‘પ્રભુ શ્રી રામ અને માતા શબરી મિલન દિવસ’ ની ઉજવણી નિમિત્તે પંપા સરોવરથી શબરીધામ સુધીની “શ્રી રામ આગમન મહોત્સવ” ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
હિન્દ ટીવી-ગુજરાતી, ડાંગ
રામાયણ જેવા મહાકાવ્યની રચના સહિત સમગ્ર રામકથામાં આદિવાસી સમાજના યોગદાનનો ઉલ્લેખ કરી કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે, શબરી ધામ અને પંપા સરોવરનું મહત્વ વર્ણવ્યું હતું. પ્રભુ શ્રી રામ-શબરી મિલનની ગાથા વર્ણવતા મંત્રીએ રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો સહિત પુરાણોમાં વર્ણિત આદિવાસી પાત્રોની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
મકર સંક્રાંતિના પવન પર્વે શબરીધામ ખાતે આદિવાસી સમાજને હજારો વર્ષોની પરંપરા મુજબ સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે અનેકવિધ પગલાંઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર લઈ રહી છે. તેમ જણાવતા મંત્રીએ, ચાલુ વર્ષે સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ યાત્રા યોજવામાં આવી. જેમાં આદિજાતિ લોકો માટે સરકારની યોજનાઓને ઉજાગર કરવામાં આવી હતી તેમ કહ્યું હતું. દેશના વડા પ્રધાન નરેદ્ર મોદી દ્વારા આદિવાસી સમાજ માટે અનેક યોજનાઓ લાગુ કરી છે. જેનો લાભ લ...








