Monday, February 16News That Matters

Author: Admin Admin

વેરાવળ ખાતે સાંસદની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ

વેરાવળ ખાતે સાંસદની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આજે પ્રાંત કચેરી, વેરાવળ ખાતે દિશા (ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ સમિતિ) ની બેઠક યોજાઇ હતી. ધારાસભ્ય સર્વ ડો.પ્રદ્યુમન વાજા, કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજૂલાબેન મૂછાર, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લામાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. બેઠકમાં વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવાની સાથોસાથ જનસુખાકારીના કામોને અગ્રતા આપી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને સાંસદ રાજેશ ચુડાસમાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.  સાંસદએ વિવિધ યોજનાઓની સમીક્ષા કરતા વિવિધ વિભાગોને લગતી જનકલ્યાણકારી યોજનાઓના લાભો તમામ જરૂરીયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્વિત કરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. ...
ઘેટાં-બકરામાં PPR રોગને અટકાવવા જામનગર જિલ્લામાં રસીકરણ અભિયાનનો પ્રારંભ

ઘેટાં-બકરામાં PPR રોગને અટકાવવા જામનગર જિલ્લામાં રસીકરણ અભિયાનનો પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર       ઘેટા-બકરામાં જોવા મળતો પીપીઆર (પેસ્ટે-ડેશ-પેટીટસ રુમીન-ટસ) રોગ એ અગાઉ ગાય-ભેંસ જેવા મોટા પશુઓમાં જોવા મળતા RP (રીન્ડર પેસ્ટ) પ્રકારનો રોગ છે. આ રોગમાં પશુઓને ઝાડા અને શરદી થઈ જાય છે. PPR રોગને વૈશ્વિક સ્તરે OIE દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં નાબૂદ કરવાના લક્ષ્યાંક સાથે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં PPR રોગ નાબૂદી માટેનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. સદરહુ કાર્યક્રમના સફળ અમલીકરણ અર્થે જામનગર જિલ્લામાં તા.૧૬/૧૨/૨૦૨૪ થી ૧૫/૦૧/૨૦૨૫ દરમિયાન પશુપાલન શાખાની ટીમ દ્વારા ઘેટા-બુકરા વર્ગના નાના પશુઓમાં PPR રોગ અટકાવ અને નિયંત્રણ અર્થે રસીકરણ ઝુબેશ હાથ ધરવામાં આવી છે. રસીકરણ ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લામાં રસીકરણ કરવાપાત્ર કુલ ૨,૭૬,૦૦૦ થી વધુ ઘેટા-બકરા વર્ગના પશુઓને રસી આપવામાં આવશે. હાલમાં 21મી પશુધન ધરતી ગણતરી પણ કાર્યરત હોય સ્થળાંતરિત પશુપાલકો કે જેઓ અન્ય જિલ્લા...
જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ સ્પેશિયલ ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લઈ શકશે

જામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ સ્પેશિયલ ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લઈ શકશે

Sports
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર        રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર હેઠળના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ ૩.૦નું ભવ્ય આયોજન આગામી સમયમાં કરવામાં આવનાર છે.  સ્પે.ખેલમહાકુંભ 3.0 નું ઓફલાઈન રજીસ્ટ્રેશન તા.૧૦/૦૧/૨૦૨૫ સુધી ચાલુ રહેશે. જેમાં વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેવા કે માનસિક ક્ષતિગ્રસ્ત (MR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), અંધજન (Blind). શ્રવણ મંદ (Deaf) અને સેરેબ્રલ પાલ્સી (CP) ધરાવતા ભાઈઓ/બહેનો આ સ્પર્ધાઓમાં ભાગ લઇ શકશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ ૩.૦ની સ્પર્ધાઓનું જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ આયોજન થનાર છે.  સ્પે.ખેલમહાકુંભ ૩.૦માં વિવિધ કેટેગરી માટે વયજૂથ જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત માટે ૮ થી ૧૫ (જુનિયર, ૧૬ થી ૨૧ (સિનીયર), ૨૨ થી ઉપર (માસ્ટર), શારીરિક ક્ષતિ...
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ઓઇલ ઢોળાવા અને તેના પર નિયંત્રણ મેળવવા માટેની મોકડ્રીલ યોજાઇ

