Sunday, February 15News That Matters

હાઇરાઇઝ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

રાજકોટ

રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ  શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે  બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૩૧/૦૧/૨૦૨૩ થી તા.૩૧/૧૨/૨૦૨૩ (એક વર્ષ) સુધી શહેરની હાઈરાઈઝ બિલ્ડીંગમા દરરોજ એક મોકડ્રીલ કરવાનું નક્કી કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંગે પ્રથમ મોકડ્રીલ સ્વસ્તિક હાઈલેન્‍ડરૈયા રોડ ખાતે કરવામાં આવેલ. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ વધુ  સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે.

જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે. ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન સ્વસ્તિક હાઈલેન્‍ડશાંતીનગર, રૈયા ધાર, રૈયા રોડ ખાતે બિલ્ડીંગના ૧૩૦ જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર, સ્ટેશન ઓફીસર એચ.પી.ગઢવી, લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોનો, આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *