Monday, February 16News That Matters

Author: Admin Admin

ઊંઝા તાલુકાના વરવાડા ગામે બાગાયતી પાકોમાં સજીવ ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહેસાણા         આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાગાયત ખાતા દ્વારા ઉંઝા તાલુકા ના વરવાડા ગામે બાગાયતી પાકોમાં સજીવ ખેતી વિશે તાલીમ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ૧૨૦ તાલીમાર્થીઓને બાગાયતી પાકોમાં સજીવ ખેતી, બાગાયતી પેદાશોનુ મુલ્યવર્ધન અને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિષે માર્ગદર્શન મેળવ્યું હતું. અત્રે ઉલ્લેખીય છેકે રાજ્યમાં મહેસાણા જિલ્લામાં કાગદી લીંબુનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલ છે અંદાજે લગભગ ૧૩,૫૦૦ હેક્ટર વિસ્તારમાં લીંબુ પાકનું વાવેતર થાય છે તેમજ ૧.૯૦ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન એટલે કે ગુજરાત રાજ્યના ૩૦% ઉત્પાદનમાં મહેસાણા જિલ્લાનું યોગદાન છે. મહેસાણા જિલ્લામાં ખેડૂતો લીંબુ પાકમાં એકમ વિસ્તારમાંથી મહતમ ઉત્પાદન મેળવી નિકાસલક્ષી ખેતીનો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે તે હેતુથી નાયબ બાગાયત નિયામકની કચેરી મહેસાણા દ્વારા વિસનગર ...

રાજપીપલા જુની સિવિલ હોસ્પિટલ સંકુલ સ્થિત અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે તા.૩૦ મી જાન્યુઆરીએ યોજાશે “૪-ડી” હેલ્થ ચેકઅપ કેમ્પ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજપીપલા            રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મળી આવેલ “૪-ડી” જન્મજાત ખોડ, ઉણપ, રોગ અને વિકાસલક્ષી વિલંબ તથા વિકલાંગતા ધરાવતા બાળકોની સંદર્ભ સેવાના ભાગ રૂપે નર્મદા જિલ્લામાં તા.૩૦/૦૧/૨૦૨૩ ને સોમવારના રોજ અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર રાજપીપલા ખાતે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત “૪-ડી” આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. વ્યાપક બાળ આરોગ્ય સંભાળ અંતર્ગત જન્મથી લઈને ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને અમુક ચોક્કસ આરોગ્ય અવસ્થાના માટે સંપૂર્ણ આરોગ્ય સેવાઓ મળવી જરૂરી છે. આ અવસ્થાઓમાં રોગો (Diseases), ઉણપો (Deficiencies), વિકલાંગતા (Disability) અને વિકાસમાં વિલંબ (Developmental delay) “૪-ડી” નો સમાવેશ થાય છે. સાર્વત્રિક આરોગ્યને તપાસને કારણે બાળકોની તબીબી અવસ્થાઓનું ઝડપી નિદાન અને સમયસર હસ્તકક્ષેપ થઈ શ...

વલસાડ સ્ટેટ બેંકની મુખ્ય શાખા દ્વારા 130 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ                  પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ નાટક અને દેશભક્તિના ગીતો રજૂ કરતા માહોલ દેશભક્તિમય બન્યો અભ્યાસમાં વોટ્સઅપ અને યુટ્યુબ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેનું ડેમોસ્ટ્રેશન પણ પ્રજ્ઞાચક્ષુઓએ આપ્યું વલસાડના નનકવાડા સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા સંચાલિત સંસ્થાના ધો. 1 થી 12 અને કોલેજ સુધીના 130 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે વલસાડના મોટા બજાર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મેઈન બ્રાંચ દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વની સંસ્થાના સંકુલમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મુખ્ય બ્રાંચના ચીફ મેનેજર રોહિણી ગોયલે સ્ટેટ બેંક હંમેશા તમારી સાથે છે એવી ખાતરી આપી ભવિષ્યમાં પણ જ્યારે સ્ટેટ બેંકની સેવાની જરૂર જણાય તો બેંક હંમેશા નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડની સેવામાં તત્પર રહેશે એવો વિશ્વાસ અપાવ્યો હતો. સ્ટેટ બેંકની સ...
સુરત જિલ્લા પ્રભારી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા આયોજન મંડળના વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ

સુરત જિલ્લા પ્રભારી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા આયોજન મંડળના વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સુરત જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત સુરત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૧૮-૧૯થી ૨૦૨૨-૨૩ના વર્ષ દરમિયાનના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ યોજના હેડળ પ્રગતિવાળા, શરૂ ન થયેલા વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ જોડાયા હતા. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રભારી મંત્રી કનુભાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે ત્યારે વિકાસકામો ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદા શરૂ થાય અને પુર્ણ થાય તે જરૂરી છે. આયોજન મંડળ હેઠળ લેવામાં આવેલા વિકાસકામોને બિનજરૂરી રીતે હેતુફેર ન થાય તેની તકેદારી લેવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું. મંત્રીએ ...
સોમનાથ માં સોમનાથ મહાદેવ સાથે માતા શક્તિ ચંદ્રભાગા શક્તિપીઠ સ્વરૂપે બિરાજે છે..

