Sunday, February 15News That Matters

ભાવનગરમાં આઈ.ટી.આઈ દ્વારા તા. ૩૦ જાન્યુઆરીના રોજ મહિલા રોજગાર ભરતીમેળો યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર અને આઈ.ટી.આઈ – મહિલા ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત ફક્ત મહિલાઓ માટેના ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૫ એકમ (કંપની)માં સેલ્સ એક્સિકયુટિવ, સેલ્સ ઓફિસર, બ્રાન્ચ મેનેજર, આસી. બ્રાન્ચ મેનેજર, ઓફિસ ઍક્સિકયુટિવ, ડિજિટલ માર્કેટિંગ એક્સિક્યુટિવ, ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે જેમાં ૧૨ પાસ તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ફક્ત મહિલા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા: ૩૦/૦૧/૨૦૨૩ ( સોમવાર ) , સમય : સવારે ૧૧:૦૦ કલાકે , મહિલા- આઈ . ટી . આઈ , વિદ્યાનગર , ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝયુમની પ ( ત્રણ ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *