Monday, February 16News That Matters

Author: Admin Admin

વાપીમાં રાજ્ય સરકારના યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ શિબિર યોજાઈ

વાપીમાં રાજ્ય સરકારના યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ શિબિર યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વાપી વાપીમાં રાજ્ય સરકારના યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ શિબિર યોજાઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના યોગ કોચ અને સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટર શીતલ ત્રિગોત્રા દ્વારા વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં જલારામ મંદિર ખાતે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ જેટલા યોગ પ્રેમીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા કાર્ય વિશે શીતલબેને માહિતી આપી હતી. સહયોગી તરીક યોગ ટ્રેનર તોરલ મિસ્ત્રીએ સહકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વાપી તાલુકામાં આવેલા જલારામ મંદિર ખાતે છેલ્લા બે વર્ષથી યોગના પ્રખર અનુભવી શ્રીમતી તોરલબહેન મિસ્ત્રી દ્વારા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના સાનિધ્યમાં જન સેવાર્થે સમાજોપયોગી થવાના ઉમદા હેતુ સાથે નિ:શુલ્ક યોગા ક્લાસ ચલાવવામાં આવે છે. જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા જણાવાયું છે....
નર્મદ યુનિ.માં આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ની મુલાકાત લેતા સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણી

નર્મદ યુનિ.માં આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ની મુલાકાત લેતા સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ મેગા એક્ઝિબિશનની બીજા દિવસે સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણીએ મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ પ્રદર્શનીથી વાકેફ થયા હતા. પરિચિત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં બીજા દિવસે મોટી સંખ્યામાં નાગરિકો, શાળા-કોલેજોના જિજ્ઞાસુ વિદ્યાર્થીઓએ સ્ટોલ્સમાં પ્રદર્શિત કૃતિઓ, વિભાગોની સિદ્ધિઓની સસ્લાઈડસ, ઓડિયો-વિઝ્યુઅલ્સને રસપૂર્વક નિહાળી ઉપયોગી જાણકારી મેળવી હતી. એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ૧૦૦ જેટલી સંસ્થાઓ તેમની સિદ્ધિઓનું પ્રદર્શન કરી રહી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના વિકાસકામો, વિવિધ અભિયાનો, રા...

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે કૃષિ મેળો–૨૦૨૪ અને એગ્રો ટેક્ષટાઈલ પાર્કનું ઉદ્ઘાટન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નવસારી                   કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેથી રાજ્યકક્ષાના ત્રિ-દિવસીય કૃષિ મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ કેન્દ્રીય મંત્રીએ એગ્રો ટેક્ષટાઈલ પાર્કનું પણ ઉદ્ઘાટન કરીને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપી છે. ખેડૂત તો જગતનો તાત છે અને આ જગતના તાતને યોગ્ય સન્માન મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેમજ કિસાન રથ, કૃષિ મેળા અને કૃષિ મહોત્સવ જેવી અનેક ઐતિહાસિક પહેલ કરી કૃષિ ક્ષેત્રના નિરંતર વિકાસ માટે સંનિષ્ઠ અને પ્રામાણિક પ્રયત્નો કર્યા છે, તેમ કહીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કૃષિ મેળાનો શુભારંભ કર્યો હતો. નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કૃષિ અને ખેડૂતોના વિકાસ માટે વા...
કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી.સિંઘ બઘેલએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી

કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી.સિંઘ બઘેલએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  કેન્દ્ર સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુ પાલન, ડેરી ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી એસ. પી. સિંઘ બઘેલ નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રકલ્પો નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતા નગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રસંશા કરી હતી. આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન-કવનની તસવીરી ઝલક મંત્રીએ નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ મયુરસિંહ રાઉલ દ્વારા મંત્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ...
નર્મદા જિલ્લા સંકલન (વ) ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા સંકલન (વ) ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા             રાજ્યભરમાં દર મહિને ત્રિજા શનિવારે યોજાતી સંકલન (વ) ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળતી હોય છે. જેમાં જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા પ્રજાના પ્રશ્નો લેખિતમાં રજૂ કરાય છે. જેનો સંબંધિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ આ અંગે વાસ્તવિકમાં થયેલી કામગીરી અને બાકી રહેવાના કારણો આ બેઠકમાં રજૂ કરવામાં આવે છે. જિલ્લા સંકલનની બેઠક અગત્યની અને મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવે છે. જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ મહત્વની યોજનાઓ અંગે રાજ્ય દ્વારા ફાળવેલ જિલ્લાના લક્ષ્યાંકમાં ભૌતિક સિધ્ધિ હાંસલ કરવામાં આવી હોય તે અંગે અને બાકી રહેલા લક્ષ્યાંકની પૂર્તિ અને ફાળવેલ ગ્રાન્ટનો વપરાશ અંગે પણ આ બેઠકમાં સમીક્ષા હાથ ધરવામાં આવે છે.           નર્મદા જિલ્લા સંકલન (વ) ફરિયાદ સમિતિ બેઠક આજે તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર સી.કે....
ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં ડાંગના અધિક જિલ્લા કલેક્ટર બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિ’ ની બેઠક યોજાઇ હતી. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા જિલ્લા અધિકારીઓને સૂચના આપતા અધિક જિલ્લા કલેકટર બી.બી.ચૌધરીએ, જિલ્લાના પદાધિકારીઓ સહિત MP/MLA જેવા જનપ્રતિનિધીઓની લેખિત કે મૌખિક રજૂઆતો, પ્રશ્નો, અરજીઓનો સમય મર્યાદામા સાનુકૂળ નિકાલ/જવાબ કરવાની પણ તાકીદ કરી હતી. બેઠકમાં સરકારી લેણાંની બાકી વસૂલાતો, તુમાર સેન્શન, પેન્શન કેસ, ઓડિટ પેરા ઉપરાંત નશામુક્ત ભારત અભિયાનની બાબતો, શિક્ષણની સ્થિતિ, CM ડેશબોર્ડ, ન્યૂઝ એનાલિસિસની કામગીરી, ખુલ્લામા બોર/કૂવા, ગટર લાઇન જેવા સ્થળોની ચકાસણી જેવા મુદ્દે સવિસ્તાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં થતી વિવિધ સકારાત્મક પ્રવૃતિઓ તેમજ સરકારી યોજનાઓ/કાર્યક્રમોનો અસરકારક અમલ લોકો સુધી ...
સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી

સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  સુરત  જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી. જિલ્લા કલેકટરાયમાં યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધના-ભેસ્તાન પર આવેલી બે હાઇટેન્શન લાઈનોને અંન્ડરગ્રાઉન્ડ કરવા અંગેની રજુઆત કરી હતી. તેમણે ઉધના વિસ્તારમાં લોકોને પ્રોપર્ટી કાર્ડ ઝડપથી મળી રહે તે માટેની રજુઆત સંદર્ભે જિલ્લા કલેકટરએ સર્વેનું કામ કરતી એજન્સી અંગે ડી.એલ.આર. અધિકારીને સરકાર લેવલે રજુઆત કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય અરવિંદ રાણાએ ઈ-શ્રમ કાર્ડ ધારકોને એન.એફ.એસ.એ. હેઠળ નોંધણી કરીને વિનામૂલ્યે અન્ન સહાય યોજનાનો લાભ આપવાની રજુઆત કરી હતી. આ ઉપરાંત તેમણે હાલમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અપર આઈ.ડી. બનાવવા અંગેનું કાર્ય ચાલી રહ્યું છે જેમાં આઈ.ડી.ઓપન કરવા માટે શાળાના રજીસ્ટર દફતરે વિદ્યાર્થીના નામનો ઉપયોગ કરવામાં આવે છે. જયારે આધાર કાર્ડમાં લખ...
રાજ્યના વર્ગ ૧-૨ના અધિકારીઓ તેમજ વર્ગ-૩નાં કર્મચારીઓને સમયની માંગ મુજબ તાલીમ આપી “સુશાસન” માટે તૈયાર કરતી એકમાત્ર સંસ્થા – સ્પીપા

રાજ્યના વર્ગ ૧-૨ના અધિકારીઓ તેમજ વર્ગ-૩નાં કર્મચારીઓને સમયની માંગ મુજબ તાલીમ આપી “સુશાસન” માટે તૈયાર કરતી એકમાત્ર સંસ્થા – સ્પીપા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી , ગાંધીનગર વર્ષ ૨૦૨૩-૨૪માં પૂર્વસેવા તાલીમાંત તેમજ બઢતી માટેની ખાતાકીય પરીક્ષામાં ૨,૫૪૦ તથા વર્ષ ૨૦૨૪-૨૫માં ૨,૯૩૮ પરીક્ષાર્થીઓ સહભાગી થયા • UPSC પરીક્ષામાં આજદિન સુધીમાં સ્પીપાના કુલ ૨૮૬ ઉમેદવારો અંતિમ પસંદગી પામ્યા • વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રવેશ પરીક્ષા બાદ પસંદગી પામતા ૧૦૦ યુવક-યુવતીઓને વિનામૂલ્યે તાલીમ • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને રૂ. ૬૧ હજાર સુધીની પ્રોત્સાહન સહાય • સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ અંતર્ગત ચાલુ વર્ષે બજેટમાં અંદાજે રૂ.૨૯૯ લાખની જોગવાઈ • રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતે સ્પીપા કેમ્પસ કાર્યરત...
નર્મદ યુનિ. ખાતે ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ને ધારાસભ્ય મનુભાઈ પટેલના હસ્તે ખૂલ્લો મૂકાયો

નર્મદ યુનિ. ખાતે ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ને ધારાસભ્ય મનુભાઈ પટેલના હસ્તે ખૂલ્લો મૂકાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ મેગા એક્ઝિબિશનને કુલપતિ કે.એન.ચાવડાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય મનુભાઈ પટેલના હસ્તે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. પરિચિત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શાળાકોલેજોના વિદ્યાર્થીઓએ સ્ટોલ્સને રસપૂર્વક નિહાળી વિવિધ જાણકારી મેળવી હતી. વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના વિકાસકામો, વિવિધ અભિયાનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓને પ્રદર્શિત કરાઈ છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સ્ટોલમાં પ્રદર્શિત કરાયેલા મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે વર્ષ ૧૯૮૩માં મળી આવેલા મળેલા ડાયનાસોરના ઈંડા અને પગના ...
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન

ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે, કારણ કે સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે માન્યતા આપવામાં આવી છે. આ સિદ્ધિ માત્ર સુરત કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને પ્રજાસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતી એક ઐતિહાસિક ઘટના છે. આ ગૌરવપ્રદ એવોર્ડ ભુવનેશ્વરમાં આયોજિત ડીજીપી સંમેલન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને પ્રદાન કરવામાં આવ્યો. આ શ્રેષ્ઠતા માટેના પ્રદાનમાં કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં સ્ટેશનની અનોખી કામગીરી, નવા ઉપાયો, નાગરિક સહયોગ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગને મુખ્ય આધારભૂત ગણવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મોર્ડનાઇઝેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં, ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિવિધ માપદંડો પર શ્રેષ્ઠ ઠર્યુ...