Tuesday, February 17News That Matters

Author: Admin Admin

સ્વચ્છ ભારત મિશન અર્બન અને નિર્મળ ગુજરાત અંતર્ગત ઝીરો વેસ્ટ તરફની પહેલ

સ્વચ્છ ભારત મિશન અર્બન અને નિર્મળ ગુજરાત અંતર્ગત ઝીરો વેસ્ટ તરફની પહેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ     રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ખ્જારા ગુજરાતને ઝીરો વેસ્ટ તરફ અગ્રેસર બનાવવાના ભાગરૂપે આણંદ ખાતે નગરપાલીકાના સહયોગથી ''સ્વચ્છ ભારત મિશન અર્બન અને નિર્મળ ગુજરાત થકી ઝીરો વેસ્ટ તરફ'' પહેલની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે આણંદ ખાતે જિલ્લાના અધિકારીઓની ઉપસ્થગિતિમાં જિલ્લા કક્ષાનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.         જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ તાલીમમાં ઉપસ્થિત જિલ્લાના અધિકારીઓઓને સંબોધતા કહ્યું કે, જિલ્લાના તમામ નગરપાલિકાએ ઝીરો વેસ્ટની દિશામાં આગળ વધીને આણંદ જિલ્લો સ્વચ્છતા સર્વેક્ષણ -૨૦૨૪માં સારું રેટિંગ પ્રાપ્ત કરે તે માટે સ્વચ્છ ભારત મિશન (S B M - 2.0) પર ધ્યાન કેન્દ્રીત કરી તે અનુરૂપ કામ કરવુ પડશે.         તેમણે વધુમાં સ્વચ્છતા ક્ષેત્રે શહેરી વિસ્તારમાં જે રીતે કાર્ય થાય તે જ રીતે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી થાય ...
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા વેરાવળ તાલાળા રોડ ઉપર બંને બાજુ આવેલા ૧૫૦૦૦ સ્ક્વેર ફૂટ વિસ્તારનાં વાણિજ્ય દબાણો બાબતે તાકીદ કરતા લોકોએ સ્વૈચ્છાએ દબાણો દૂર કર્યા

જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા વેરાવળ તાલાળા રોડ ઉપર બંને બાજુ આવેલા ૧૫૦૦૦ સ્ક્વેર ફૂટ વિસ્તારનાં વાણિજ્ય દબાણો બાબતે તાકીદ કરતા લોકોએ સ્વૈચ્છાએ દબાણો દૂર કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ  ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વેરાવળ-તાલાળા રોડ (ઇનાજ પાટીયા) ખાતે રસ્તાની બંને બાજુ સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોના કારણે રસ્તાની બંને બાજુથી પસાર થતા પાણીના વહેણમાં અવરોધાતા ચોમાસાની ઋતુમાં રસ્તા પર ભારે પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યાના કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યા ઉદ્દભવતી હતી, જેથી જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ સારું આ વહેણ પરના વાણિજ્ય દબાણો દૂર કરવા સૂચના આપતા,અધિક નિવાસી કલેકટર રાજેશ આલના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા જિલ્લા ઈણાજ પાટીયાએ આવેલ કુલ ૪૨ દુકાન ધારકોને નિયમોનુસાર નોટિસ આપતા, દુકાનધારકો દ્વારા સ્વેચ્છાએ ૧૫,૦૦૦ સ્ક્વેર ફૂટનું દબાણ દૂર કરવામાં આવેલ છે. Advt....
આણંદ શહેરમાં કેટલાંક માર્ગો પરથી ભારે માલવાહક વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ

આણંદ શહેરમાં કેટલાંક માર્ગો પરથી ભારે માલવાહક વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ    આણંદ જિલ્લામાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આણંદ તથા વિદ્યાનગર શહેર વિસ્તારના કેટલાંક માર્ગો પર તા. ૩૦/૦૫/૨૦૨૪ સુધી સવા૨ના ૦૯-૦૦ કલાક થી રાત્રીના ૦૮-૦૦ કલાક સુધી તમામ પ્રકારના ભારે માલવાહક વાહનોના પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફ૨માવેલ છે. આ હુકમ અન્વયે મહેન્દ્ર શાહથી ગુજરાતી ચોક ત૨ફથી શહેરમાં પ્રવેશતા, એન.એસ.સર્કલથી લક્ષ્મી ચોકડી ત૨ફથી શહેરમાં પ્રવેશતા, ૨ઘુવિ૨ સીટી સેન્ટરથી કોમ્યુનિટી હોલ તરફથી શહેરમાં પ્રવેશતા, દિપ સર્કલથી બેઠક મંદિર તથા કલ્પના સિનેમા તરફથી શહે૨માં પ્રવેશતા, નવા બસ સ્ટેન્ડથી બેઠક મંદિર ત૨ફથી શહેરમાં પ્રવેશતા, લોટીયા ભાગોળ સર્કલથી ટાવર બજાર તરફથી શહે૨માં પ્રવેશતા તથા અમુલ ડેરી સર્કલથી સ્ટેશન ત૨ફથી શહે૨માં પ્રવેશતા ભારે માલવાહક વાહનોના સવા૨ના ૦૯-૦૦ કલાક થી રાત્રી...
આણંદ જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષના ૩૮,૪૪૭ યુવા મતદારો મતદાન કરશે

આણંદ જિલ્લામાં ૧૮ થી ૧૯ વર્ષના ૩૮,૪૪૭ યુવા મતદારો મતદાન કરશે

Gujarat
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ       લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ નું મતદાન સમગ્ર રાજ્યમાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ યોજાનાર છે, તેની સાથે જ આણંદ જિલ્લામાં પણ લોકસભા સામાન્ય ચૂંટણી અને ૧૦૮- ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. આ ચૂંટણીમાં યુવા મતદારોની વાત કરીએ તો ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવતા ખંભાત વિધાનસભામાં ૪૯૦૫, બોરસદ વિધાનસભામાં ૫૮૧૭,આંકલાવ વિધાનસભામાં ૫૬૦૧, ઉમરેઠ વિધાનસભામાં ૫૫૮૭, આણંદ વિધાનસભામાં ૫૩૬૧, પેટલાદ વિધાનસભામાં ૬૧૮૩ અને સોજીત્રા વિધાનસભામાં ૪૯૯૩ મળીને કુલ ૩૮, ૪૪૭ યુવા મતદારો મતદાનમાં સહભાગી બનનાર છે. ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા મતદારોની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં ૧૩,૬૯૩ મતદારો મતદાન કરશે, જેમાં ખંભાત વિધાનસભામાં ૧૮૫૦, બોરસદ વિધાનસભામાં ૧૯૬૦, આંકલાવ વિધાનસભામાં ૧૬૨૧, ઉમરેઠ વિધાનસભામાં ૨૩૬૬, આણંદ વિધાનસભામાં ૨૯૧૫, પેટલાદ વિધાનસભા...
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત હથિયાર પરવાનેદારોના હથિયાર જમા કરવી દેવા અંગેનું જાહેરનામું બહાર પડતાં જિલ્લા મેજિસ્ટ્રેટ

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત હથિયાર પરવાનેદારોના હથિયાર જમા કરવી દેવા અંગેનું જાહેરનામું બહાર પડતાં જિલ્લા મેજિસ્ટ્રેટ

