Monday, February 16News That Matters

ભાવનગરમાં તા. ૧૫ ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

કેન્દ્રીય રમત- ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા અને કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે તેમજ ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરતભાઇ બારડના અતિથિ વિશેષ પદે ભાવનગર ખાતે તા.૧૫ મી ડિસેમ્બર-૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ, સરદારનગર ખાતે ભાવનગર શહેરના લોકોની જન સુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂ.૧૪૯.૮૩ કરોડના કુલ-૧૧ કામોનો ખાતમુહૂર્ત અને રૂ. ૨ કરોડના ૧ કામનું લોકાર્પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ જીતુભાઇ વાઘાણી અને શ્રીમતી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા, કિશોરભાઇ ગુરૂમુખાણી, શ્રીમતી ઉષાબેન બધેકા અને ભરતભાઇ બુધેલીયા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ તેમજ ભાવનગરના શહેરીજનો ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *