Saturday, September 5News That Matters

Gujarat

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, પાલનપુર       બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી, મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.  આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં વિવિધ પ્રશ્નો બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા/ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા કલેકટરશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું.   બેઠકના અધ્યક્ષ વ કલેકટરએ જણાવ્યું હતું કે, જિલ્લાના નાગરિકોને સરકારશ્રીની યોજનાઓનો લાભ પહોંચે તથા તમામ કાર્ય...
નોંધણા વલીપુરની સીમમાં દીપડાનો આતંક, ખેતરમાંથી શ્વાનનું મારણ કર્યું

નોંધણા વલીપુરની સીમમાં દીપડાનો આતંક, ખેતરમાંથી શ્વાનનું મારણ કર્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જંબુસર     જંબુસર તાલુકાના નોંધણા વલીપુર ગામની સીમમાં આવેલા મોટા બાલન્દ્રરા વિસ્તારમાં દીપડાના હુમલાથી ફફડાટ વ્યાપી ગયો છે. ગામની સીમમાં રહેતા મોતીભાઈ સનાભાઇ વાઘેલા પોતાના પરિવાર સાથે ખેતરમાં વસવાટ કરે છે. ગત રાત્રિના આશરે ૧૦:૩૦ વાગ્યાના સુમારે, લાંબા સમયથી સીમ વિસ્તારમાં ફરી રહેલો દીપડો અચાનક તેમના મકાન પાસે ધસી આવ્યો હતો. દીપડાએ મકાન પાસે બેઠેલા પાલતુ કુતરા પર તરાપ મારી તેને ઉપાડી જઈ શિકાર કર્યો હતો. પરિવારની નજર સામે જ દીપડો શ્વાનને ઉઠાવી જતાં ખેતરોમાં રહેતા શ્રમજીવીઓ અને ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા વન વિભાગ આ મામલે સત્વરે પાંજું મૂકી દીપડાને પાંજરે પૂરે તેવી માંગ કરવામાં આવી છે.     સ્થાનિકો દ્વારા વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ દ્વારા તાત્કાલિક દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું. રિપોર્ટર ઈમ્તિયાઝ દિવાન, ભરૂચ ...
કાલાવડની શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનો ખેલ ક્ષેત્રે વધુ એક ગૌરવ: બે વિદ્યાર્થીઓની DLSSમાં પસંદગી

કાલાવડની શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનો ખેલ ક્ષેત્રે વધુ એક ગૌરવ: બે વિદ્યાર્થીઓની DLSSમાં પસંદગી

Gujarat, Sports
હિન્દ ટીવી -ગુજરાતી, કાલાવડ       ગ્રામ્ય વિસ્તારની શાળાઓ પણ હવે રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહી છે, તેનો ઉત્તમ દાખલો કાલાવડ તાલુકાની શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળાએ પૂરું પાડ્યો છે.       રાજ્ય કક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત બેટરી ટેસ્ટમાં જામનગર જિલ્લાના કુલ 40 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં શ્રી પ્રભુજી પીપળીયા પ્રા.શાળાના બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સુમિત પારસિંહ નિનામા અને વિક્રમ રાજુભાઈ મીનામા એ મેરિટ સાથે DLSS (District Level Sports School) માં સ્થાન મેળવ્યું છે.        વિશેષ વાત એ છે કે આ શાળા સતત બીજા વર્ષે પણ વિદ્યાર્થીઓને DLSS સુધી પહોંચાડવામાં સફળ રહી છે. શાળાના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાલ DLSS માં અભ્યાસ સાથે નેશનલ કક્ષાએ પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે, જે સમગ્ર ગામ અને શાળા માટે ગૌરવની બાબત બની છે. ...
છોટાઉદેપુર તાલુકામાં “પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન” અંતર્ગત ઘનજીવામૃતનું જીવંત નિદર્શન યોજાયુ

