાણા હીના (૯૩%) તથા પ્રાણી શાસ્ત્ર વિષયમાં પ્રથમ ક્રમાંકે ચાંડપા સંજના(૯૩%), દ્વિતીય ક્રમાંકે દેવળીયા આરતી (૯૨%) અને મેઘનાથી ઝંખના (૯૨...

ભાવનગરમાં સમરસ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટમાં “સમરસ વોરિયર્સ ટીમ” વિજેતા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર હસ્તકની સમરસ કુમાર છાત્રાલય ભાવનગરમાં “પેડેક ગ્રાઉન્ડ” ખાતે “ક્રિકેટ ટુર્નામેન્ટ”નું એમ.કે.યુનિ. કેમ્પસમાં આયોજન કરવામાં આવેલ હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં (૧)સમરસ ફિનિક્સ (૨)સમરસ ઇગલ (૩)સમરસ વોરિયર્સ (૪)સમરસ સ્ટ્રાઇક્ર્સ આમ કુલ ચાર ટીમો ભાગ લીધો હતો. જેમાં સમરસ વોરિયર્સ અને સમરસ સ્ટ્રાઇક્ર્સ વિજેતા બનતા બંને ટીમની વચ્ચે ફાઇનલ મેચ યોજાઇ હતી. ગાઈનલ મેચમાં સમરસ વોરિયર્સ ટીમ ફાઇનલ મેચમાં સામેની ટીમને ૩૭ રનથી હરાવી વિજેતા બની હતી. જેમાં વિજેતા ટીમના ખેલાડી બળવંત બારૈયા ને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સમરસ કુમાર છાત્રાલય અને જિલ્લા રમત-ગમત કચેરીના સંકલન દ્વારા આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટમાં પી.વી.સાવલીયા (નાયબ નિયામક અ.જા કચેરી), એમ.કે.રાઠોડ (સ.ક.અ.સ.કૂ.છા) અને નરેશભાઇ...

“શિક્ષક કભી સાધારણ નહિ હોતા” ઉક્તિ સાર્થક કરતાં પાલીતાણાના શિક્ષક શિક્ષક નાથાભાઇ ચાવડા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર “શિક્ષક કભી સાધારણ નહીં હોતા” ચાણક્યની આ ઉક્તિ ભાવનગર જિલ્લાના પાલીતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષક નાથાભાઇ નોંઘાભાઈ ચાવડાએ સાર્થક કરી છે તેઓ કેળવણીકાર “દર્શક” ની કર્મભૂમિ લોકભારતી માયધાર નાં વતની એવા આ ઈનોવેટિવ શિક્ષકે સતત આઠ વખત એજ્યુકેશન ઇનોવેશનમાં ભાગ લઈને “વર્લ્ડસ ગ્રેટેસ્ટ રેકોર્ડ” પ્રસ્થાપિત કર્યો છે. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા અને જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સિદસર ભાવનગર દ્વારા દર વર્ષે યોજાતા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલમાં સતત આઠ વર્ષથી બાળ કેળવણીની કેડીએ અનોખી પદ્ધતિથી પોતાનાં કાર્યની સુહાસ ફેલાવી શિક્ષણ અને કૌશલ્યમાં ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી આ ગૌરવ પૂર્ણ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. નાથાભાઈ એવું જણાવે છે કે તેઓને શિક્ષક તરીકે પોતાના જીવનમાં રજાને કોઈ સ્થાન નથી પોતાની શાળા અને બાળકોનાં સર્વાંગીય વિકાસ માટે લોક...

રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે તા. ૨૩ મે ના રોજ જાંબાળા ગામે લોકડાયરાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસે તા. ૨૩ મે ના રોજ શિહોરના જાંબાળા ગામે લોકડાયરો યોજાશે. આ તકે તા. ૨૩/૫/૨૩ ના રોજ મંત્રી પરષોત્તમભાઈ સોલંકીના ૬૩ માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભવ્ય રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન મંગળવારે રાત્રિના ૮ વાગ્યે કરવામાં આવ્યું છે. આ લોક ડાયરામાં અનેક કલાકારો રમઝટ બોલાવશે તો સાથોસાથ સંસદ સભ્ય અને ધારાસભ્યઓ તેમજ રાજકીય સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેશે....

ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે “કારકિર્દી માર્ગદર્શન -૨૦૨૩” ઉપલબ્ધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ઘો-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી વિશે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને આગળ અભ્યાસર્થે પોતાના અનુરૂપ યોગ્ય દિશા પસંદ કરી શકે તે બાબતે મદદરૂપ થતું અતિ ઉપયોગી પુસ્તક "કારકિર્દી માર્ગદર્શન-૨૦૨૩" ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે વેચાણ અર્થે ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી કારકિર્દી માર્ગદર્શનને લગતું પુસ્તક અતિ ઉપયોગી છે વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તે માટે ખાસ તૈયાર કરવામાં આવેલા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩માં ઘોરણ-૧૦ અને ઘોરણ-૧૨ પછીના વિવિધ ક્ષેત્રોના અભ્યાસક્રમો, મોટીવેશનલ લેખોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલો છે જેનો મહત્તમ વાલીઓ તથા વિદ્યાર્થીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. જે કચેરી સમય દરમ્યાન ખરીદી શકાશે. આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩ પુસ્તકની કિંમત રૂ.૨૦ નિર્ધારિત કરવામાં આવેલ છે....

હાલ અમલમાં રહેલી એડવાન્સ વેરા વસૂલાત વળતર યોજના અને વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લેવા લોકોને મેયર ડૉ. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલનો અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ             રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪નો મિલકત વેરો તેમજ અગાઉનો બાકી વેરો સ્વીકારવામાં આવી રહ્યા છે. નિયમિત કરદાતાઓનાં લાભાર્થે એડવાન્સ મિલકત વેરા વાસૂલાત વળતર યોજનાનો અનેક લોકો લાભ લઇ રહ્યા છે, જ્યારે અગાઉનો બાકી વેરો ચૂકવવાનો બાકી છે તેવા કરદાતાઓ માટે બાકી વેરાની રકમ પર ચડતું વ્યાજ બંધ થઇ જાય તે પ્રકારના લાભ સાથેની વનટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ પણ અમલમાં છે અને તેમાં પણ અનેક લોકો લાભ લઇ રહ્યા છે. સાથોસાથ જે કરદાતાઓનો વેરો લાંબા સમયથી ચુકવવાનો છે તેઓ સામે નિયમ અનુસાર મિલકત સીલ, ટાંચ વગેરે જેવી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમાં મહાનગરપાલિકાએ નાગરિકોને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪નાં મિલકત વેરાના બિલ મોકલવાનું પણ શરૂ કરી દીધું છે. જેમાં તા ૦૪-૦૫-૨૦૨૩ થી અત્યાર સુધીમાં કુલ ૨,૦૯,૩૧૩ લોકોને વોટ્સએપથી મિલકત વેરાના બિલ મોકલી આપવામાં આવેલ...

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા TFC ભવન ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસેવાના કાર્યો અવિરત પણ કરવામાં આવે છે. આવનાર યાત્રીઓ અને સ્થાનિકોને સ્વાસ્થય સેવાઓનો નિશુલ્ક લાભ મળે તેના માટે ટ્રસ્ટ નિયમિત રૂપે આરોગ્ય કેમ્પ યોજે છે. તા.21 ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સોમનાથ ટ્રસ્ટના યાત્રી સુવિધા ભવન (TFC) ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.  સવારે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ તેમજ કેમ્પમાં જોડાયેલી આરોગ્ય સંસ્થાઓના તબીબો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મેડિકલ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેનો કુલ 153 લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ આરોગ્ય કેમ્પમાં જનરલ ફિઝીશયન, હાડકાના સર્જન, આખ કાન નાકના રોગોના નિષ્ણાત, ડેન્ટિસ્ટ, સ્ત્રીરોગ નિષ્ણાત, બાળ રોગ નિષ્ણાત, સહિતના નિપુણ તબીબો દ્વારા લાભાર્થીઓની તપાસ કરવામાં આવી ...

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અમરનાથ યાત્રા મેડીકલ ફીટનેસ કેમ્પ તા. ૨૬ મે સુધી કાર્યરત રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર વર્ષ ૨૦૨૩ મા અમરનાથ યાત્રા મા જવા માગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓ માટે, ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પીટલ, ભાવનગર ખાતે તબીબી પ્રમાણપત્ર આપવા માટે રુમ નં-૧૭, ગ્રાઉન્ડ ફ્લોર, નવુ ઓપીડી બિલ્ડીંગ, સર તખ્તસિંહજી હોસ્પીટલ, ભાવનગર ખાતે સોમવાર થી શનીવાર ( જાહેર રજાના દિવસો સિવાય) બપોરે ૩.૦૦ કલાક થી ૫.૦૦ કલાક દરમ્યાન અલાયદી વ્યવસ્થા તા:-૦૧-૦૪-૨૦૨૩ થી કાર્યરત છે. હાલમાં અમરનાથ યાત્રાએ જવા માંગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓની સંખ્યામા નોંધપાત્ર ધટાડો જોવા મળતા આ અલાયદી વ્યવસ્થા તા:-૨૬-૦૫-૨૦૨૩ સુધી કાર્યરત રહેશે, ત્યાર બાદ અમરનાથ યાત્રાએ જવા માંગતા બાકી રહેલ તમામ શ્રધ્ધાળુ યાત્રીઓએ તેમની ઓન લાઇન રજીસ્ટ્રેશન પ્રકીયા પુર્ણ કરી, ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે નિયત ફોર્મ સાથેની અરજી કચેરીના કામકાજના સમય દરમ્યાન કરવાની રહેશે અને તબીબી તપાસ આર.એમ.ઓ ઓફીસ ખાતેથી સવારે ૯ થી ૧૨ કલાક દરમ્ય...

ભાવનગર તાલુકા ના હાથબ આરોગ્ય કેન્દ્ર ખાતે આશા બહેનો અને આંગણવાડી કાર્યકરોની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના હાથબ આરોગ્ય કેન્દ્ર ખાતે આશા બહેનો અને આંગણવાડી કાર્યકરોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડો. ગીતાબેન વઘાસિયા દ્વારા કાંગારુ કેરની માહિતી આપી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઇ પંડીત દ્વારા મચ્છરજન્ય રોગ અટકાયતી પગલાં, પાણીજન્ય રોગ અટકાયતી અને કોપર-ટી ના ફાયદાની સમજણ અપાઈ, હિરેન ભાઇ મિસ્ત્રી દ્વારા પોલિયોનું ઘર-ઘર કામગીરી કેવી રીતે તેની સમજણ અપાઈ, મેલેરીયા વિષે પ્રોજેક્ટ વૃદ્ધિ જયેશ ભાઇ દ્વારા કુપોષણ વિશે તેમાંજ નટુભાઈ ડાભી દ્વારા સમજણ અપાઈ, હીરાબેન વાઘેલા એ પોષણ વિષે સમજણ આપી હતી. આ બેઠક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી પ્રસાદ, આર.સી.એચ.ઓફીસર ડો. કોકિલાબેન સોલંકી સૂચનાથી તાલુકા હેલ્થ ઑફિસર ડો.સુફિયાન ભાઇ લાખાણી, મેડિકલ ઓફિસર ડો. વિશાલભાઇ સેતાનાં માર્ગદર્શન મુજબ આંગણવાડી, આશા અને આરોગ્ય કર્મચારીઓને માહિતી મીટીંગમાં માહિતી આપવામાં આવી હત...

ભાવનગરમાં એમ. જે. કોલેજ ઓફ કોમર્સ ખાતે તા. ૨૩ મે ના રોજગાર ભરતી મેળો યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર તથા એમ. જે. કોલેજ ઓફ કોમર્સનાં સંયુક્ત ઉપક્રમે આયોજીત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રની ટાટા કન્સલટન્સી સર્વિસ, ગાંધીનગરમાં બી.પી.એસ(ટ્રેની)ની જગ્યાઓ ભરવાની છે. જેમાં ફક્ત ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩માં જેમણે B.COM, BA, BAF, BBA, BBM, B.SC(Non IT) પાસ કરેલ હોય તથા જેમની ઉંમર ૧૮ થી ૨૮ વર્ષ હોય, માત્ર તેવા જ ફ્રેશર ઉમેદવારો(જો અનુભવ હોય તો 3 મહિનાથી વધુ અનુભવ નાં હોવો જોઈએ) ભાગ લઇ શકશે. રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા તા.૨3/૦૫/૨૦૨૩ ને મંગળવારે સવારે ૧૦:૦૦ વાગ્યે એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે ગુગલ લિંકમાં https://forms.gle/qZW5ymD2uQ4UNK7x9 રજીસ્ટ્રેશન કરીને જરૂરી ડોક્યુમેન્ટ ધોરણ-૧૦/૧૨ પાસની માર્કશીટ, લીવીંગ સર્ટીફીકેટ, આધારકાર્ડ, પાસપોર્ટ ફોટા-૨, રિઝ્યુમની નકલ તેમજ લેખિત પરીક...