Monday, February 16News That Matters

Author: Admin Admin

પ્રાકૃતિક ખેતી કરી આવકમાં વધારો કરતા જશાધારના ખેડૂત રમેશભાઇ હરણિયા

પ્રાકૃતિક ખેતી કરી આવકમાં વધારો કરતા જશાધારના ખેડૂત રમેશભાઇ હરણિયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ તાલાલા તાલુકાના જશાધાર ગામના ખેડૂત રમેશભાઇ હરિભાઇ હરણિયાએ પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને આંબા સાથેના વિવિધ પાકોનું મિશ્ર પાકોનું વાવેતર કરી સારૂ એવું ઉત્પાદન મેળવી રહ્યાં છે. રમેશભાઈએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી તેમની જમીનમાં સુધારો થયો છે, પાકની ગુણવતા સુધરી છે, માટી મુલાયમ બની અને જમીનમાં અળસિયા વધવાથી પાક ઉત્પાદનમાં વધારો થયો છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી શિબિરમાં માસ્ટર ટ્રેનરની તાલીમ લીધા પછી રમેશભાઈએ ૧૦૦% પ્રાકૃતિક કૃષિમાં ઝંપલાવ્યું હતું. તેઓ પ્રાકૃતિક ખેતીમાં કેસર આંબા, સરગવા, પપૈયાં, મગફળી, તુવેર, જુવાર, ચણા, મકાઇ, શાકભાજી સહિતનું વાવેતર કરે છે. આ સાથે જ તેઓ સરગવા સીંગ અને પાનનો પાવડર બનાવીને વેચાણ કરે છે. પ્રાકૃતિક ખેતીમાં જીવમૃત, ઘનજીવામૃત, આચ્છાદનના સતત ઉપયોગથી જમીન ભરભરી અને પોચી બને છે તદુપરાંત અળસિયા અને બેક્...
ભાવનગર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ભાવનગર ખાતે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા- ફિટ મીડિયા વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રી દ્વારા મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઈશ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે દૂરંદેશીથી પત્રકાર ભાઈઓ-બહેનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે ભાવનગર ખાતે મીડિયા કર્મીઓ માટે જિલ્લા માહિતી કચેરી ભાવનગર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ ભવન ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના ૧૦૭ મીડિયા કર્મીઓએ મેડિકલ ટેસ્ટ કરાવી હેલ્થ સુરક્ષા સુનિશ્ચિત કરાવી હતી. પ્રસંગે જિલ્લા કલેકટર આર...
ભાવનગરમાં દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીના પ્રથમ ઓવરબ્રિજના એક બાજુના ભાગને ખુલ્લો મુકતાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી

ભાવનગરમાં દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીના પ્રથમ ઓવરબ્રિજના એક બાજુના ભાગને ખુલ્લો મુકતાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મેયરશ્રી ભરતભાઇ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરમાં રૂ.૧૧૫.૫૯ કરોડના ખર્ચે નવ નિર્માણ થનાર પ્રથમ તબક્કામાં દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીનો એક બાજુનો ભાગ પૂર્ણ થતાં બ્રિજને ખુલ્લો મુક્યો હતો. ભાવનગરના પ્રથમ ફ્લાય ઓવર બ્રિજને ખુલ્લો મુકતાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દેશની સાથે ગુજરાતે અનેકવિધ ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે ભાવનગર જિલ્લાએ વિવિધ ક્ષેત્રોની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે એમ જણાવી તેમણે આ બ્રિજ થકી લોકોની જન સુખાકારીમાં વધારો થવાની સાથે નાગરિકોને સરળ અને ટ્રાફિકરહિત આવાગમનનો લાભ મળશે.અને તેમના કિંમતી સમય અને ઇંધણની બચત થશે. વધુમાં...
ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા આણંદ જિલ્લાને વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪ એનાયત કરાયો

ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા આણંદ જિલ્લાને વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪ એનાયત કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ આણંદ જિલ્લામાં જળસંચય અને જળસંગ્રહની કામગીરી માટે ૭૫ જેટલા અમૃત સરોવર બનાવવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેની સામે ૮૫ જેટલા અમૃત સરોવર બનાવીને આણંદ જિલ્લાના તળાવોની પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, સાથો-સાથ ભૂગર્ભ જળ, પશુઓના પીવાના પાણીની વ્યવસ્થા, સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા જેવી અનેક જળ વ્યવસ્થાપનની કામગીરીને ધ્યાને લઈ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા આણંદ જિલ્લાને વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના રાજ્યમંત્રી રાજ ભૂષણ ચૌધરીના હસ્તે આ વોટર ટ્રાન્સવર્શાલીટી ગ્લોબલ એવોર્ડ-૨૦૨૪ એનાયત કરવામાં આવ્યો હતો. જેને આણંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના વતી આણંદ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રૂબીસિંહ રાજપુતે સ્વીકાર્યો હતો. ...
તા.૧૦ મી ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી રોજગાર માહિતી કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

તા.૧૦ મી ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી રોજગાર માહિતી કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર અને જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના રોજગાર મેળવતા ઉમેદવારોના લાભાર્થે આજે તા. ૧૦ મી ડિસેમ્બરના મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે નલીની આર્ટસ કોલેજ સામે, યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવનાર છે. આ રોજગાર ભરતી મેળામાં બી.કોમ. અને એમ. કોમ. કક્ષાના ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારો અનુબંધમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન પણ કરી શકશે. આ રોજગાર ભરતી મેળાનો અનુબંધમ જોબ ફેર આઇડી JF૨૨૫૦૫૧૩૪૮ છે. ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને બાયોડેટા સાથે હાજર રહેવા યુનિવર્સિટી માર્ગદર્શન કેન્દ્રના નાયબ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે....
જિલ્લા કલેકટરએ ડી ઝેડ હાઈસ્કૂલ ખાતેથી મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટીવલનો શુભારંભ કરાવ્યો

જિલ્લા કલેકટરએ ડી ઝેડ હાઈસ્કૂલ ખાતેથી મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટીવલનો શુભારંભ કરાવ્યો

Gujarat
આણંદ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદ વિદ્યાનગર સ્થિત ડી ઝેડ હાઈસ્કૂલ ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટીવલ યોજાયો હતો. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી આ ફેસ્ટીવલનો શુભારંભ કરવા જણાવ્યું હતું કે, જિલ્લાની મહિલાઓ દ્વારા હસ્તકળાની તથા હુન્નરના લગતી ચીજવસ્તુઓના ૫૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તા.૧૫ ડિસેમ્બર સુધી ચાલનાર આ ફેસ્ટીવલ અંતર્ગત મહિલાઓને સ્વાવલંબનની દિશામાં આગળ વધે તે માટે જિલ્લાના નાગરિકોને યથાશક્તિ ખરીદી કરવા જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટરએ મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટોલની મુલાકાત લઈને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા જિલ્લા કલેકટરને ફેસ્ટીવલમાં ઉભા કરાયેલા સ્ટોલની વિગતોની વિસ્તૃત વિગતોથી અવગત કર્યા હતા. આ પ્રસંગે મહિલા બાળ કલ્યાણ કચે...
વલસાડની હરિયા પીએચસીમાં રૂ. ૭૬ લાખના મેડિકલ સાધનો અર્પણ, દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્ધ થશે

વલસાડની હરિયા પીએચસીમાં રૂ. ૭૬ લાખના મેડિકલ સાધનો અર્પણ, દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્ધ થશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ વલસાડ તાલુકાના હરિયા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વાપીના અંભેટી ખાતે સ્થિત પાવરગ્રીડ કંપની દ્વારા સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીટીલી) કાર્યક્રમ હેઠળ રૂ. ૭૬ લાખ ૨૨ હજાર ૬૭૫ના મેડિકલના સાધનો જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કે.પી. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા સમારંભમાં અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાધનો મળતા હરિયા અને આસપાસના ગામના દર્દીઓને વધુ સારી સારવાર અને સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રંસગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે. પી. પટેલે વાપીની પાવર ગ્રીડ કંપનીના કાર્યને બિરદાવી જણાવ્યું કે, આધુનિક સુવિધા સજ્જ આ મેડિકલ ઈક્વીપમેન્ટ આસપાસના ગામના હજારો લોકોને આરોગ્યની સેવા પુરી પાડવામાં સરળતા રહેશે. આ મેડિકલ સાધનોમાં મુખ્યત્વે જોઈએ તો, બેબી રેડિયન્ટ વોર્મર જેનાથી બાળકને જન્મ બાદ કૃત્રિમ રીતે ગરમી આપી શકાશે. પરિક્ષણ ટેબલ જેનાથી સગર્ભાની તપાસ તેમજ અન્...
સુરત એરપોર્ટ ખાતે એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ

સુરત એરપોર્ટ ખાતે એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ

Gujarat
સુરત સુરતના ડુમસ રોડ રોડ પર આવેલા આંતરરાષ્ટ્રીય હવાઇ મથક ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ હતી. બેઠકમાં સુરત હવાઇ મથકને વધુ અદ્યતન અને સુવિધાસભર બનાવવા અંગે મંથન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન મંત્રી પાટીલે જણાવ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટને મોડેલ તરીકે કેન્દ્રમાં રાખી સુરત એરપોર્ટ વિકાસ કરવામાં આવે તો એરપોર્ટની આવકમાં વધારો થાય તેમજ મુસાફર વર્ગને ખૂબ સારી સગવડતા પણ ઉપલબ્ધ કરાવી શકાય એમ કહી તેમણે એરપોર્ટમાં ચાલતા સિવિલ વર્કની પ્રગતિ અંગે સમીક્ષા કરતા કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી રહેલી મંથરગતિની કામગીરીને વેગવાન બનાવી કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અપેક્ષા વ્યકત કરી જો કોન્ટ્રાકટર આડોડાઇ કરે તો તેની સામે નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠક દરમિયાન સીટી બસ સેવાનો વ્યાપ એરપોર્ટ સુધી વિસ્તારવા તથા...
સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા દિશા કમિટીની બેઠક યોજાઈ

સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા દિશા કમિટીની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા નર્મદા જિલ્લા ડિસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડિનેશન અન્ડ મોનિટરિંગ(દિશા) કમિટીની ત્રિમાસિક બેઠક ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તા.૭મી ડિસેમ્બરને બપોરે ૩-૦૦ કલાકે મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહભાઈ તડવી, ધારાસભ્ય સર્વ ડો.દર્શનાબેન દેશમુખ અને ચૈતરભાઈ વસાવા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રી તથા દિશા કમિટીના આમંત્રિત સભ્યોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને રચનાત્મક સૂચનો કર્યા હતા. દિશા કમિટીના બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવે પ્રારંભિક ભૂમિકા બાંધી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો ચિતાર અને સરકારની યોજનાના ગ્રાઉડ લેવલ પર થયેલા કામોની વિગતો આપી હતી. યોજનાના અમલીકરણ અંગે વિગતો પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકા...
સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી

સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી

Gujarat
હિન્દ ન્યુટીવી - ગુજરાતીઝ, સુરત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે બેઠક યોજી જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જિલ્લામાં થયેલી પ્રાકૃતિક કૃષિ કામગીરીની સમીક્ષા કરીને જરૂરી સૂચનો કરતા પ્રાકૃતિક ખેતીમાં થયેલી કામગીરીની સરાહના કરી હતી. જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની ઉપસ્થિતિમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃદ્ધ કરવા પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વવાન કર્યું છે. તેમણે પ્રાકૃતિક કૃષિ સાથે દેશના ૧ કરોડ ખેડૂતોને જોડવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરી આ મિશન માટે રૂ.૨૪૮૧ કરોડની ફાળવણી કરી છે. જેમાં ગુજરાતના કૃષિ મોડેલને રોલમોડેલ તરીકે નિર્દેશિ...