છોટાઉદેપુર તાલુકામાં “પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન” અંતર્ગત ઘનજીવામૃતનું જીવંત નિદર્શન યોજાયુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર     ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા અને દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે તે ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા “પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન” ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૫/૦૫/૨૦૨૬ સુધીમાં છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકાદીઠ ઘનજીવામૃત આયામનું જીવંત નિદર્શન થકી ખેડૂતોને સમજણ આપવામાં આવશે.    અભિયાન અંતર્ગત છોટાઉદેપુરતાલુકામાં હાલમાં “ઘનજીવામૃત” બનાવવાના આયામનું જીવંત નિદર્શન યોજવામાં આવી રહ્યું છે. ખેડૂતો પોતાની આંખે ઘનજીવામૃત બનાવવાની પ્રક્રિયા જોઈ શકે અને તેના ફાયદાઓ સમજી શકે તે માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટનો જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાનો સ્ટાફ, ખેતીવાડી વિભાગનો ટેકનિકલ સ્ટાફ દ્વારા...
Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર     Bરાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો 12મો દીક્ષાંત સમારોહ યોજાયો; રાજ્યપાલશ્રીના હસ્તે 92 ચંદ્રક સહિત 676 વિદ્યાર્થીઓને પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના વિવિધ અભ્યાસક્રમોની ડિગ્રી એનાયત કરાઈ.  રાજ્યપાલએ યુવા સ્નાતકોને સંકલ્પ લેવા જણાવ્યું કે, તેઓ જ્યાં પણ જાય ત્યાં પશુધનની ઉન્નત નસ્લ તૈયાર કરવામાં ખેડૂતોને મદદરૂપ થાય. રાજ્યના પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સંદેશ પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ વ્યક્ત કરી. દેશના ખ્યાતનામ પશુચિકિત્સક અને પદ્મશ્રી ડૉ. એન. પુન્નીયામૂર્તિએ આ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પશુધનના વ્યવસ્થાપનમાં પરિવર્તન લાવવાની હિમાયત કરી. આ અવસરે રાજ્યપાલશ્રીના હસ્તે કામધેનુ યુનિવર્સિટીના એન્યુઅલ રિપોર્ટ અને ડોક્યુમેન્ટરી, કોલેજ ઓ...
ઉત્તર ગુજરાતનો મહેસૂલ વહીવટ: ડિજિટલીકરણ અને ઝડપી સેવાનો નવો બેન્ચમાર્ક! 

ઉત્તર ગુજરાતનો મહેસૂલ વહીવટ: ડિજિટલીકરણ અને ઝડપી સેવાનો નવો બેન્ચમાર્ક! 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર     ગુજરાતના ઉત્તર ઝોનના જિલ્લાઓએ મહેસૂલ ક્ષેત્રે 'Best Practices' અપનાવીને વહીવટને વધુ પારદર્શક અને લોકકેન્દ્રી બનાવ્યો છે. ચિંતન શિબિરમાં આ ઉત્કૃષ્ટ કામગીરીની વિશેષ નોંધ લેવામાં આવી. 🏆 ઉત્તર ઝોનની વિશેષ ઉપલબ્ધિઓ: અરવલ્લી જિલ્લો: 'સંતૃપ્તિ અભિયાન' અંતર્ગત ODK ડિજિટલ મોડ્યુલ દ્વારા ૧૦૦% સરકારી યોજનાઓનો વ્યાપ. ૨૨,૦૦૦થી વધુ વારસાઈ અરજીઓનો ઝડપી નિકાલ! 📂 વાવ-થરાદ: મલુપુર ખાતે અત્યાધુનિક 'One Stop Solution' જિલ્લા સેવા સદનની સ્થાપના. 🏢 સાબરકાંઠા: ખેડબ્રહ્મા પ્રાંત કચેરીમાં મિયાવાકી વન દ્વારા 'ગ્રીન ગવર્નન્સ'નું મોડેલ. 🌳 બનાસકાંઠા: ૩૩,૦૦૦થી વધુ સર્વે નંબરોમાં સુઓમોટો નોંધ દ્વારા રેકોર્ડ સુધારણાની કામગીરી પૂર્ણ. ✅ 💡 ભવિષ્યના મહત્વના સુધારા: AI આધારિત જંત્રી દરોમાં વાર્ષિક સુધારો. 🤖 IOR...
શ્રીજીધામ, સાયન્સ સિટી રોડ, અમદાવાદ ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પ – Day 1

શ્રીજીધામ, સાયન્સ સિટી રોડ, અમદાવાદ ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પ – Day 1