સોમનાથ માં સોમનાથ મહાદેવ સાથે માતા શક્તિ ચંદ્રભાગા શક્તિપીઠ સ્વરૂપે બિરાજે છે..

Gujarat
જગત શિવ શક્તિ મય છે.... જ્યાં બીરાજે મહાદેવ હોય ત્યાં માતા શક્તિ પણ સાથે હોય છે... હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ          શ્રી સોમનાથ મંદિર ખાતે માતા વાઘેશ્વરી માતા ના સાનિધ્યમાં ચાલી રહેલ દેવી ભાગવત કથાના છઠ્ઠા દિવસે કથામાં આજે મહિસાસુર મર્દિની માતાજીએ મહિસાસુર અસુરનો વધ કર્યાની સુંદર કથા શ્રવણ કરી ભક્તો ધન્ય બન્યા હતા. કથા અંશ :          મહિસાસુર પુષ્કરમાં બ્રહ્માજીની પૂજા કરી, બ્રહ્માજી પ્રગટ થયા ત્યારે અસુરે અમરત્વનું વરદાન માંગેલ ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, આ મૃત્યુ લોક છે. અહીં જે જીવ જન્મે એ મૃત્યુ પામે છે. ઘણા સમજાવ્યા બાદ મહિસાસુરે સ્ત્રી ના હાથે મારું મૃત્યુ થાય તે વરદાન બ્રહ્માજી પાસેથી મેળવ્યું, મહિસાસુર દેવતાઓથી પરાસ્ત ન થયો અને દેવો હિમાલયમાં ગયા અને સર્વે દેવોની વિનંતીથી તેજમાંથી સાક્ષાત ભગવતી નો અવતાર થયો... દેવીએ મહિષાસુરનો વધ કર્યો અને મહિસાસુર મર્દિની માતાજી કહેવાય...
“સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩” અન્વયે શહેરના બેન્કવેટ હોલ/વાડીના સંચાલકો તેમજ જુદા-જુદા પ્રસંગોમાં કેટરિંગ સર્વીસ આપતી એજન્સીઓને3R (Reduce, Reuse and Recycle)  Initiatives માર્ગદર્શન અંગે કેમ્પ યોજાયો

“સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩” અન્વયે શહેરના બેન્કવેટ હોલ/વાડીના સંચાલકો તેમજ જુદા-જુદા પ્રસંગોમાં કેટરિંગ સર્વીસ આપતી એજન્સીઓને3R (Reduce, Reuse and Recycle)  Initiatives માર્ગદર્શન અંગે કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ       “સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩” અન્વયે 3R (Reduce, Reuse and Recycle)  Initiatives અંગે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા આરોગ્ય શાખા દ્વારા તા.૨૭/૦૧/૨૦૨૩ના રોજ શહેરના બેન્કવેટ હોલ/વાડીના સંચાલકો તેમજ જુદા-જુદા પ્રસંગોમાં કેટરિંગ સર્વીસ આપતી એજન્સીઓને માર્ગદર્શન અંગે કેમ્પ યોજાયો. આ કેમ્પમાં તેઓ દ્વારા થતા તમામ કાર્યક્રમમાં 3R પ્રિન્સીપલનું પાલન કરી, રીયુઝેબલ કટલેરી તથા વાસણોનો ઉપયોગ કરવા તેમજ પ્રતિંબધીત પ્લાસ્ટીક અને ૨૦૦ ML કે તેથી નાની બોટલનો ઉપયોગ ન કરવા અંગેની સમજણ આપવામાં આવેલ. આ તકે ઉપસ્થિત તમામ એજન્સીઓ દ્વારા તેઓના તમામ કાર્યક્રમોમાં 3R પ્રિન્સીપલ મુજબ ઉત્પન્ન થતાં કચરાને રીયુઝ, રીસાઇકલ તેમજ રીડયુસ કરવામાં રાજકોટ મહાનગરપાલિકાને સહકાર આપશે તેવી બાહેધરી આપવામાં આવેલ છે. ...

નખત્રાણા ખાતે પશુપાલન શિબિર તેમજ ખસીકરણ ઝુંબેશનો કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે પ્રારંભ કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         રખડતા અને બિનવારસુ નંદીઓના કારણે થતાં અકસ્માત, રાહદારીઓના મોત, ખેડૂતોના પાકના ભેલાણ સહિતના પ્રશ્નોના નિવારણ હેતુ સરકારે નંદીઓનું ખસીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી રખડતા ઢોરનો ત્રાસ નાબૂદ કરવા પશુપાલન વિભાગ તથા સામાજિક સંસ્થાઓના સહકારથી આ મુદે સક્રીય કામગીરી શરૂ કરાઇ છે. જે અનુંસધાને કચ્છથી આ પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ કરાયો છે તેવું આજરોજ નખત્રાણા ગૌસેવા કેન્દ્ર ખાતે ખસીકરણ ઝુંબેશની શરૂઆત કરાવતા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.         તેઓએ પશુપાલન શિબિર તથા ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યું  હતું કે, ખસીકરણ કરવાથી નંદીઓની આક્રમતા ઘટી જશે તેથી અકસ્માતો અને લોકો પરના હુમલા ટાળી શકાશે. ઉપરાંત ખસીકરણ કરેલા નંદીઓને પાંજરોપોળ રાખવા સહમત થઇ હોવાથી સરકારના આ નવતર અભિગમથી લોકોને મોટી રાહત થશે. તેઓએ વધુમાં જણાવ્યું હત...
૩૧મી સુધી ભુજ તાલુકાના ખાવડા થી ધોરડો સુધી 754 K રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારે કોર્મશિયલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો

૩૧મી સુધી ભુજ તાલુકાના ખાવડા થી ધોરડો સુધી 754 K રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારે કોર્મશિયલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ કચ્છ જિલ્લાના લખપત-ખાવડા-ધોળાવીરા-સાંતલપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.754 K નું બાંધકામ પુરજોશમાં ચાલી રહેલ છે અને કચ્છ જિલ્લામાં આગામી જી-૨૦ સમિટ ગ્રુપની બેઠકને લઇ પ્રોજેકટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ટ્રાફિક નિયંત્રણ કરવો જરૂરી હોઇ ખાવડાથી ધોળાવીરા સુધીનો ધોરી માર્ગ નં. 754 K બંધ રાખવા માટે કાર્યપાલક ઈજનેર, નેશનલ હાઈવે ડીવીઝન, ગાંધીધામ દ્વારા તા.૨૮/૧/૨૦૨૩ સુધી ભારે કોર્મશીયલ વાહનો પ્રતિબંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ પરંતુ કામગીરી પૂર્ણ ન થતાં અને પ્રોજેકટ કાર્યના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વધુ ત્રણ દિવસ એટલે કે આગામી તા.૩૧/૦૧/૨૦૨૩ સુધી બંધ રાખવો જરૂરી જણાય છે. જેથી કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પંડયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા થી ધોરડો સુધી 754 K...
ભાવનગરમાં આઈ.ટી.આઈ દ્વારા તા. ૩૦ જાન્યુઆરીના રોજ મહિલા રોજગાર ભરતીમેળો યોજાશે

ભાવનગરમાં આઈ.ટી.આઈ દ્વારા તા. ૩૦ જાન્યુઆરીના રોજ મહિલા રોજગાર ભરતીમેળો યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર અને આઈ.ટી.આઈ - મહિલા ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત ફક્ત મહિલાઓ માટેના ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૫ એકમ (કંપની)માં સેલ્સ એક્સિકયુટિવ, સેલ્સ ઓફિસર, બ્રાન્ચ મેનેજર, આસી. બ્રાન્ચ મેનેજર, ઓફિસ ઍક્સિકયુટિવ, ડિજિટલ માર્કેટિંગ એક્સિક્યુટિવ, ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે જેમાં ૧૨ પાસ તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ફક્ત મહિલા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા: ૩૦/૦૧/૨૦૨૩ ( સોમવાર ) , સમય : સવારે ૧૧:૦૦ કલાકે , મહિલા- આઈ . ટી . આઈ , વિદ્યાનગર , ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝયુમની પ ( ત્રણ ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે ....
સ્વચ્છતા અને ગુણવત્તા સાથે દર્દીઓની આત્મીયતાપૂર્વક સેવા કરીને દર્દી દેવો ભવઃ ની ભાવના સાકાર કરતા ભાવનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો

સ્વચ્છતા અને ગુણવત્તા સાથે દર્દીઓની આત્મીયતાપૂર્વક સેવા કરીને દર્દી દેવો ભવઃ ની ભાવના સાકાર કરતા ભાવનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ભારત સરકારના રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો (NQAS )પ્રોગ્રામ અંતર્ગત એવોર્ડ આપવામાં આવે છે. જાહેર આરોગ્ય ક્ષેત્રે ભારત સરકારના નેશનલ ક્વોલિટી અસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) પ્રોગ્રામ અંતર્ગત જ્ઞાન, ગુણવત્તા, કૌશલ્ય, ઇન્ફેક્શન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવાં માટે આ એવોર્ડ આપવામાં આવે છે. ભાવનગરની યશકલગીમાં ઉતરોતર વધારો થાય અને છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રદાન કરી શકાય એ માટે વિભાગીય નાયબ નિયામક ડૉ. મનિષ ફેન્સીના માર્ગદર્શન હેઠળ આરોગ્યના અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ કાર્યરત્ છે. સ્વચ્છ અને સુઘડ આરોગ્ય કેન્દ્રની સાથે ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જિલોવા સતત પ્રયત્નશીલ છે. રાષ્ટ્રીય કક્ષા...