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ઓઇલ ઢોળાવા અને તેના પર નિયંત્રણ મેળવવા માટેની મોકડ્રીલ યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ            ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તથા નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ આલનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા મૂળ દ્વારકા પોર્ટ ખાતે ઓઇલ ઢોળાવા (oilSpillage) બાબતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું  હતું.           આ મોકડ્રીલ યોજીને દરિયામાં વાસ્તવિક રીતે ઓઇલ ઢોળાવવા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરીને સંબંધિત વિભાગો દ્વારા કરવાની થતી રાહત અને બચાવની કામગીરી અંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલમાં કોસ્ટ ગાર્ડ વેરાવળ, મેરિટાઇમ બોર્ડ વેરાવળ, ફિશરિઝ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ, GPCB, પોલીસ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ,GSRTC,PGVCL, નગરપાલીકા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ફોરેસ્ટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ,ઇન્ડસ્ટ્રીઝ (અંબુજા સિમેન્ટ, ઇન્ડિયન રેયોન,HPCL વિગ...
આજે તા. ૨૨ ડિસેમ્બરના રોજ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં” ટી બી મુક્ત આણંદ-૨૦૨૫” થીમ અંતર્ગત ક્રિકેટ મેચ યોજાશે

આજે તા. ૨૨ ડિસેમ્બરના રોજ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં” ટી બી મુક્ત આણંદ-૨૦૨૫” થીમ અંતર્ગત ક્રિકેટ મેચ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ     ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ " ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ" નિમિત્તે આવતીકાલે તા.૨૨ ડિસેમ્બર રવિવારના રોજ સવારે ૮-૩૦ કલાકે આણંદ- સોજીત્રા રોડ, એલિકોન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મીડિયાના મિત્રો અને આરોગ્યના મિત્રો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે.  આ મેચમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી સંસદ સભ્ય મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.  આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આણંદ જિલ્લાના મીડિયાના મિત્રોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે....
આણંદ ખાતે સાંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષપદે દિશા કમિટીની બેઠક યોજાઈ

આણંદ ખાતે સાંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષપદે દિશા કમિટીની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ     આણંદ જિલ્લાના બહુ આયામી વિકાસ અર્થે આણંદના સંસદ સભ્ય મિતેષભાઈ પટેલના અધ્યક્ષ પદે ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો - ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક સર્કીટ હાઉસ, આણંદ ખાતે યોજાઈ હતી.  આ બેઠકમાં તાલુકાઓના જનપ્રતિનિધીઓ દ્વારા રોડ રસ્તા, આંગણવાડી તથા શાળાના નવા ઓરડા, જળ વ્યવસ્થાપન, આરોગ્યલક્ષી સુવિધાઓના પ્રશ્નોની રજૂઆત કરી હતી. સંસદ સભ્ય મિતેષભાઈ પટેલે જનપ્રતિનિધિઓના દ્વારા તાલુકાઓમાં વિકાસલક્ષી પશ્નોના હકારાત્મક નિકાલ કરવા જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપીને ઝડપથી પ્રશ્નો ઉકેલાઈ તે માટે પણ સૂચનો આપ્યા હતા . આ ઉપરાંત સંસદએ ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભો આણંદ જિલ્લામાં છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે કામ કરવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. વી. દેસાઈએ સ્વાગત કરીને બેઠ...
તા. ૨૩ ડિસેમ્બરના રોજ ડી. એન. હાઈસ્કૂલ, આણંદ ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાશે

તા. ૨૩ ડિસેમ્બરના રોજ ડી. એન. હાઈસ્કૂલ, આણંદ ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,આણંદ      આણંદ જિલ્લામાં સુશાસન સપ્તાહ અંતર્ગત જિલ્લાના નાગરિકોને સાચા અર્થમાં સુશાસન સંકલ્પનાને સાકાર કરવા માટે આણંદ ખાતે ડી. એન. હાઈસ્કૂલના મહાત્મા ગાંધી પ્રાર્થના ખંડ ખાતેથી તા.૨૩ ડિસેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષપદે આણંદ પ્રાંત કક્ષાના મહેસુલી સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત લાભ વિતરણ તથા ક્યુ આર કોડ દ્વારા પ્રતિભાવો મેળવવા માટેના પોર્ટલનું ઉદ્ધાટન કરાશે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લાના ધારાસભ્યઓ, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના વગેરે ઉપસ્થિત રહેનાર છે.  ...
આણંદ-ખંભાત રેલ્વે લાઈન સ્થિત ફાટક નં.૦૬ રેલ્વેના અગત્યના સમારકામ અર્થે દિન-૩ સુધી સંપુર્ણ બંધ રહેશે 

આણંદ-ખંભાત રેલ્વે લાઈન સ્થિત ફાટક નં.૦૬ રેલ્વેના અગત્યના સમારકામ અર્થે દિન-૩ સુધી સંપુર્ણ બંધ રહેશે 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ   આણંદ-ખંભાત રેલ્વે લાઈન સ્થિત ફાટક નં.૦૬ રેલ્વેના અગત્યના સમારકામ માટે તા.૨૩/૧૨/૨૦૨૪ નારોજ સવારે ૦૭.૦૦ કલાકથી તા.૨૫/૧૨/૨૦૨૪ ના રોજ સાંજના ૧૮.૦૦ વાગ્યા સુધી દિન ત્રણ માટે સંપુર્ણ બંધ રહેનાર હોય જનતા ચોકડીથી વલ્લભ વિદ્યાનગર તરફ આવતા અને જતા વાહનો ફાટક નં.૦૭ એલીકોન ફાટક થઈ અવર-જવર કરી શકશે.  સામાન્ય જનતાને જાહેર નિવેદન છે કે ઉપરોક્ત જણાવ્યા મુજબના ડાયવર્ઝન મુજબ અવર-જવર કરવાની રહેશે તેમ,અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ,આણંદની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.  ...

આણંદ સાંસદ મિતેષ પટેલના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો – ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ             આણંદ જિલ્લાના બહુઆયામી વિકાસ અર્થે જિલ્લા સંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષ પદે ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો - ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક સર્કીટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકાઓના જનપ્રતિનિધીઓ રોડ રસ્તા,આંગણવાડી તથા શાળાના નવા ઓરડા,જળ વ્યવસ્થાપન, આરોગ્યલક્ષી સુવિધાઓના પ્રશ્નોની રજૂઆત કરી હતી. સંસદ મીતેષભાઈ પટેલે જનપ્રતિનિધિઓના દ્વારા તાલુકાઓમાં વિકાસલક્ષી પશ્નોના હકારાત્મક નિકાલ કરવા જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપીને ઝડપથી પ્રશ્નો ઉકેલાઈ તે માટે પણ સૂચનો પણ આપ્યા હતા .         આ ઉપરાંત સંસદએ કેન્દ્ર કક્ષાએ મંજૂરી મેળવવા માટેના પ્રશ્નો કે જે જિલ્લાના વિકાસમાં અવરોધ બનતા હોય તેની પણ યોગ્ય કક્ષાએ રજૂઆત કરવા પણ જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક જેવી દેસાઈએ બેઠકમાં સ્વાગત પ્ર...
આણંદ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, આણંદ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આબેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે કરેલ રજૂઆતનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેકટરએ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું. કલેકટરએ આણંદ જિલ્લાવાસીઓની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા, સરકારી જમીન ઉપરના દબાણો  માપણી મુજબ જે દબાણ નક્કી થતા હોય તેને તાકીદે દૂર કરવા જણાવ્યું હતું, આ ઉપરાંત રોડ રસ્તા ના મંજૂર થયેલા કામો વહેલી તકે શરૂ કરી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા પણ તેમણે અધિકારીઓને સૂચના આપી હતી.ઉપરાંત સરકારી બાકી લેણાની વસુલાત કરવા પણ તેમણે સુચના આપી હતી....