Gujarat
હિન્દ ટીવી -, ગુજરાતી, અમદાવાદ      અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ (SPC) માટે આયોજિત સમર કેમ્પનો શુભારંભ થયો. શહેરના 12 પોલીસ સ્ટેશન વિસ્તારની 12 શાળાઓમાંથી કુલ 186 કેડેટ્સે ભાગ લીધો. કેમ્પના પ્રથમ દિવસે કેડેટ્સનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું. મદદનીશ નોડલ અધિકારી SPC નાઓ દ્વારા સમગ્ર કેમ્પની વિઝિટ લઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બાદ સુરક્ષા તેમજ શિસ્તસંબંધી જરૂરી સૂચનાઓ કેડેટ્સને આપવામાં આવી. કેમ્પના મુખ્ય ઉદ્દેશો અને આગામી દિવસોમાં યોજાનારી પ્રવૃત્તિઓ અંગે વિગતવાર સમજાવટ આપવામાં આવી. જેમાં શારીરિક તાલીમ, કાયદાકીય જ્ઞાન અને વ્યક્તિત્વ વિકાસ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. પહેલાં દિવસે કેડેટ્સને કેમ્પસની વિગતવાર વિઝિટ કરાવવામાં આવી હતી જેથી તેઓ સ્થળ પરિચિત બની શકે. રૂમ ફાળવણીની પ્રક્રિયા સુચિત રીતે પૂર્ણ કરવામાં આવી અને ત્યારબાદ તમામ કેડેટ્સને ભોજન ...
ગાંધીનગર: મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં આદિવાસી જમીન હકો અંગે મહત્વપૂર્ણ ચર્ચા

ગાંધીનગર: મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં આદિવાસી જમીન હકો અંગે મહત્વપૂર્ણ ચર્ચા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર ગાંધીનગરના અંબા ટાઉનશીપ ખાતે આયોજિત ચિંતન શિબિરમાં દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ આદિવાસી વિસ્તારોના મહેસૂલી પ્રશ્નો અંગે અસરકારક પ્રેઝન્ટેશન રજૂ કર્યું. મુખ્ય અંશો: ✅ કલમ 73-A ની અમલવારીમાં સરળીકરણની જરૂરિયાત. ✅ આદિવાસી ખેડૂતોના આર્થિક વિકાસ માટે મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવી. ✅ વચેટિયાઓનો પ્રભાવ ઘટાડવા અને NA પ્રક્રિયામાં સુધારાના સૂચનો. ✅ બદલાતા સમય મુજબ દર 10 વર્ષે જમીન કાયદાઓનું રિવ્યુ કરવાની દરખાસ્ત. વહીવટી ગૂંચવણો દૂર કરી આદિવાસી સમાજનો વિકાસ ઝડપી બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ!...
સૌરાષ્ટ્ર-કચ્છનું ‘સુશાસન’ મોડેલ: ચિંતન શિબિરમાં ગુંજી સફળતાની ગાથા! 

સૌરાષ્ટ્ર-કચ્છનું ‘સુશાસન’ મોડેલ: ચિંતન શિબિરમાં ગુંજી સફળતાની ગાથા! 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,      રાજ્ય સરકાર દ્વારા આયોજિત મહેસૂલ વિભાગની 'ચિંતન શિબિર'માં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓએ વહીવટી પારદર્શિતા અને જનહિતલક્ષી કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનની મુખ્ય વિગતો: 🛡️ કડક કાયદો અને વ્યવસ્થા: સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ પર 'સર્જિકલ સ્ટ્રાઈક' – ૧૫,૦૦૦ મેટ્રિક ટન કોલસો જપ્ત અને ૨૯૭૬ એકર જમીન મુક્ત. દ્વારકા-જૂનાગઢ: મેગા ડિમોલિશન દ્વારા અબજોની સરકારી મિલકતો પરથી ગેરકાયદે દબાણો દૂર કરાયા. લેન્ડ ગ્રેબિંગ: ₹૨૩૨૫ કરોડની કિંમતી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી. 💻 ટેકનોલોજી અને નવાચાર: જામનગર: GIS અને પી.એમ. ગતિશક્તિ પોર્ટલ દ્વારા જમીન ફાળવણીમાં લવાઈ ચોકસાઈ. બોટાદ: "Connect @ Botad Podcast" દ્વારા વહીવટી તંત્ર સીધું જ જનતા સાથે જોડાયું. ...

છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે.

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ગાંધીનગર     રાજ્યમાં 8,000થી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઇ થકી ઓનનાલઇન બૂકીંગ, મોબાઇલ એપ અને કરંટ બૂકીંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના વ્યાપક પ્રયાસોને સાર્થક સાબિત કરે છે.     નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અંતરિયાળ વિસ્તારોમાં બસની સુવિધા વધારવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને દૈનિક મુસાફરોની સંખ્યા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મુસાફરો માટે પેમેન્ટ માટે અનૂકૂળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની બસોમાં પ્રવાસ કરતા મુસાફરો માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો જબર...