બોટાદ શહેર તથા જિલ્લાના લેબર કોન્ટ્રાકટરો, ખેત માલિકોએ નિયત નમુનામાં માહિતી રાખવા અંગેનું બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ
બોટાદ શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે ગુન્હાઓ બનતા અટકાવવા અને જો બનાવ બને તો તે બનાવને અંજામ આપનાર ઇસમ સુઘી પહોંચવા માટે અને તેની ઓળખ મેળવવાની આવશ્યકતાને ધ્યાને લઇ બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ ઉક્ત જાહેરનામા દ્વારા ખેત માલીકો/લેબર કોન્ટ્રાકટરો જ્યારે પણ પોતાના ખેત/વાડીએ કામ અર્થે કોઇપણ ભાગીયા મજુરને કામે રાખે ત્યારે નિયત નમુનામા દર્શાવ્યા મુજબ મજુર/ખેત મજુરની માહીતી પોતાની પાસે રાખવાની રહેશે તેમજ સબંધિત પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.
બોટાદ શહેર તથા જિલ્લાના લેબર કોન્ટ્રાકટરો ખેત માલીકોએ લેબર કોન્ટ્રાકટર/મુકાદમ (સપ્લાયર) નું પુરૂ નામ, સરનામું, મોબાઇલ નંબર સહીત, મજુર/ખેત મજુરનું નામ તથા ઉમંર વર્ષ, મજુર/ખેત મજુરનું હાલનું સરનામું તથા...