Politics
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર  ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને મુક્ત, ન્યાયી અને શાંતિપુર્વક વાતાવરણમાં ચૂંટણી યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી જળવાઇ રહે, સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પરવાનેદારોને હથિયારો જમા લેવા બાબતે તથા હથિયાર જમા લેવામાંથી મુકિત આપવા બાબતે સ્કીનીંગ કમીટીની રચના કરવામાં આવેલ છે.  જાહેર શાંતિ અને સલામતી માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, છોટાઉદેપુર દ્વારા શહેર તથા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રહેતા પરવાનેદારોએ તેમની પાસેના પરવાના તળેના હથિયારો તા. ૧૬/૦૩/૨૦૨૪ થી તા. ૦૬/૦૬/૨૦૨...
શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વ.રતિભાઈ પ્રભુદાસ પટેલ નર્સિંગ કોલેજ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વ.રતિભાઈ પ્રભુદાસ પટેલ નર્સિંગ કોલેજ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ આણંદના ઓડ નગરમાં તા-૧૫ મીના ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અને રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત R. P. Patel નર્સિંગ કોલેજમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું. જેમાં કોલેજના ટ્રસ્ટીઓ, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ,પ્રોફેસરો, નગરના યુવાવર્ગ તેમજ સમાજ સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું લોકજાગૃતિ લાવવા માટે પહેલું રક્તદાન કોલેજના ટ્રસ્ટી મુકુંદભાઈ પટેલે કર્યું. રક્તદાનથી ત્રણ વ્યકિતને જીવનદાન મળેછે. રક્તદાન એ મહાદાન છે.તમે રકતદાન કરીને કોઈનું જીવન બચાવો છો. દરેક તંદુરસ્ત વ્યક્તિએ અવશ્ય રક્તદાન કરવુ જોઈએ. રકતદાન કરવાથી ડોનરને ફાયદા થાય છે. રક્તદાનથી કેટલાય લોકોને મદદરૂપ થાય છે. રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારને મદદ આપી શકાય છે અને સમાજને મદદરૂપ થઇ શકાય છે કે જેનું કોઈ મૂલ્ય જ નથી.આજના કાર્યક્રમની સફળતા બદલ આયોજકોએ સૌનો આભાર વ્યક્ત કર્યો....
છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં બાગાયતી ખેતી કરતા અને કરવા માંગતા ખેડૂતો માટે વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ

છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં બાગાયતી ખેતી કરતા અને કરવા માંગતા ખેડૂતો માટે વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં બાગાયતી ખેતી કરતા અને કરવા માંગતા ખેડૂતો માટે આગામી નાણાંકીય વર્ષ: ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાના ઘટકોમાં લાભ મેળવવા i-khedut પોર્ટલ તા.૧૨/૦૩/૨૦૨૪ થી તા. ૧૧/૦૫/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.જેમાં અતિ ઘનિષ્ટ તથા ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાક: આંબા, જામફળ, દાડમ, લીંબુ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર કાર્યક્રમ,બાગાયતી પાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં ૯૦% સહાય, ટીસ્યુ કેળ, પપૈયા, કમલમ્(ડ્રેગન ફ્રુટ), છુટા ફુલપાકો,પ્લાસ્ટીક(આવરણ) મલ્ચીંગ, પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન, ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી), ટ્રેક્ટર માઉન્ટેડ પંપ (૨૦ BHP થી ઓછા/૩૫ BHP થી વધુ), પાવર નેપસેક સ્પ્રેયર, સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, પાવર ટીલર (૮ BHP થી ઓછા/૮ BHP થી વધુ), સરગવાની ખેતીમાં સહાય, વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર, હાઇબ્રીડ શાકભાજ...
બોડેલી તાલુકાના સુર્યાઘોડા મુકામે બહેનોને જ્યુટના વિવિધ પ્રોડ્ક્ટ બનવાની તાલીમ અપાઈ

બોડેલી તાલુકાના સુર્યાઘોડા મુકામે બહેનોને જ્યુટના વિવિધ પ્રોડ્ક્ટ બનવાની તાલીમ અપાઈ

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, છોટાઉદેપુર    નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન અંતર્ગત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર (આરસેટી), છોટાઉદેપુર, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન બેન્ક ઓફ બરોડા ધ્વારા પ્રયોજિત બોડેલી તાલુકાના સુર્યાઘોડા ખાતે તારીખ ૨૬/0૨/૨૦૨૪ થી ૦૯/૦૩/૨૦૨૪ સુધી ૧૩ દિવસ ની જ્યુટ પ્રોડ્ક્ટ ઉધ્યમી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનોને ગ્રામ્ય કક્ષાએ તાલીમ આપી રોજગારી મળી રહે તેવા આશયથી તાલીમ યોજવામાં આવી હતી. સંસ્થાના ડાયરેક્ટર રાહુલ જોશી દ્વારા સંસ્થાની વિગતવાર માહિતી આપવામા આવી હતી. ફેકલ્ટી જૈમિનભાઈ પટેલ દ્વારા સસ્થાની વિવિધ રમત રમાડી અને રમત માથી કઈંક શીખવા માટે તેવી કાર્ય શિબિર કરી હતી. તાલીમ દરમ્યાન બહેનોને જુદી જુદી વસ્તુઓ જેવી કે રજ્વાડી ખાટલી, ઝુલો, વોટર બેગ, પગ લુછણીયુ, જયુટ બેગ, જયુટ બોક્સ, ડેકોરેટીવ બોટ્લ, ચક્લીનો માળો, ફાઇલ કવર અને ફાઇલ ફોલ્ડ્ર્ર્ર્ર વગેરે બનાવી રોજી રોટી કેવી રીતે ...
જર્જરીત નળીયાના કાચા મકાનમાં રહેવામાંથી મુક્તી મળી – જયશ્રીબહેન નાયડૂ

જર્જરીત નળીયાના કાચા મકાનમાં રહેવામાંથી મુક્તી મળી – જયશ્રીબહેન નાયડૂ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનના નેતૃત્વમાં રાજ્ય સરકારે રાજ્યના સર્વ સમુદાયના સર્વાંગી ઉત્થાન માટે અનેક યોજનાઓના માધ્યમથી નક્કર પુરુષાર્થ આદર્યો છે. તેના નક્કર પરિણામોની અનુભૂતિ અનેક છેવાડાના લોકોને થઈ છે. આજે રાજ્ય સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હજારો ઘર વિહોણા ગરીબ કુટુંબો સુધી વિકાસના ફળો પહોંચવા લાગ્યા છે. સરકારના નક્કર પ્રયાસોથી અસંખ્ય ઘર વિહોણા પરીવારોને પાકા ઘરના ઘર મળી રહ્યા છે.જેમાં વેરાવળના વતની પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના લાભાર્થી નાયડૂ જયશ્રીબેનને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. જયશ્રીબેન કાચા મકાનમાં પડતી મુશ્કેલીઓની વાત કરતા જણાવ્યું હતું કે, પહેલા અમારે જર્જરિત નળીયાની છતવાળું કાચું મકાન હતું. જેને લીધે ચોમાસામાં અને વાવાઝોડામાં અમે ખૂબ જ હેરાન થતાં હતાં. અમને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત રૂ. ૩.૫૦ લાખની સહા...
ભાવનગરમાં પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત “શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો

ભાવનગરમાં પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત “શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના અધેવાડા શિવકુંજ આશ્રમ ખાતે તા: ૦૬/૦૩/૨૦૨૪ ને બુધવારના રોજ પા પા પગલી અંતગૅત જિલ્લાકક્ષાના "શીક્ષણની વાત,વાલીઓ સાથેનો સંવાદોત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. બાળકના જીવનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને જાગૃતિ કેળવવા અંગે વાર્તાલાપ કરવામાં આવ્યું હતું તેમજ વાલીને ડેવલોપમેન્ટ અસેસમેન્ટ ટૂલના આધારે “બાળ પ્રવૃતિ થી પ્રગતિ” અંતર્ગત પોતાના બાળકોની પ્રગતિ કેવી રીતે થાય તેના વિષે વાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રકટર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની ૧૭ થીમ આધારીત વેસ્ટ માંથી બેસ્ટ TLM બનાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તેમજ આંગણવાડીના નાના-નાના ભુલકાઓએ આ કાર્યક્રમમાં વિવિધ અભિનય ગીતો રજૂ કરી કાર્યક્રમને દીપાવ્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત ...