સરકારી વિનયન કૉલેજ તિલકવાડા દ્વારા બે દિવસીય “પ્રકૃતિ શિક્ષણ શિબિર” યોજાઈ
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
કોઈપણ વ્યક્તિના જીવનમાં ઉચ્ચ શિક્ષણ પુરૂં પાડવાનું કાર્ય કરતી કોલેજ એ માત્ર શૈક્ષણિક સંસ્થા જ નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું મહત્વનું કેન્દ્ર પણ છે. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે પર્યાવરણ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી રહી છે ત્યારે પ્રકૃતિકનું જતન અને પ્રાકૃષિ ખેતી એક ઉત્તમ વિકલ્પ બની રહ્યો છે. જંગલોના સંવર્ધન અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે કોલેજો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સરકારી વિનયન કૉલેજ તિલકવાડા અને સામાજિક વનીકરણ વિભાગ-તિલકવાડા રેંજના સંયુક્ત ઉપક્રમે કૉલેજનાં આચાર્ય ડૉ.એમ.એમ. ડામોરના માર્ગદર્શન હેઠળ તા. ૦૬ અને ૭મી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઈ હતી.
શિબિરના પ્રથમ દિવસે અગર નમો વડ વન અને વજેરીયા પ્રકૃતિ શિક્ષણ શિબિર કેન્દ્રની સૌએ મુલાકાત લીધી હતી. જ્યાં RFO જે.એ. સોલંકીએ વિદ્યાર્થીઓને વન અને...








