Monday, February 16News That Matters

Author: Admin Admin

સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ મીલેટ મહોત્સવ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર                     રાજ્યના પ્રવાસન, સંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જામનગરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં આયોજિત બે દિવસીય (તા.૮-૯ ફેબ્રુઆરી) મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫ નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, મિલેટ એટલે કે પોષક અનાજ જેવા કે જુવાર, બાજરી, રાગીનો આપણા રોજીંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ. આ ધાન્યોમાં પોષક તત્વોની સાથે ખનીજ વિટામીન સમાયેલા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મીલેટની વાનગીઓ આહારમાં લેવાથી નાની ઉમરે થતા રોગોથી મુક્તિ મળે છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને મિલેટ પાકોના વાવેતર માટે જાગૃત કરવા માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિને તેમજ મીલેટ્સને પ્રાધાન્ય આપવા રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં બે દિવસીય ...

જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલ ખાતે પ્રોસ્થોડોન્ટીકસ ડે ૨૦૨૫ની ઉજવણી કરાઇ

Health
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર               જામનગરમાં આવેલ ગર્વમેન્ટ ડેન્ટલ હોસ્પિટલના પ્રોસ્થોડોન્ટીકસ વિભાગ દ્વારા ૨૨ જાન્યુઆરી પ્રોસ્થોડોન્ટીકસ ડે ની ઉજવણી અંતર્ગત ૧૬ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી સુધી PROSTHO FIESTA સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન વિવિધ રસપ્રદ પ્રવુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પતંગ ડિઝાઈનીગ ,કાવ્યરચના ,રીલ્સ ,કચુટ ક્વીઝ, ગેમ ,બ્રોકસ ક્રિકેટ ,રંગોલી સ્પર્ધા ,શાકભાજી અને ફળો વડે દંત ક્રાફ્ટ જેવી રચનાત્મક પ્રવુતિઓ સાથે દર્દી જાગૃતતા કાર્યક્રમો અને કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત એમ. પી. શાહ વૃધ્ધાશ્રમના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ડેન્ટલ પ્રોસ્થોડોન્ટીકસ વિભાગના વડા ડો. સંજય લગદિવે, સિનીયર મોસ્ટ ડો. સંજય ઉમરાણીયા, સમગ્ર પ્રોસ્થોડોન્ટીકસ વિભાગ ટીમ અને ડેન્ટલ હોસ્પિટલના ડીન ડો. નયનાબેન પટેલના માર...

આગામી તા.25 ફેબ્રુઆરીના રોજ જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર ''સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ''ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ''તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' દર માસે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા જોડિયા તાલુકામાં ''તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' આગામી તારીખ 25/02/2025 ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા કક્ષાના અધિકારી/મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ, જોડીયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી જોડિયા ખાતે યોજવામાં આવશે. તેથી આગામી તારીખ 17/02/2025 સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, જોડીયાને મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારો...

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત

Politics
આદર્શ આચારસંહિતા ભંગની રજૂઆત / ફરીયાદ માટે કાલાવડ નગરપાલિકા ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર                  રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ યોજવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કાલાવડ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોવાથી જાહેર જનતા તથા રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિ/ઉમેદવારો માટે આદર્શ આચારસંહિતા ભંગની રજૂઆત / ફરીયાદ માટે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રકારની આદર્શ આચાર સંહિતા ભંગની ફરીયાદ/રજૂઆત હોય તો કાલાવડ નગરપાલિકાના કંટ્રોલ રૂમ નં.૦૨૮૯૪-૨૨૩૧૦૧ પર જાણ કરી શકશે. તેમ કાલાવડ નગર પાલિકાના ચીફ ઓફિસર અને નોડલ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે....

જામનગર જિલ્લાના ટુ વ્હીલર ધરાવતા વાહન માલિકો જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર             જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના ટુ-વ્હીલર ધરાવતા વાહન માલિકો જૂની સિરીઝમાં બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડન નંબર માટે ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.૧૧-૨-૨૦૨૫ થી ૧૩-૦૨-૨૦૨૫ બપોરે ૪:૦૦ કલાક સુધી, ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૧૩-૦૨-૨૦૨૫ થી ૧૫-૦૨-૨૦૨૫ બપોરે ૪:૦૦ કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૧૫-૦૨-૨૦૨૫રોજ બપોરે ૦૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઇટ પર લોગ-ઈન કરીને વાહન ખરીદીના દિવસ-૦૭ ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગો...

એસ.એસ.સી, એચ.એસ.સી. બોર્ડ પરીક્ષા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ              ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૭ મી ફેબ્રુઆરી થી તા. ૧૭ મી માર્ચ ૨૦૨૫ સુધી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા યોજવામાં આવનાર છે. આ બોર્ડની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં અને પરીક્ષા દરમિયાન કોઈપણ મૂંઝવણ હોય તો તેઓ ઘેર બેઠા ફોન દ્વારા માર્ગદર્શન મેળવી શકે તે માટે તથા વિદ્યાર્થીઓના મનો શારીરિક પ્રશ્નો ના સમાધાન માટે આણંદ, જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ કાઉન્સિલરશ્રી ઓ પાસેથી માર્ગદર્શન મેળવી શકે તે માટે ટેલિફોનિક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ ટેલીફોનિક હેલ્પલાઇન બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે, જે તા. ૧૭ મી માર્ચ ૨૦૨૫ સુધી સવારે ૯-૦૦ કલાક થી સાંજના ૧૮-૦૦ કલાક સુધી ખુલ્લી રહેશે. ધોરણ – ૧૦ અને ધોરણ - ૧૨...

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ              રાજય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય ચૂંટણી/ પેટા ચૂંટણીઓનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ (આંકલાવ, બોરીયાવી, ઓડ) ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન તથા ઉમરેઠ નગરપાલિકાની ૦૧ બેઠક (વોર્ડ નં.:૦૪) અને ખંભાત તાલુકા પંચાયતની ૦૫ બેઠક(૨૪-ઉદેલ-૨) પર પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નિયત કરવામાં આવેલ છે. જે અન્વયે મતદાનના દિવસે મતદાન મથકે મતદારો શાંતિથી તેમના મત નોંધાવી શકે તે માટે આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં કોઈપણ વ્યક્તિને કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મથદાન મથકથી ૧૦૦ ...
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ        આણંદ જિલ્લામાં આંકલાવ, બોરીયાવી અને ઓડ નગરપાલિકાઓની ચૂંટણી તથા ઉમરેઠ નગરપાલિકાની વોર્ડ નંબર-૪ ની પેટા ચૂંટણી અને ખંભાત તાલુકા પંચાયતની ઉંદેલ બેઠકની પેટા ચૂંટણીના સંદર્ભમાં મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા અંગે રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત દ્વારા આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ એક જાહેરનામા દ્વારા સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે વિશ્રામ ગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગનો સત્તાપક્ષના સભ્યો કે ઉમેદવારો એક હથ્થુ અધિકારો ભોગવશે નહી અને આવા રહેણાંકનો ઉપયોગ બીજા પક્ષના સભ્યો કે ઉમેદવારોને પણ કરવા દેશે. કોઈપણ પક્ષ કે ઉમેદવારો આવા રહેણાંક (તેન...

ગંભીર અકસ્માત કે જન્મજાત ખોડખાપણ યુક્ત અંગોને પ્લાસ્ટિક સર્જરી દ્વારા રિકંસ્ટ્રક્શન કરી પુનઃ કાર્યરત કરતી રાજકોટ સિવિલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  વર્ષ ૨૦૨૪માં રિકંસ્ટ્રક્શનના ૬૮ જેટલા જટિલ ઓપરેશન સહિત ૬,૭૭૯ દર્દીઓની કરાઈ પ્લાસ્ટિક સર્જરી ૪૦ બેડની અલાયદી ઈન્ડોર સુવિધા, બે મોડ્યુલર ઓપરેશન થીએટર, રાજ્યની પ્રથમ સ્કિન બેંક સહિતની ઉત્તમ વ્યવસ્થા આત્મનિર્ભર અને સામાજિક ગૌરવ : જડબું, કાન, નાક, ગાલ, હાથ, પગ સહિતના અમૂલ્ય અંગોની સર્જરી, સારવાર બાદ દર્દીઓ બન્યા પુનઃ કાર્યક્ષમ...
રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  ૨.૩ કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક ચાર વર્ષમાં ૩૦ લાખથી વધુ પ્રવાસીઓએ ગિરનાર રોપ-વેની સુવિધાનો લાભ લીધો રાજ્યમાં ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે યાત્રાળુઓ ઉડનખટોલાની સુવિધા ઉપલબ્ધ