સેન્ટ્રલ ઝોનના અલગ-અલગ રોડ પર મનપાના વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ
“વન વીક, વન રોડ” ઝુંબેશ
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૩૧-૦૧-૨૦૨૩ના રોજ સેન્ટ્રલ ઝોનના વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી કરેલ અને ફાયર એન્...
