વેસ્ટ ઝોન ખાતે પ્રતિબંધીત પ્લાસ્ટીક કેરી બેગ્ઝ જપ્ત કરવાની કામગીરી
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વપરાશ ૫ર સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે.
સિંગલ યુઝ પ્લાસ્ટીક અને ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ વાપરવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્ટ ઝોન ખાતેના માર્ગો જેવાકે શાસ્ત્રી નગર શાક માર્કેટ, પંચવટી મેઈન રોડ અતિથી ચોક, સાધુ વાસવાણી રોડ, સત્ય સાઈ રોડ, બાલાજી હોલ, મવડી ચોક વગેરે માર્ગો ૫ર આવેલ દુકાનો, હોકર્સ ઝોન દ્વારા પ્લાસ્ટિક કેરી બેગ્ઝ નો વ૫રાશ કરાવામાં આવતા, નીચેની વિગતે પ્રતિબંધીત પ્લાસ્ટિક કેરી બેગ્ઝ જપ્ત કરવામાં આવેલ છે તેમજ વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
...
