Wednesday, July 22News That Matters

દાહોદ પ્રભારી સચિવ વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ટીવી -ગુજરાતી, દાહોદ

     દાહોદ જિલ્લા પ્રભારી સચિવ વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન, ખાતે દાહોદ જિલ્લાના મહત્વના મુદ્દાઓ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન કલેકટરસુશ્રી સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા તેમજ પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન ઉપસ્થિત રહ્યા હતા. 

     આ બેઠક દરમ્યાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી પથિક દવેએ વિવિધ વિભાગીય કામગીરી અંગે પીપીટી થકી વિસ્તાર પૂર્વક માહિતી રજુ કરી હતી. જેમાં દાહોદ જિલ્લાના ઈન્ડીકેટર્સના મુદ્દા પણ રજુ કરવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ વિભાગ વાઈઝ કામગીરી અંગે મહત્વની જાણકારી આપી હતી.

      સર્વેમાં મળેલ પ્રાથમિક માહિતી તેમજ પાણી, રસ્તા, માઈગ્રેશન જેવા પ્રજાકીય પ્રશ્નો સહિત આરોગ્ય, શિક્ષણ, વાસ્મો, એમજીવીસીએલ, પુરવઠા, આઈસીડીએસ તેમજ બેંક જેવા અગત્યના વિભાગોની કામગીરી અંગે તેમજ આયોજન હેઠળ આવતાં કામોમાં મંજુર થયેલા, પ્રગતી હેઠળના સાથે પેન્ડીંગ કામો અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.  

      આ નિમિતે જળ સંચય, સુજલામ-સુફલામ યોજના, રોડ-રસ્તા, પીવાના પાણી, સ્વચ્છતા, વીજળી જેવા કામો પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. જેમાં પ્રભારી સચિવ વિજય ખરાડીએ તમામ અધિકારીઓને સ્થળ મુલાકાત કરીને સચોટ માહિતી મેળવીને લોકહિતના તમામ કામો સમયસર પૂર્ણ થાય અને સારી ગુણવતા સાથે પૂર્ણ થાય એ દિશામાં કામગીરી કરવા માર્ગદર્શન સહિત સુચના આપી હતી. 

     આ બેઠક અન્વયે ધારાસભ્ય ,મહેશભાઈ ભૂરિયા, ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દાહોદ, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી, નાયબ વન સંરક્ષક દેવગઢ બારિયા, નાયબ વન સંરક્ષક દાહોદ, પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસરઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *