Monday, February 16News That Matters

Author: Admin Admin

રોજગારવાંચ્છુઓ માટે રોજગારી મેળવવાની ઉમદા તક

રોજગારવાંચ્છુઓ માટે રોજગારી મેળવવાની ઉમદા તક

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી‌‌ દ્વારા તા.૧૭મી‌ ડિસેમ્બર,૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, બહુમાળી ભવન ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ(કંપની)માં આઇ.ટી.આઇ. (ઈલેક્ટ્રિશિયન, ફીટર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક) ૧૨ પાસ તથા સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઇલેક્ટ્રિશિયન, ફીટર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટેલિકોલર, સેલ્સ ઓફિસર, સુપરવાઈઝર, સેલ્સ ટ્રઈની, ઓફિસ બોય, કોમ્પ્યુટર ઓપરેટર વગેરે જગ્યાઓ ભરવાની છે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાક...

ભાવનગરમાં તા. ૧૫ ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર કેન્દ્રીય રમત- ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા અને કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે તેમજ ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરતભાઇ બારડના અતિથિ વિશેષ પદે ભાવનગર ખાતે તા.૧૫ મી ડિસેમ્બર-૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ, સરદારનગર ખાતે ભાવનગર શહેરના લોકોની જન સુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂ.૧૪૯.૮૩ કરોડના કુલ-૧૧ કામોનો ખાતમુહૂર્ત અને રૂ. ૨ કરોડના ૧ કામનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ જીતુભાઇ વાઘાણી અને શ્રીમતી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા, કિશોરભાઇ ગુરૂમુખાણી, શ્રીમતી ઉષાબેન બધેકા અને ભરતભાઇ બુધેલીયા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ તેમજ ભાવનગરના શહેરીજનો ઉપસ્થિત રહેશે....
જીવનની પ્રગતિનું સાચુ મધ્યમ શિક્ષણ છે : નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી

જીવનની પ્રગતિનું સાચુ મધ્યમ શિક્ષણ છે : નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના બોરસદ ખાતે આવેલ કુમાર પ્રાથમિક શાળાના આનુષાંગિક સુવિધાઓ સાથેના નવનિર્મિત ૧૪ વર્ગખંડોનું લોકાર્પણ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના વરદહસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ ઉપસ્થિત સર્વેને માનવ જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતુ કે, જીવનની પ્રગતિનું સાચુ મધ્યમ શિક્ષણ છે. જેને ધ્યાને લઈ રાજય સરકાર ગુજરાતનું પ્રત્યેક બાળક ભણે, આગળ વધે તે માટે શિક્ષણક્ષેત્રે અનેક નવી યોજનાઓ કાર્યાન્વીત કરી, શાળાઓમાં ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવીને વિદ્યાધામોને સુવિધાસભર બનાવ્યા છે. રાજય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવેલ આમુલ પરિવર્તનોની વાત કરતાં તેમણે ઉમેર્યું હતુ કે, બાળકોને ભણવા મટે કંઈ મુશ્કેલી ન પડે તે માટે અદ્યતન સુવિધા યુક્ત શાળાઓ બનાવવામાં આવી રહી છે. તેમાં સ્માર્ટ ક્લાસરૂમ તથા આનુષાં...
વેરાવળ બંદરની હદમાં આવતા તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ

વેરાવળ બંદરની હદમાં આવતા તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ

Gujarat
ગીર સોમનાથ વેરાવળ બંદરની હદમાં આવતા તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહન (મીડિયમ તથા હેવી ગુડ્ઝ વ્હીકલ) વ્યવહાર પસાર કરવા પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વેરાવળ શહેર વિસ્તારમાં સોમનાથ-વેરાવળ રેલવે લાઈન અને વેરાવળ-જૂનાગઢ રેલવે લાઈન ખાતે રેલવે ઓવરબ્રીજની કામગીરી કરવા માટે આ રૂટ પરનો ટ્રાફિક વૈકલ્પિક રૂટ વેરાવળ બંદર રોડ અને હરસિદ્ધિ સોસાયટીમાંથી ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું ૩૧/૧૨/૨૦૨૪ સુધી બહાર પાડવામાં આવેલું છે. પરંતુ, વેરાવળ બંદરની હદમાં આવેલ રોડ પરના તમામ પુલ ખૂબ જ જર્જરીત હાલતમાં હોવાથી ભવિષ્યમાં અકસ્માતની દુર્ઘટના ન બને તે માટે તેમજ બંદર વિસ્તારમાં આવેલ આ તમામ પુલ રિપેર થઈ શકે તેવી પરિસ્થિતિમાં ન હોવાથી મોટી દુર્ઘટના તથા જાનહાની ટાળવા માટે આ તમામ પુલ પરથી પસાર થતો વાહન વ્યવહાર પ્રતિબંધિત કરવા ભલામણ કરવામાં આવી છ...
વેરાવળ તાલુકાનાં બીજ ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ

વેરાવળ તાલુકાનાં બીજ ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વેરાવળ વેરાવળ તાલુકાના બીજ ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી. ગ્રામ સભામાં તલાટી સોનલબહેન દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન કરવામાં આવ્યું હતું તેમજ NSAP અંતર્ગતના લાભો અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા વિવિધ યોજનાઓની તપાસ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર ગોવિંદભાઈ સોલંકી, તલાટી સોનલબેન, સરપંચ, ઉપસરપંચ, શાળાના આચાર્ય શ્રી નિમાવતભાઈ, જી.આર.એસ લક્ષ્મણભાઈ બારડ તેમજ આગેવાનો, શાળાનો સ્ટાફ અને આંગણવાડી વર્કરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં....
ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે આહવાની આશ્રમ શાળા ખાતે થી “મુખ્યમંત્રી પૌષ્ટીક અલ્પાહાર” યોજનાનો શુભારંભ કરાવ્યો

ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે આહવાની આશ્રમ શાળા ખાતે થી “મુખ્યમંત્રી પૌષ્ટીક અલ્પાહાર” યોજનાનો શુભારંભ કરાવ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત શિક્ષણ વિભાગ, ગાંધીનગરના તા.૩૦/૧૧/૨૦૨૪ના ઠરાવથી રાજય સરકાર દ્વારા "મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર” યોજના હેઠળ સરકારી અને ગ્રાંટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓના બાલવાટીકાથી ધોરણ-૮ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનાના બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ડાંગ જિલ્લામાં આશ્રમ શાળા આહવા ખાતે તારીખ ૧૧ ડિસેમ્બરના રોજ કલેકટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને આ યોજનાના શુભારંભ કરાવ્યો હતો. જ્યારે મામલતદાર, પી.એમ.પોષણ યોજના, ડાંગનાઓ દ્વારા પ્રાથમિક શાળા-મહાલપાડા, મામલતદાર-વઘઈ દ્વારા વઘઈ તાલુકા શાળા ખાતે, મામલતદાર-સુબીર દ્વારા પ્રાથમિક શાળા-કાંગર્યામાળ ખાતે અને મામલતદાર-આહવા દ્વારા પ્રાથમિક શાળા-કોટબા ખાતે હાજર રહી “મુખ્યમંત્રી પૌષ્ટીક અલ્પાહાર” યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ મેનુ મુજબ વિદ્યાર્થીઓને સ...
સુરત ૧૦૮ ઈમરજન્સી સેવા માનવ જીવન માટે બની જીવન સંજીવની

સુરત ૧૦૮ ઈમરજન્સી સેવા માનવ જીવન માટે બની જીવન સંજીવની

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત રાજ્યમાં મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા ૧૦૮ ઈમરજન્સી સેવા માનવ જીવન માટે જીવાદોરી બની છે. ઓલપાડ તાલુકાના કંણભી પારડી ગામની છ માસની સગર્ભા મહિલાને સાપે ડંખ માર્યો હોવાની માહિતી મળતા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર અર્થે પહોચીને મહિલાને હોસ્પિટલ પહોંચાડીને એક સાથે બે જીદગીને ઉગારી છે. સુરતની ૧૦૮ સેવાના જિલ્લા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ટેરીટરી ઇન્ચાર્જ અજયે જણાવ્યું હતું કે, ગત રાત્રે રાંદેર ૧૦૮ની ટીમને ઓલપાડ તાલુકાના કંણભી પારડી ગામ ખાતે એક મહિલાને સ્નેક બાઈટ થયાનો કોલ મળ્યો હતો. કોલ મુજબ રાંદેર ૧૦૮ ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યાં જઈને EMT શબ્બીર બેલીમએ તપાસ કરતા ૨૨ વર્ષીય મહિલાને જમણા પગે સાપે ડંખ માર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેમને ૬ મહિનાની સગર્ભા છે. એટલે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર શરૂ કરી. EMT શબ્બ...
જિલ્લામાં“સાંસ”કેમ્પેઈનનો પ્રારંભ કરાવતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

જિલ્લામાં“સાંસ”કેમ્પેઈનનો પ્રારંભ કરાવતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ વહેલી તકે ન્યૂમોનિયાના લક્ષણો ઓળખીને સારવાર આપવાથી બાળમૃત્યુ દર અટકાવી શકાય છે. “સાંસ”કેમ્પેઇનનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યૂમોનિયા દ્વારા બાળમૃત્યુ દર અટકાવવાનો છે.“સાંસ”કેમ્પેઇન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્લાન ઈન્ડિયા દ્વારા અમલિત સેલ્ફ-કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર-૫ પ્રોજેક્ટ સાથે મળી આ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. આ ઝૂંબેશના ભાગરૂપે પ્રાંત કચેરી વેરાવળ ખાતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના વરદ્હસ્તે માતાઓ અને બાળકો માટે“સાંસ” કેમ્પેઈનના આઈ.ઈ.સીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પેઈન અંતર્ગત ન્યૂમોનિયાથી બચવા માટે શું ધ્યાન રાખવુ જોઇએ? ન્યૂમોનિયા થાય તો પ્રાથમિક સારવાર કેવી રીતે મેળવવી જોઈએ? ન્યૂમોનિયાના લક્ષણો શું છે? વગેરે જેવી મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આઈ.ઈ.સી અંતર્ગત ગીર સોમનાથની ૧૦૦૦ આશા બહેનોને પેમ...
નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ-ચીખલીની ઉમદા કામગીરી

નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ-ચીખલીની ઉમદા કામગીરી

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી,, નવસારી નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ દ્વારા બે વર્ષથી ઘરથી ભૂલી પડેલી મહારાષ્ટ્રની મનોદિવ્યાંગ અને મૂક મહિલાનું પરિવાર સાથે મિલન કરાવીને પ્રશંસનીય કામગીરી કરી છે. આજથી બે વર્ષ પહેલા નવસારી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આશરે ૩૫ વર્ષીય પરિણીતાને આ નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય હેઠળ મૂકવામાં આવ્યા હતા. આશ્રિત મહિલા મનોદિવ્યાંગ અને મૂક હોવાથી તેમના પરિવાર વિશે જાણકારી મેળવવી અઘરી હતી. આમ છતાં, નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવી આશ્રિત બહેનના પરિવારની શોધખોળ આરંભવામાં આવી હતી. અથાગ મહેનત પછી આશ્રિત બહેનના કૌટુંબિક મિત્ર સાથે ટેલિફોનિક સંપર્ક થતા તેમના પરિવાર અને વતનની માહિતી મળી હતી. આશ્રિત મહિલા મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આશ્રિત મહિલાના પરિવારજનોએ વર્ષ-૨૦૨૨ માં રાયગડ જિલ્લાના પેણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. વ...
આઈ.સી.એ.આર.- ન્યુ દિલ્હીના વૈજ્ઞાનિક દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે

આઈ.સી.એ.આર.- ન્યુ દિલ્હીના વૈજ્ઞાનિક દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા નર્મદા જિલ્લાના દેડિયાપાડા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આઈ.સી.એ.આર. દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઝેડ.પી.પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. તા.12/12/2024ને ગુરૂવારના રોજ આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિક ડૉ.પી.એસ.બ્રામ્હણે, સી.એફ.મુંબઈ દ્વારા કે.વી.કે દેડીયાપાડાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિવિધ નિદર્શન એકમો - નેચરલ ફાર્મિંગ યુનિટ, એઝોલા, મત્સ્યપાલન, બકરા સંવર્ધન એકમ, મિશ્ર ફળપાક બગીચો, પોષણ વાટિકા, ફાર્મ પોન્ડ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ વગેરેની મુલાકાત લઈ કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત ઈન્સટ્રકશનલ ફાર્મ તેમજ મિલેટ પ્રોસેસિંગનું પણ નિદર્શન નિહાળ્યું હતું. સમગ્ર મુલાકાત દરમિયાન કે.વી.કે. દેડિયાપાડાના વડા ડૉ. એચ.યુ.વ્યાસ તેમજ આદિવાસી મહિલા તાલીમ કેન્દ્રના ઇન્ચાર્જ ડૉ.વી.કે.પોશિયા અને સમગ્ર કે.વી.કે.નો સ્ટ...