Monday, February 16News That Matters

Author: Admin Admin

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ શહેરી વિસ્તારો સહિત ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈની કામગીરીને બનાવી વધુ વેગવાન

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ શહેરી વિસ્તારો સહિત ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈની કામગીરીને બનાવી વધુ વેગવાન

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરના મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં વોર્ડ વાઇઝ તેમજ બોટાદ શહેરમાંથી પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈની કામગીરીને વધુ વેગવાન બનાવવામાં આવી છે.તેમજ નદી વિસ્તારમાંથી પ્લાસ્ટિક દુર કરવાની સાથે જાહેર માર્ગો પર આવેલ ડિવાઇડરો પાણીથી સાફ કરવામાં આવી રહયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ શહેરીની સફાઇની કામગીરી માટે ગઢડા, બરવાળા અને ધંધુકા નગરપાલિકાની ટીમો દ્વારા સફાઇની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે જે અન્વયે ગઢડા નગરપાલિકાની સફાઇની ટીમ દ્વારા હડદડ રોડ પરની સફાઇ, બરવાળા નગરપાલિકાની ટીમ દ્વારા પાળીયાદ રોડ, સર્કિટ હાઉસ પાસેની સફાઇ કરવાની સાથે બોટાદ નગરપાલિકાની કામગીરીમાં વહીવટદાર તથા ચીફ ઓફીસરના માર્ગદર્શન નીચે સેનેટરી ઇન્સ્પેક્ટર ત...
પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઈ

પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પંચમહાલ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવક,યુવતીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓની શક્તિઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦થી રાજ્યના ચાર પ્રસિધ્ધ પર્વતો પર આરોહણ - અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાય છે. જેના અનુસંધાને ગુજરાત સરકારના રમતગમત- યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આજરોજ પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની તૃતીય આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધ જિલ્લાઓના કુલ ૩૧૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૧૯ થી ૩૫ વર્ષના કુલ ૨૫૬ યુવાનો અને ૫૭ યુવતીઓએ ભાગ લીધો હતો. જેઓએ પાવાગઢ માંચીથી શરૂ કરી દુધીયા તળાવ સુધી ૨૨૦૦થી વધુ પગથિયાં પર આરોહણ - અવરોહણ કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી અને પ્રાંત અધિક...
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદમાં પુસ્તકપ્રદર્શન યોજાયું

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદમાં પુસ્તકપ્રદર્શન યોજાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, થરાદ  સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, થરાદમાં તા. ૧૯/૧/૨૦૨૩ ગુરૂવારના રોજ સદર કૉલેજના પુસ્તકાલય વિભાગ દ્વારા પુસ્તકપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષયો જેવા કે, ગુજરાતી ભાષા અને સાહિત્ય, લોકસાહિત્ય, સંસ્કૃત ભાષા અને સાહિત્ય, ઇતિહાસ, વાણિજ્ય, ભારતનું બંધારણ, સામાન્ય જ્ઞાન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા અનેક પુસ્તકો તથા સામયિકો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સરદાર પટેલ, ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ડો.આંબેડકર, વીર સાવરકરના પુસ્તકો માટે એક અલગથી 'યુગપુરુષકોર્નર' બનાવવામાં આવ્યું હતું. જેમાં સરદાર પટેલના સ્ટેચ્યુ સામે તેમના પુસ્તકોને પ્રદર્શિત કરવામાં આવ્યા. તો વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા પ્રકાશિત ગુજરાતી વિશ્વકોશના ૨૫ ભાગો અને ભગવદ્ગોમંડળના નવ ભાગો પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. કોલેજના આચાર્ય પ્રોફેસર ભાવિક ચાવડાના હસ્તે પ્રસ્તુત ...
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાનનું સ્વપ્ન સાકાર કરતા માલણકા ગામના હિંમતભાઈ ગોહિલ

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાનનું સ્વપ્ન સાકાર કરતા માલણકા ગામના હિંમતભાઈ ગોહિલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાના માલણકા ગામના હિંમતભાઈ ગોહિલ ને કાચા મકાનમાંથી પાકું મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મળતા તેઓ ખુશખુશાલ થયા છે. માલણકા ગામના હિંમતભાઈ લક્ષ્મણભાઈ ગોહિલે જણાવ્યું હતું કે અગાઉ તેવો કાચા મકાનમાં રહેતા હતા આથી તેમને ઉનાળામાં અને શિયાળામાં ખૂબ જ તકલીફ પડતી હતી. આ ઉપરાંત ચોમાસામાં ક્યારેક ભારે વરસાદની પરિસ્થિતિમાં તેમને બીજાના ઘરે આશરો લેવો પડતો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કાચું મકાન હોવાને લીધે શૌચાલય માટે પણ બહાર જવું પડતું હતું જ્યારે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકી છત વાળું મકાન બનતા દરેક ઋતુમાં તેઓને રક્ષણ મળશે તેમ જ પાકા ઘરમાં જ શૌચાલય બનાવવામાં આવ્યું છે. હિંમતભાઈ એ સરકાર નો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો કે પાકું મકાન બનતા પોતાનું ઘર નું મકાન બનાવવાનું સ્વપ્ન સાકાર થયું છે....
નવી પેઢીને પ્રસન્નતા પ્રાપ્ત થાય તે વિજ્ઞાનની સાર્થકતા – લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવે

નવી પેઢીને પ્રસન્નતા પ્રાપ્ત થાય તે વિજ્ઞાનની સાર્થકતા – લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવે

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન પ્રારંભ કરાવતા લોક વૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ કહ્યું કે, નવી પેઢીને પ્રસન્નતા પ્રાપ્ત થાય તે વિજ્ઞાનની સાર્થકતા છે. આ પ્રદર્શનમાં ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિભાવંત વિદ્યાર્થી બાળકો વિવિધ કૃતિઓ સાથે ભાગ લીધો હતો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત, ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા દ્વારા પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું વિભાગીય કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૦૨૩ યોજાયું છે. શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે આ પ્રદર્શનનું ઉદઘાટન કરતા લોકવૈજ્ઞાનીક અને લોકભારતી સંસ્થાના વડા અરુણભાઈ દવેએ વિ...
આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે તળાજાના મુખ્યમાર્ગ સહિત અન્ય વિસ્તારોમાં સફાઇની કામગીરી હાથ ધરાઇ

આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે તળાજાના મુખ્યમાર્ગ સહિત અન્ય વિસ્તારોમાં સફાઇની કામગીરી હાથ ધરાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આગામી પ્રજાhસત્તાક પર્વની ભાવનગરની જિલ્લાકક્ષાની ઉજવણી તળાજામાં થવા જઇ રહી છે જે અન્વયે તળાજાના મુખ્ય માર્ગો તેમજ તળાજાનાં શહેરી વિસ્તારના વોર્ડ વાઇઝ વિશેષ ખાસ પ્રકારની સફાઈ ઝુંબેશ ની શરૂઆત કરવામાં આવેલ છે જે અંતર્ગત સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તળાજાની સફાઇની કામગીરી માટે તમામ સાત વોર્ડની અંદર સફાઈ માટે ખાસ સુપરવાઈઝર ની નિમણૂક કરવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી કે.જે.પટેલ મારફતે પણ વોર્ડ વાઇઝ સફાઈની રોજે રોજ માહિતી મેળવી રીવ્યુ કરવામાં આવે છે. આ માટે સફાઈ વિભાગની સાથે સાથે વોટરવર્ક તેમજ બાંધકામ શાખાના માણસોને પણ આ કાર્યક્રમની અંદર લગાવવામાં આવ્યા છે જેમાં બે જેસીબી ત્રણ ટ્રેક્ટર અને એક ટેમ્પો સાથે રાખીને કામગીરી કરવામાં આવે છે. વધુમાં શહેરના જાહેર માર્ગો જેવા કે ગોપનાથ રોડ અને ગૌરવ પથ પર તેમજ શાકમાર્ક...
ભાવનગરમાં ગ્રામ વિકાસની યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે વર્કશોપ યોજાયો

ભાવનગરમાં ગ્રામ વિકાસની યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે વર્કશોપ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે સર્કિટ હાઉસ, વાઘાવાડી રોડ, ભાવનગર ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સ્વચ્છ ભરત મિશન (ગ્રામીણ) યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજના, એન. આર. એ. એમ. યોજના તેમજ મનરેગા યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત ભાવનગર પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ, તાલુકા વિકાસ અધિકારી પી. કે. રાવત ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાવનગર તાલુકામાંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યઓ, તાલુકા પંચાયતના સભ્યઓ, સરપંચઓ, તલાટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત બ્યુરો ચીફ: ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)  ...
અનુસુચિત જનજાતીનાં શિક્ષિત તાલીમાર્થીઓ માટે ભોજન તથા શિક્ષણ પુરૂ પાડવા અંગે ભાવો મંગાવાયા

અનુસુચિત જનજાતીનાં શિક્ષિત તાલીમાર્થીઓ માટે ભોજન તથા શિક્ષણ પુરૂ પાડવા અંગે ભાવો મંગાવાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સરકારનાં ગૃહ વિભાગનાં હુકમથી આપવામાં આવેલ આદેશ મુજબ અનુસૂચિત જનજાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સરકાર દ્વારા આયોજીત હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઇને સમાજના મુખ્ય પ્રવાહમાં આમેલ થઇ શકે તેમજ પોલીસ, લશ્કર, બી.એસ.એફ., આર.એ.એફ., સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી તથા સરકારનાં અન્ય વિભાગની ભરતી થવાની/જોડાવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પુર્વક પસાર કરી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે આવા બાળકોને તાલીમ આપવા માટે દિન -૩૦ નો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ તાલીમ માટે ઉમેદવારને સવારનો ચા-નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રીનુ ભોજન માટેની વ્યવસ્થા માટે રૂ.૨,૮૮,૦૦૦/-ની મર્યાદામાં ભોજન પુરૂ પાડવા માટે રસ ધરાવતી વ્યક્તિ/સંસ્થાઓએ પોતાના ભાવ પત્રક દિન-૩ માં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે બંધ કવરમાં મોકલી આપવાના રહેશે. આ તાલીમ માટે ઉમેદવારોને શૈક્ષણિક વ...
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા ખાતે કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા ખાતે કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પંચમહાલ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા ક્લેક્ટર સુજલ મયાત્રાની અઘ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી. ગ્રામસભામાં રેણા અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને યોજનાકીય બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ સભામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પ્રાંત અધિકારી શહેરા, મામલતદાર, ગામના સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ તમામ અધિકારીઓએ તેમના વિભાગને લગતી યોજનાઓની માહિતી લોકોને આપી હતી. કલેકટર દ્વારા ગ્રામ લોકો સાથે સંવાદ સાધી પુરવઠા, પાણી, શિક્ષણ, રસ્તા,વૃધ્ધ પે...
સિટિઝન પરસેપ્શન સર્વેમાં ભાગ લેવા જાહેર જનતાને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની હાર્દિક અપીલ

સિટિઝન પરસેપ્શન સર્વેમાં ભાગ લેવા જાહેર જનતાને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની હાર્દિક અપીલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ ભારત સરકારના અર્બન આઉટકમ મિશન ૨૦૨૨ અંતર્ગત સિટિઝન પરસેપ્શન સર્વેનું આયોજન કરવામાં આવેલ છે. આ સર્વે વેબસાઈટના માધ્યમથી હાથ ધરવામાં  આવેલ છે. આ સર્વેમાં નાગરિકો પાસેથી પ્રાપ્ત થનાર અભિપ્રાય શહેરના ભાવિ વિકાસ માટે ખુબ જ મૂલ્યવાન બની શકશે, તેમ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું. તેમણે વિશેષમાં એમ જણાવ્યું હતું કે, આ સર્વેનો હેતુ શહેરીજનોને મળતી સુવિધાઓ તેમજ અસુવિધાઓનો અંદાજ મેળવવાનો છે. આ સર્વેના પરિણામો ભવિષ્યમાં આવનારી પરિયોજનાઓનો પાયો બની શકે એમ હોય તમામ નાગરિકો આ સર્વેમાં ભાગ લઇ પોતાની નાગરિક ફરજ નિભાવે તે રાજકોટના વિકાસના હિતમાં છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ સર્વેમાં  પૂછવામાં આવતા  દરેક પ્રશ્નોના જવાબ ચોક્કસપણે સચોટ આપવા તમામ શહેરીજનોને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. આ સર્વેમાં ભાગ લેવા માટે નાગરિકો પોતાના મોબા...